Book Title: Agam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Deepratnasagar View full book textPage 9
________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 223