Book Title: Agam Jyot 1970 Varsh 05
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 8
________________ * પ્રાસંગિક 1 અનંત ઉપકારી વીતરાગ પરમાત્માની વાણી ખરેખર ભવવનમાં ભટક્તા અજ્ઞાનમૂઢ પ્રાણીઓ માટે સચોટ માર્ગદર્શકરૂપ છે. વિષમ કલિકાલમાં વીતરાગ પ્રભુની વાણુને બાલજી તત્વ દષ્ટિને વિકાસ કેળવી સમજી શકે, તેવા અર્થગંભીર પૂ. આગમે દ્વારકશ્રીના વ્યાખ્યાને હૃદયંગમ અને માર્મિક છે, એ વાત આબાલગોપાલ પ્રસિદ્ધ છે. એટલે વાત્સલ્યસિંધુ, પરમધારક, પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવતની અનુગ્રહભરી કરૂણ-દષ્ટિથી પરિપૂર્ણ મંગલ આશીર્વાદમય પ્રેરણું પામીને “આગમતના સંપાદનને ભાર તાડના ફળને હાથથી મેળવવાના કુવામન માનવની પ્રવૃત્તિની જેમ પરમ પુનિત દેવગુરુની અચિંત્ય શક્તિ બળે સ્વીકાર્યો. ગત ચાર વર્ષમાં યથામતિ-યથાશક્તિ પૂ. આગમ દ્વારકશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાને આદિની સામગ્રી અનેક પુણ્યશાળી મહાનુ ભાવે પાસેથી મેળવી વ્યવસ્થિતરૂપે સંકલન કરી ત્રિમાસિકના છૂટક ચાર અકે તરીકે રજુ કરી. પૂ આગમ દ્વારકશ્રીને ટંકશાળી ચિરસ્થાયી સાહિત્ય પ્રતિ હાર્દિક મમતા દાખવનારા કેટલાક મુરખી મહાનુભાવેની પુણ્ય સૂચનાથી ચારે એક સળંગ ભેગા-એક પુસ્તકાકારરૂપે ગત વર્ષથી પ્રકટ થાય છે, તેમાં એકંદરે સંપાદન અને સામગ્રીની સંકલના વ્યવસ્થિતરૂપે થાય તેમ લાગે છે. છતાં આ સંકલનામાં પૂ. આગમ દ્વારકશ્રીને આશયથી વિરૂદ્ધ અગર પંચાંગી કે પરંપરાથી વિપરીત કંઈ થયું હોય તે તેની આલેચના સાથે મિથ્યાદુષ્કૃત માંગું છું.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 280