Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૪/૨/૩૧૩,૩૧૪
૬૫
જેના વડે સંસ્કાર કરાય છે ઉપકર-હિંગ આદિ, તેનાથી યુક્ત તે ઉપસ્કર સંપન્ન-હિંગાદિથી સંસ્કારિત ઓદનાદિ તથા સંસ્કારનું તે ઉપસ્કૃત-પાક, તેના વડે સંપન્ન ભાત, પુડલા આદિ તે ઉપકૃત સંપન્ન પાઠાંતરથી નોઉપકરસંપન્ન - હિંગાદિ વડે અસંસ્કૃત ઓદનાદિ. સ્વાભાવિક - પાક વિના તૈયાર કરાયેલ દ્રાક્ષાદિ તે સ્વભાવસંપન્ન. સાત્રિમાં રાખીને બનાવેલ તે પર્યાષિત સંપ-ઇક આદિ, કેમકે રહે પલાળી રાખેલા ખાટા રસવાળા થાય છે અથવા પરાળમાં રાખેલ આમફળાદિ જાણવા
હમણા કહેલ સંસારાદિ ભાવો કર્મવાળાને હોય છે તેથી બંધ ઇત્યાદિ કર્મ પ્રકરણને કહે છે—
• સૂત્ર-૩૧૫ *
ચાર પ્રકારે બંધ કહેલ છે . પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ, પ્રદેશ બંધ.. ચાર પ્રકારે ઉપક્રમ કહેલ છે - બંધનોપક્રમ, ઉદીરણોપક્રમ, ઉપશમોપકમ, વિપરિણામનોપકમ.. બંધનોપકમ ચાર ભેદે છે : પ્રકૃતિ - સ્થિતિ • અનુભાવ • પ્રદેશ બંધનોકમ. ઉદીરણોપકમ ચાર ભેદે છે :- પ્રકૃતિ - સ્થિતિ - અનભાવ - પ્રદેશ ઉદીરણોપક્રમ, ઉપશમાપક્રમ ચાર ભેટે છે :- પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પ્રદેશોપશમોપક્રમ.. વિપરિણામ ઉપક્રમ ચાર ભેદે છે - પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ - પદેશથી
ચાર ભેદે આલાભહુત કહ્યું છે કે પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ • પ્રદેશ અલાબહત્વ. ચાર ભેદે સંક્રમ કહ્યો છે કે પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ • પ્રદેશ સંકમ.. ચાર ભેદ નિધત્ત કહ્યો છે : પ્રકૃતિ - સ્થિતિ - અનુભાવ • પ્રદેશનિud.. ચર ભેટે નિકાચિત છે - પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશ.
• વિવેચન-૩૧૫ -
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે - જીવને સકષાયપણાથી કમને યોગ્ય પગલોનું ગ્રહણ થવું તે બંધ. તેમાં કર્મની પ્રકૃતિના જ્ઞાનાવરણીયાદિ આઠ ભેદો છે. તે પ્રકૃતિઓનો કે સામાન્યથી કર્મનો બંધ તે પ્રકૃતિબંધ. સ્થિતિ - પ્રકૃતિઓનું જ અવસ્થાન જઘન્યાદિ ભેદ ભિન્ન તેનો બંધ કે નિર્વતત તે સ્થિતિબંધ. અનુભાવ એટલે વિપાક-તીવાદિ ભેદે સ, તેનો બંધ તે અનુભાવબંધ.. જીવના પ્રદેશોમાં પ્રત્યેક પ્રકૃતિના નિયત નિયત પરિણામવાળા અનંતાનંત કર્મપદેશોનો બંધ થવો તે પરિમિત પરિણામ વિશિષ્ટ મોદકના બંધ જેવો પ્રદેશબંધ.
મોદક દૃષ્ટાંત વર્ણવે છે . જેમ કોઈ મોદક [લાડુ લોટ, ગોળ, ઘી અને શૂઠાદિથી બાંધ્યો હોય, કોઈ વાતહર, કોઈ પિત્તહર, કોઈ કફહર, કોઈ મારક, કોઈ બુદ્ધિકર, કોઈ વ્યામોહકર હોય છે. એ રીતે કોઈ કર્મપ્રકૃતિ જ્ઞાનને આવરે છે, કોઈ દર્શનને, કોઈ સુખદુઃખાદિ વેદનાને ઉત્પન્ન કરે છે. વળી જેમ તે જ મોદકના નાશ ન થવારૂપ સ્વભાવ વડે કાળની મર્યાદારૂપ સ્થિતિ હોય છે, એ રીતે કર્મનો પણ નિયતકાળ અવસ્થાન તે સ્થિતિ બંધ છે. તે જ મોદકનો સ્નિગ્ધ-મધુરાદિ એકગુણદ્વિગુણાદિ ભાવથી સ હોય તેમ કર્મનો પણ દેશ-સર્વઘાતિ શુભાશુભ તીવમંદાદિ [6/5]
૬૬
સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ અનુભાગબંધ હોય છે. તથા તે મોદકના લોટ આદિ દ્રવ્યોનું પરિણામત્વ છે એ રીતે કર્મના પુદ્ગલોનું પ્રતિનિયત પ્રમાણ પ્રદેશબંધ છે.
