Book Title: Agam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 31
________________ ૪/૧/૨૮૭ થી ૨૯૧ દક્ષિણ દિશાના નાગકુમાર નિકાયના ઇન્દ્ર ધરણના લોકપાલોની અગ્રમહિષીઓ જે નામવાળી છે તેમ દક્ષિણ દિશાના બીજા આઠ-વેણુદેવ, હરિકાંત, અગ્નિશીખ આદિ ઇન્દ્રોના જે લોકપાલો સૂત્રમાં કહ્યા છે, તે બધાંની તેમજ જાણવી.. જેમ ઉત્તર દિશાનો નાગરાજ ભૂતાનંદેન્દ્રના લોકપાલોની અગ્રમહિષીઓના નામ કહ્યા છે, તેમ બાકીના - વેણુદાલી, હરિસ્સહ આદિ આઠ ઇન્દ્રોના લોકપાલોની પણ તેમજ જાણવી. તેથી જ કહે છે - નહીં ધરાફ્સ, *ક સચેતનનું અંતર કહ્યું. હવે અચેતન વિશેષ વિગઈનું અંતર કહે છે— [૨૮૮] ગાયોનો રસ તે ગોરસ, આ વ્યુત્પત્તિ માત્ર છે. પ્રવૃત્તિથી ભેંસ વગેરેના દૂધ દહીં આદિ રસ પણ છે. શરીર અને મનને પ્રાયઃ વિકારનો હેતુ હોવાથી વિકૃતિ [વિગઈ] કહેવાય છે. શેષ સ્પષ્ટ છે. વિશેષ એ સર્પીિ - ઘી, નવનીત - માખણ, વસા - હાડકાના મધ્યભાગનો રસ, મહારસ વડે મહાવિકાર કરનારી હોવાથી અને મહાત્ જીવોપઘાતનું કારણ હોવાથી મહાવિગઈ કહે છે. અહીં વિગઈનો પ્રસંગ હોવાથી વૃદ્ધ ગાથાઓ વડે વિગઈને કહે છે— દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, દારુ, મધ, માંસ તથા કડાવિગઈ. ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી સંબંધી દૂધ એ પાંચ ભેદ કહ્યા. ઉંટડીના દૂધમાંથી દહીં વગેરે ન થતા હોવાથી, દહીં આદિના ચાર ભેદ કહ્યા. તલ, અલસી, કુસુંભ, સરસવના તેલ એ ચાર ભેદો છે, શેષ ડોલા આદિના તેલને વિગઈમાં ગણેલ નથી... ગોળના બે ભેદ-દ્રવ્ય ગોળ, પિંડગોળ... મધ-દારુ બે ભેદે - કાષ્ઠ નિષ્પન્ન, પિષ્ઠ નિષ્પન્ન... મધ ત્રણ ભેદે - માક્ષિક, કૌતિક, ભ્રામકિ... માંસ ત્રણ ભેદે - જલચર, સ્થલયર, ખેચરનું અથવા માંસ, ચરબી, લોહી એમ ત્રણ ભેદે છે. વળી ઘી કે તેલ ભરેલ કડાઈમાં ત્રણ ઘાણ સુધી તળાય ત્યાં સુધી કડાવિગઈ કહેવાય. ચોથા આદિ ઘાણમાં તળેલ પકવાન વિગઈ ન કહેવાય. યોગવહન કરનારને પ્રાયઃ કલ્પે છે. - ૪ - એક પુડલા વડે જે તવો પુરાય છે, તેથી બીજો પુડલો જે કરાય તે વિગઈના ત્યાગ કરનાર મુનિને કલ્પે છે, કેમકે તે લેપકૃત કહેવાય છે. [૨૮૯] અચેતન અંતરના અધિકારથી જ ઘર વિશેષના અંતરને દૃષ્ટાંત વડે કહેવા તથા પુરુષ-સ્ત્રીના અંતરને દાન્તિક પણ કહેવાનું સૂત્ર– કૂટ-શિખરવાળું ઘર અથવા જીવને બાંધવાના સ્થળ જેવા ઘર તે કૂટાગાર, તેમાં ગુપ્ત-ગઢ આદિથી વીંટાયેલું અથવા ભૂમિગૃહાદિ, વળી બંધ બારણા વડે ગુપ્ત કે પૂર્વકાળ-પશ્ચાતકાળ અપેક્ષાએ ગુપ્ત છે... એમ જ બીજા ત્રણ ભેદ જાણવા. પુરુષ તો વસ્ત્રાદિ દ્વારા આચ્છાદિત હોવાથી ગુપ્ત વળી ઇન્દ્રિયોને વશ કરવા વડે ગુપ્તેન્દ્રિય અથવા પહેલાં પણ ગુપ્ત અને હાલ પણ ગુપ્ત છે. અગુપ્ત પણ એમજ છે. તથા કૂટના આકાર વાળી શાળા તે કૂટાગાર શાળા, આ સ્ત્રી લિંગ દૃષ્ટાંત છે. સ્ત્રીલક્ષણ દાિિન્તક સામ્ય છે. તેમાં ગુપ્તા એટલે પરિવાર વડે આવૃત, ઘરમાં રહેલી, વસ્ત્રાદિ આચ્છાદિત અંગવાળી કે ગૂઢ સ્વભાવા કે ગુપ્તેન્દ્રિયા કે અનુચિત પ્રવ્રુત્ત ઇન્દ્રિયોને કાબૂમાં સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ રાખનારી. એ રીતે બાકીના ભેદ જાણવા. [૨૯૦] ગુપ્તેન્દ્રિય કહ્યું, ઇન્દ્રિયો અવગાહનાના આશ્રયવાળી છે માટે અવગાહના નિરૂપણ કરે છે - જીવો જેનો કે જેમાં આશ્રય કરે તે અવગાહના અર્થાત્ શરીર. દ્રવ્યથી અવગાહના તે દ્રવ્યાવગાહના, એમ જ સર્વત્ર જાણવું. તેમાં દ્રવ્યથી અનંત દ્રવ્યરૂપ છે. ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી અસંખ્યાત સમય સ્થિતિક. ભાવથી વર્ષાદિ અનંતગુણા. - અથવા - વિવક્ષિત દ્રવ્યના આધારભૂત આકાશપ્રદેશો તે અવગાહના. તેમાં દ્રવ્યોની અવગાહના તે દ્રવ્યાવગાહના, ક્ષેત્ર એ જ અવગાહના-ક્ષેત્રાવગાહના. કાલની અવગાહના મનુષ્યક્ષેત્રમાં વર્તતી તે કાલાવગાહના, ભાવવાળા દ્રવ્યોની અવગાહના તે ભાવાવગાહના. - x - અથવા આશ્રય માત્ર અવગાહના, પર્યાયો વડે દ્રવ્યની અવગાહના તે આશ્રય અવગાહના. - ૪ - X - [૨૯૧] અવગાહનાની પ્રરૂપણા પ્રજ્ઞપ્તિઓમાં કરેલી છે, માટે પ્રજ્ઞપ્તિનું સૂત્ર કહે છે - જેમાં વિશેષથી અર્થો જણાય છે તે પ્રજ્ઞપ્તિઓ, આચારાદિ અંગસૂત્રથી બાહ્ય તે અંગબાહ્યા, નામ પ્રમાણે વર્ણનવાળી કાલિક સૂત્ર રૂપ છે. તેમાં સૂર્યપ્રાપ્તિજંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પાંચમા-છઠ્ઠા અંગના ઉપાંગ રૂપ છે. બાકીની બે પ્રજ્ઞપ્તિ પ્રકીર્ણકરૂપ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પાંચમી છે - ૪ - સ્થાન-૪ - ઉદ્દેશો-૧ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Ð સ્થાન-૪ - ઉદ્દેશો-૨ ૭ — — — * — x — * - ૦ ચોથા સ્થાનનો ઉદ્દેશો-૧ કહ્યો. હવે બીજો કહીએ છીએ. તે બંનેનો સંબંધ આ છે - અનંતર ઉદ્દેશામાં જીવાદિ દ્રવ્ય-પર્યાયોના ચાર સ્થાનો કહ્યાં. અહીં પણ તેના જ ચાર સ્થાનકો કહે છે. તેનું આદિ સૂત્ર– • સૂત્ર-૨૯૨,૨૯૩ : ચાર પતિસંલીનો કહ્યા છે - ક્રોધ પ્રતિસંલીન, માન પ્રતિસંલીન, માયા પ્રતિસંલીન, લોભ પ્રતિસંલીન... ચાર અપતિસંલીનો છે - ક્રોધ પતિસંલીન યાવત્ લોભ પતિસંલીન... ચાર પ્રતિસંલીનો છે - મન, વચન, કાય, ઇન્દ્રિય - પ્રતિાંલીન... ચાર પતિસંતીનો છે મન યાવત્ ઇન્દ્રિય પતિસંલીન. [૨૩] ચાર પ્રકારે પુરુષો કહ્યા - -- કોઈ દીન અને દીન, કોઈ દીન - અદીન, કોઈ અદીન-દીન, કોઈ અદીન-અદીન... -૨- ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ દીન-દીન પરિણત, કોઈ દીન-દીન પરિણત, કોઈ અદીન-દીન પરિણત, કોઈ અદીન-અદીન પરિણ... -૩- ચાર પ્રકારે પુરુષો કહ્યા - કોઈ દીન-દીનરૂપ,

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112