Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બત્રીસમું મુક્તાફળ સંયત પદ. તેનો અક્ષરશઃ અર્થ કરવા હંસ ભાઈ વેગીલા થયા ને અર્થ કરવા લાગ્યા
સં સંયમ......જ્ઞાન, દર્શન, ચારિત્ર સંપન્ન બનાવે છે. ય યમ-નિયમ કુમાર્ગે જતા રોકી રાખે છે. ત તપ આહારાદિ સંજ્ઞા તોડાવે છે.
અક્ષરશઃ અર્થ કરીને ચેતના બહેન સામે પ્રશ્ન ભરી દષ્ટિએ જોઈ રહ્યો. ચેતના બહેને હંસને ટપલી મારીને કહ્યું, જો તારું જ પદ આ છે. તું સંયત છો. મનુષ્યભવની મહત્તા અધિકાધિક છે. આ પદમાં ચોવીસે દંડકના જીવોને લઈને વિભાજન કરવામાં આવ્યું છે. ચાર ભેદથી સમસ્ત જીવોને આવકાર્યા છે. (૧) નારકી, એકેન્દ્રિયથી અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્છાિમ મનુષ્ય, યુગલિક તિર્યંચ અને મનુષ્ય તથા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક આટલા જીવો અસંયત છે. (૨) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અસંયત અથવા સંયતાસંયત છે. (૩) મનુષ્યના ભેદમાં સંયત છે, અસંયત છે અને સંયતાસંયત આમ ત્રણ ભેદ છે અને ચોથો પ્રકાર (૪) નોસંયત નોઅસંયત સિદ્ધોમાં પ્રાપ્ત થાય છે. આ રીતે આ મુક્તાફળમાં રસાસ્વાદનો મસાલો પ્રાપ્ત થાય છે. તેને તું માણી રહ્યો છે. સમજી લે કે આ તારું જ પદ .
આ વાત સાંભળી હંસે મસ્તક ઝુકાવી દીધું. સંયતનો ભાંગો સિદ્ધ કરી નોસંયત નોઅસંયત સિદ્ધ થવાની ભાવના ચેતના બહેન પાસે વ્યક્ત કરીને જયણાથી તેત્રીસમું મુક્તાફળ ખોલ્યું ને તેમાંથી નામ સરી પડ્યું - તેત્રીસમું મુક્તાફળ અવધિ પદ.
આ અજર અમર તું છો જ્ઞાન ગુણથી જાણ. વ વર્ધમાન પ્રભુના ચરિત્રને વાંચી વિવેકી થા. ધિ ધિરતા રાખ્યા વિના સ્થિરતા આવતી નથી.
અક્ષરશઃ અર્થ સાંભળી ચેતના બહેન બોલ્યા- બરાબર છે. જો હંસ ! આ પદમાં ક્ષયોપશમજન્ય આત્મ સંબંધ ધરાવતું એટલે કે ઇન્દ્રિયના માધ્યમ વિના રૂપી પુદ્ગલને જાણનારું અને જોનારું, તપોપૂતલબ્ધિ દ્વારા પ્રગટ થયેલું મર્યાદાવાળું જે જ્ઞાન થાય તેને અવધિજ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાન તે છ પ્રકારે હોય છે. જે જીવનો જેટલો પુરુષાર્થ નિર્મળ હોય તે પ્રમાણે થાય, વ્યક્તિના ભેદથી તેના ભેદ આ મુક્તાફળમાં દર્શાવ્યા છે. ત્યાર પછી તેનો વિષય તથા સંસ્થાન (આકાર) અનુગામી, અનાનુગામી, આભ્યતર બાહ્યાવધિ, દેશાવધિ આવું જ્ઞાન થાય. પુરુષાર્થની મંદતા અને પ્રમત્તદશાથી
44