Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૨/૩૦૨,૩૦૩
૫૩
સાધુ-સાધ્વીને ચાર સંધ્યાએ સ્વાધ્યાય કરવો ન કર્યો, તે આ - સૂર્યોદયે,
મધ્યાè, સંધ્યાએ, મધ્યરાત્રિએ. [પૂર્વ પશ્ચાત્ ઘડી]. [૩૫] લોક સ્થિતિ ચાર ભેટે છે આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત ઉદધિ, ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી, પૃથ્વી પ્રતિષ્ઠિત સ સ્થાવર પાણી. [૩૦૬] ચાર પ્રકારે પુરુષો કહ્યા તથાપુરુષ, નોતથાપુરુષ, સૌવસ્તિક, પ્રધાન... ચાર ભેદે પુરુષો કહ્યા - (૧) આત્માંતકર પણ પરાંતકર નહીં, (ર) પરાંતકર, આત્માંતકર નહીં, (૩) આત્માંતકર અને પરાંતકાર, (૪) આત્માંતકર નહીં અને પરાંતકર નહીં... ચાર ભેદે પુરુષ - સ્વયં ચિંતા કરે, બીજાને ન કરાવે. ઇત્યાદિ ચાર પ્રકારે... ચાર ભેદે પુરુષ - આનંદમ પણ પરંદમ નહીં ઇત્યાદિ. [૩૦૭] ગહર્તા ચાર ભેદે છે - (૧) પ્રાયશ્ચિત્ત લેવા ગુરુ પાસે જઉં તે એક ગઈ. (૨) ગહણીય દોષ દૂર કરું તે બીજી ગઈ, (૩) જે કંઈ અનુચિત હોય તેનું મિથ્યાદુષ્કૃત આપું તે ત્રીજી ગર્હા, (૪) સ્વદોષ ગાથી શુદ્ધિ થાય તે માનવું તે ચોથી.
• વિવેચન-૩૦૪ થી ૩૦૭ -
[૩૦૪] સૂત્ર સરળ છે. પણ મહોત્સવ પછી થનાર ઉત્સવની અનુવૃત્તિ વડે બીજા પડવાઓથી વિલક્ષણરૂપે મહાપ્રતિપદાઓમાં - ૪ - નંદી આદિ સૂત્રવિષય વાચનાદિ સ્વાધ્યાય ન ક, અનુપેક્ષાનો નિષેધ નથી. બધી પ્રતિપદા - પૂનમ પછીની એકમ જાણવી. ઇન્દ્રમહ - આસો માસની, સુગ્રીષ્મ એટલે ચૈત્ર માસની. જે દેશમાં જે દિવસથી મહોત્સવ પ્રવર્તે, તે દિવસથી સ્વાધ્યાય ન કરવો, તે પૂર્ણિમા પર્યન્ત જ સમાપ્ત થાય. પ્રતિપદાઓ તો ક્ષણની અનુવૃત્તિથી વર્જાય છે. - ૪ -
અકાલે સ્વાધ્યાયના દોષ
શ્રુતજ્ઞાન વિરાધના, લોકવિરુદ્ધ, પ્રમાદથી છલના, ઇત્યાદિ - ૪ -
પહેલી સંધ્યા-સૂર્યોદય થયા પૂર્વે, પશ્ચિમ સંધ્યા-સૂર્યાસ્તકાળે, સ્વાધ્યાય કરવાનું સૂત્ર સુગમ છે. વિશેષ આ - દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર, રાત્રિનો પહેલો અને છેલ્લો પ્રહર.
[૩૦૫] સ્વાધ્યાય પ્રવૃત્તને લોકસ્થિતિ પજ્ઞિાન થાય, તેથી તેને પ્રતિપાદન કરે છે - ક્ષેત્ર લક્ષણ લોકવ્યવસ્થા તે લોક સ્થિતિ. આકાશાધારે ઘનવાત, તનુવાત છે. ઉદધિ-ઘનોદધિ. પૃથ્વી એટલે રત્નપ્રભાદિ, ત્રસ એટલે બેઇન્દ્રિયાદિ જીવો. - x - વળી વિમાન, પર્વતાદિ પૃથ્વી પ્રતિષ્ઠિત જ છે. અથવા - ૪ - વિમાનમાં રહેલ દેવાદિ ત્રસોની વિવક્ષા નથી અને સ્થાવર જીવો તો અહીં બાદર વનસ્પતિ આદિ ગ્રાહ્ય છે. કેમકે સૂક્ષ્મ જીવોનું સર્વલોકમાં રહેવાપણું છે. - ૪ -
આ ત્રસ પ્રાણીને ચતુર્ભૂગીરૂપે કહે છે.
[૩૦૬] સૂત્રો સરળ છે. વિશેષ આ - ૪ - સેવક થઈ, જેમ આજ્ઞા કરાય તેમ પ્રવર્તે તે.. તે પ્રમાણે ન પ્રવર્તે તે નોતથા.. સ્વસ્તિ - મંગલપાઠકો.. એ ત્રણેના આરાધ્યપણાએ પ્રધાન તે સ્વામી એ ચોથો ભંગ.