જેના વડે કરાય છે તે ઉપક્રમ-કર્મનું બંધનવ, ઉદીરિતવાદિ પરિણમવાના હેતુભૂત જીવની શક્તિ વિશેષરૂપ. ‘ઉપક્રમ’ એ કરણ શબ્દથી રૂઢ છે. અથવા ઉપક્રમણ-બંધનાદિનો આરંભ. તેમાં બંધ કર્મપુદ્ગલ અને જીવપદેશોના પરસ્પર સંબંઘરૂપ છે. આ સૂત્ર માત્ર બદ્ધ લોહશલાકા સંબંધરૂપ ઉપમાવાળું જાણવું. તેનો ઉપકમ તે બંધનોપકમ અથવા ભિન્ન ભિન્ન અવસ્થામાં રહેલ કમનું બંધનરૂપ કરવું તે જ ઉપકમ - વસ્તુ પસ્કિમરૂપ બંધનોપકમ • x• એ રીતે બીજા ઉપક્રમ સંબંધે જાણવું
– વિશેષ એ કે - કર્મના ફળોનો કાળ અપ્રાપ્ત છતાં ઉદયમાં લાવવો તે ઉદીરણા. કહ્યું છે - ઉદયાવલિકાની ઉપરની સ્થિતિથી આકર્ષીને ઉદયમાં લાવવું તે ઉદીરણા, તે પ્રકૃતિ-સ્થિતિ-અનુભાગ-પ્રદેશ ચાર ભેદે છે. તથા ઉદય-ઉદીરણાનિધત-નિકાસના કરણના અયોગ્યત્વથી કર્મનું અવસ્થાપન તે ઉપશમના છે. ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ એ ત્રણ કરણો ઉપશમનામાં હોય છે. તથા વિવિધ પ્રકાર - સતા, ઉદય, ક્ષય, ક્ષયોપશમ, ઉદ્વતન, અપવર્તનાદિ સ્વરૂપ વડે કર્મોનું, પર્વત ઉપરથી પડતી નદી - પત્થર ન્યાયથી કે દ્રવ્યક્ષેત્રાદિ કરણવિશેષથી બીજી અવસ્થાને પમાડવું તે વિપરિણામના, તે બંધનાદિ અને અન્ય ઉદયાદિ વિશે હોય છે. તે સામાન્યરૂપે હોવાથી જુદી કહી છે.
- બંધનોપકમ અર્થાત્ બંધનકરણ ચાર ભેદે છે - પ્રકૃતિ બંધનનો ઉપક્રમ જીવનો યોગરૂપ પરિણામ છે, એ પ્રકૃતિબંધનો હેતુ છે, સ્થિતિ-બંધન પણ એમ જ છે. વિશેષ એ કે . તે કપાયરૂપ છે કેમકે સ્થિતિનો કપાય હેતુ છે. અનુભાગબંધનો ઉપક્રમ પણ પરિણામ જ છે. પણ તે કશાયરૂપ છે. પ્રદેશબંધન ઉપક્રમ યોગરૂપ જ છે. કહ્યું છે - યોગથી પ્રકૃતિ અને પ્રદેશબંધ કરે છે, કષાયથી સ્થિતિ-અનુભાગ બંધ કરે છે. અથવા પ્રકૃતિ આદિ બંધનોના આરંભ તે ઉપકમ, એ રીતે બધે જાણવું.
જે મૂલપ્રકૃતિ કે પ્રકૃતિના દલિકોને, વીર્ય વિશેષ વડે આકર્ષીને ઉદયમાં લવાય તે પ્રકૃતિ ઉદીરણા, જે ઉદયમાં આવેલ સ્થિતિ સાથે વીર્યથી જ ઉદયમાં ન આવેલ સ્થિતિને અનુભવાય તે સ્થિતિઉદીરણા. ઉદય પ્રાપ્ત સ સાથે અપ્રાપ્ત રસને જે ભોગવાય તે અનુભાગ ઉદીરણા. ઉદયપ્રાપ્ત નિયત પરિણામવાળા કમપદેશો સાથે અપાત ઉદયમાં ન આવેલ નિયત પરિણામવાળા કર્મપદેશોનું ભોગવવું તે પ્રદેશઉદીરણા. અહીં પણ કપાય અને યોગ પરિણામ કે આરંભ એ ઉપક્રમ છે.
પ્રકૃતિ, ઉપશમન, ઉપકમ આદિ ચારે ઉપક્રમો, સામાન્ય ઉપશમનરૂપ ઉપકમ અનુસારે જાણવા. પ્રકૃતિ વિપરિણામના ઉપક્રમ આદિ સામાન્ય વિપરિણામનારૂપ ઉપકમના લક્ષણ મુજબ જાણવું. પ્રકૃતિપણા આદિ વડે પુદ્ગલોને પરિણમવા વડે સમર્થ જીવનું વીર્ય તે ઉપક્રમ.
મા - થોડું, વહુ - ઘણું, તે અલાબહુ, તેનો ભાવ તે અલાબદુત્વ, - x -