Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૮૪ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ઇર્ષા સમિતિની વિધિની ઉપેક્ષા કરીને નીચે જોયા વગર ચાલે કે રાત્રે પૂજ્યા વગર ચાલે ત્યારે તે પ્રમત્ત સંયતને જીવ રક્ષામાં ઉપેક્ષા અને અવિવેક હોવાથી જીવ હિંસા ન થાય તો પણ આરંભિકી ક્રિયા લાગે છે. પ્રાણાતિપાત ક્રિયા જીવ હિંસા થાય ત્યારે જ લાગે છે અન્યથા લાગતી નથી; જ્યારે આરંભિકી ક્રિયા તો હિંસા થાય કે ન થાય પરંતુ હિંસાના સંકલ્પથી કે અહિંસા વિધિની ઉપેક્ષા કે અસાવધાનીથી લાગે છે.
શ્રી ભગવતી સૂત્ર શતક–૧/૧માં શુભયોગી પ્રમત્ત સંયમીને અનારંભી કહ્યા છે, તેથી અશુભયોગી પ્રમત્ત સંયમીને જ આરંભિકી ક્રિયા લાગે છે. સૂત્રકારે અછાયરસ્સવ શબ્દ પ્રયોગ દ્વારા તે ભાવ સૂચિત કર્યો છે અને “વિ” શબ્દથી તેનાથી નીચેના ગુણસ્થાનોનું સૂચન પણ થાય છે અર્થાત્ એકથી છ ગુણસ્થાનનાં જીવોને આરંભિકી ક્રિયા લાગે છે. (૨) પારિગ્રહિતી ફિયા:- સચિત્ત-અચિત્ત પદાર્થો પર મમત્વ કે મૂચ્છ ભાવથી લાગતી ક્રિયા, તેના બે ભેદ છે૧. જીવ પારિગ્રહિક ક્રિયા- દાસ-દાસી, પશુ પક્ષી વગેરેનો મૂર્છાપૂર્વક સંગ્રહ કરવો. સ્વાર્થવશ તેના પર માલિકીભાવ રાખવો. ૨. અજીવ પારિગ્રહિક ક્રિયા-ધન-ધાન્ય, સોનુ-ચાંદી આદિજડ પદાર્થોનો આસક્તિપૂર્વક સંગ્રહ કરવો. આવશ્યક ધાર્મિક ઉપકરણોમાં મમત્વભાવ કે સ્વાર્થ બુદ્ધિ ન હોવાથી તેની ગણના પરિગ્રહમાં થતી નથી.
પારિગ્રહિક ક્રિયા એક થી પાંચ ગુણસ્થાન સુધીના જીવોને હોય છે. ગgયરન્સ સંજયાસંગલ્સ - કેટલાક સંયતાસંયતને તેમજ પશબ્દથી તેનાથી નીચેના ગુણસ્થાનવર્તી જીવોને પણ આ ક્રિયા લાગે છે. શ્રાવક વ્રતધારી જીવોએ જે જે પરિગ્રહના પ્રત્યાખ્યાન કર્યા નહોય તેને તત્સંબંધી પારિગ્રહિતી ક્રિયા લાગે છે. (૩) માયાવરિયા કિયા - કુટિલતા કે વક્રતાના આચરણથી લાગતી ક્રિયાને માયાવત્તિયા ક્રિયા કહે છે. તેના બે ભેદ છે-૧. આત્મભાવવંચના ક્રિયા- સ્વયં પોત-પોતાને છેતરવા. અંતરના ભાવો છૂપાવીને બહાર સરલતાનો દેખાવ કરવો. પ્રમાદી હોવા છતાં અપ્રમાદીનો દેખાવ કરવો. ૨, પરભાવવંચના ક્રિયા- ખોટા લેખ લખીને કે ખોટા માપ-તોલ રાખીને બીજાને છેતરવા.
સ્થૂલ અને સૂક્ષ્મ સર્વ પ્રકારના કષાયના અભાવમાં આક્રિયા લાગે છે. સાયરસાવિ અખત્તસંગ કેટલાક અપ્રમત સંયમીને આ ક્રિયા લાગે છે. સાતમાથી ચૌદમા ગુણસ્થાનવર્તીિ જીવો અપ્રમત્તસંયમી છે. પરંતુ તેમાં અગિયારમાથી ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો તો વીતરાગી હોય છે, તેમને માયાપ્રત્યયા ક્રિયા લાગતી નથી. શેષ એક થી દશ ગુણસ્થાનવર્તી જીવોને આ ક્રિયા લાગે છે. અહીં “માયા” શબ્દ દ્વારા ઉપલક્ષણથી ચારે કષાયનું ગ્રહણ થાય છે. (૪) અપ્રત્યાખ્યાન ક્રિયા-પ્રત્યાખ્યાન ન કરવાથી લાગતી ક્રિયા, તેના બે ભેદ છે-૧.જીવ અપ્રત્યાખ્યાન ક્રિયા- જીવ યુક્ત સચેત પદાર્થોના પ્રત્યાખ્યાન ન કરવા. ૨. અજીવ અપ્રત્યાખ્યાન ક્રિયા- જીવ રહિતના અચેત પદાર્થોનો ત્યાગ ન કરવો.
પ્રત્યાખ્યાન ન કરનારા અવિરત જીવોને આ ક્રિયા લાગે છે. નવરાત્રિ આપવામાં એક થી ચાર ગુણસ્થાનવર્તી જીવો અવિરત હોય છે. પાંચમા દેશવિરત ગુણસ્થાનવર્તી શ્રાવકો એક દેશથી પચ્ચખાણ કરે છે. શ્રાવકો બાર પ્રકારના અવ્રતમાંથી એક ત્રસકાય સંબંધિત પચ્ચખાણ કરે છે અને શેષ અગિયાર અવ્રતના પચ્ચખાણ હોતા નથી. તેમ છતાં શ્રાવકોના પચ્ચખાણના પરિણામ હોવાથી તેને અપ્રત્યાખ્યાન ક્રિયા લાગતી નથી, માટે પૂર્ણતયા અપ્રત્યાખ્યાની જીવોને આ ક્રિયા લાગે છે.