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨
૧- આવંતા - પોતાના ભવનો અંત કરે તે, પણ બીજાના ભવનો અંત ન કરે તે ધર્મદેશના ન દેનાર - પ્રત્યેક બુદ્ધાદિ. ૨- માર્ગ પ્રવર્તનથી બીજાના ભવનો અંત કરે, પોતાનો નહીં તે પાંતર - અચરમશરીરી આચાર્યાદિ. ૩- તીર્થંકર કે અન્ય, ૪- દુષમકાળના આચાર્યાદિ. - - અથવા પોતાના મરણને કરે તે આત્માંતકર, બીજાનું મરણ કરે તે પરાંતકર. એ રીતે આત્મવધક, પરવધક, ઉભયવધક, અવધક એ ચાર ભેદ જાણવા.
પ
અથવા સ્વતંત્ર થઈને કાર્ય કરે તે આત્મતંત્રકર, એ રીતે પરતંત્રકર. અહીં જિન, ભિક્ષુ, આચાર્યાદિ, કાર્યવિશેષાપેક્ષાએ શઠ એ ચાર ભેદ છે. અથવા આત્મતત્રવર - ધન, ગચ્છાદિ પોતાને સ્વાધીન કરે તે, એ રીતે બીજા ભાંગા સ્વયં વિચારવા... આત્માને ખેદ કરે તે આત્મતમ - આયાર્યાદિ, શિષ્યાદિને ખેદ કરાવે તે પસ્તમ. અથવા આત્માને વિશે અજ્ઞાન કે ક્રોધ જેને છે તે આત્મતમ એ રીતે બીજા ભેદ પણ વિચાસ્વા.
આત્માને દમે-સમતાવાળો કરે કે શિક્ષા આપે તે આત્મદમ - આચાર્ય કે અશ્વનો દમક, એ રીતે બીજા ભેદ પણ જાણવા. - ૪ -
[૩૦૭] ગર્લ યોગની ગર્ભાથી યમ થાય, માટે ગાઁ સૂત્ર - ગુરુની સાક્ષીએ આત્મનિંદા તે ગર્હ. પોતાના દોષના નિવેદન માટે ગુરુનો આશ્રય કરું કે ઉચિત પ્રાયશ્ચિત્ત સ્વીકારું એવા પરિણામ તે એક ગઈ છે. ગહના જેવું જ ફળ હોવાથી પરિણામનું ગહપિણું સમજવું. ભગવતી સૂત્રમાં કહ્યું છે–
ગૃહપતિના કુળમાં આહારાર્થે પ્રવેશીને કોઈ એક અકૃત્ય સ્થાન સેવીને તેને એવો વિચાર આવે કે - હું અહીં જ આ સ્થાનની આલોચના, પ્રતિક્રમણ, નિંદાદિ કર્યું, પછી સ્થવીરો પાસે આલોચના યાવત્ પ્રાયશ્ચિત્ત કરીશ, તે સાધુ પ્રયાણ કરે પણ પહોંચ્યા પહેલા કાળ કરે તો તે આરાધક કે વિરાધક ? - હે ગૌતમ ! તે આરાધક થાય, વિરાધક નહીં.
વિશેષથી કે વિવિધ રીતે નિંદનીય દોષોને દૂર કરું તે વિકલ્પાત્મક એવી બીજી ગહહ્યું... જે કંઈ અનુચિત કર્યુ હોય તે દુષ્કૃતનું ફળ મિથ્યા થાઓ આવા વાસનાગર્ભિત વચનો તે ત્રીજી ગર્હા.. સ્વદોષની ગોંના પ્રકાર વડે જિનેશ્વરોએ દોષની શુદ્ધિ કહી છે એમ સ્વીકારવું તે ચોથી ગઈ.
બીજી રીતે - “જે કંઈ પાપ કર્યુ હોય તે મિથ્યા થાઓ” - આવી પ્રરૂપણા કરવાથી એક ગાં થાય છે - ૪ - અથવા હું અતિચારોનો નિષેધ કરું છું એ રીતે સ્વદોષ સ્વીકારરૂપ એક ગહીં... જિનભાષિત ભાવોને વિશે કે ગુરુ આદિ વિશે દોષ જોવારૂપ હું શંકા કરું છું, આવા પ્રકારે જે ગઈ તે પોતાના દોષને સ્વીકારવારૂપ હોવાથી બીજી ગહહ... જે કંઈ સાધુઓને કરવા યોગ્ય નથી તે હું ઇચ્છુ છું - સાક્ષાત્ ન કરવા છતાં મનથી અભિલાષા કરું છું અથવા જે કંઈ સાધુ કૃત્ય આશ્રિત વિપરીત થાઉં છું કે ખોટું કરું છું, મ્લેચ્છની જેમ આચરણ કરું છું ઇત્યાદિ તે મિચ્છામિ શેષ પૂર્વવત્, તે ત્રીજી ગઈ.