Book Title: Agam Jyot 1977 Varsh 13
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ સમી તાત્વિક–દષ્ટિની કેળવણી તરફ ગમે તે અજ્ઞાત કારણે ચાગ્યા વળાંક આપી શકતા નથી. શ્રમણસંઘની વર્તમાન-પરિસ્થિતિનું આ એક ચનીય ચિત્ર છે. આ દુઃખદ પરિસ્થિતિમાંથી ઉગારી ગુજરાતી ભાષાના માધ્યમથી આગમિક ગહન વાતને સમજાવી શ્રમણ-સંઘની પુનઃ તાત્વિક–પ્રતિષ્ઠા પ્રાપ્ત કરાવી શકે તેવા આગમધર–મહાપુરુષનાં રહસ્ય-ભરપૂર વ્યાખ્યાને આદિના સંગ્રહ રૂપ “ આગમજ્યોતનું વાંચન, મનન, પરિશીલન આદિ ખૂબ જ ઉપયેગી ધારી અનેકવિધ વિષમતાઓ વચ્ચે પણ આનું સંપાદન કરવાને પ્રયત્ન ચાલુ રાખેલ છે. એકવાર ગુરુગમથી એગ્ય રીતે આનું વાંચન કરવાથી એ અધિકારી–જિજ્ઞાસુઓને તે બાકીનું બધું ખાટી છાશ જેવું ચારહીન લાગશે, ઉપરાંત આગામે વાંચી ન શકનારા, અલપ-બુદ્ધિવાળા શ્રમ અને શ્રમણીએ આ વાંચન દ્વારા આગામિક રસાસ્વાદ માણી શકશે. સંપાદકની આ અનુભવસત્ય વિગતને લાભ લેવા સહુને નમ્ર વિનંતિ છે. આવા પરમેશ્ચ-સ્વાધ્યાય-કક્ષાના આ ગ્રંથનું સંપાદન એટલે બે બાહુના બળે દરિયો તરવાની જેમ મારા માટે અશકય કામ છતાં મારા આરાધક-જીવનના ઘડવૈયા, કરુણનિધાન વાત્સલ્ય સિંધુ ૫ સ્વ. ગચ્છાધિપતિશ્રીની નિષ્કારણ-કરુણાને જ એ વરદ પ્રતાપ અનુભવાય છે કે-આગમિક ક્ષેત્રમાં વર્ણમાળાના ચૌદમા અક્ષર જેવા મારા હસ્તક “આગમત જેવા ગંભીર-આમિક પદાર્થોથી ભરપૂર આગમિક ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ગ્રંથનું તેરમું સંકલન દેવ-ગુરુકૃપાએ થવા પામેલ છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 188