Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૨
[ ૨૪૫]
તેમાં અન્ય ભંગ થતા નથી. શેષ ૧૯ દંડકના જીવોમાં પૂર્વવત્ ત્રણ ભંગ થાય છે. નોસંયત નોઅસંયત નોસંયતાસયત- જે જીવમાં સંયતાદિ ત્રણે ય અવસ્થા ન હોય, તેવા સિદ્ધ જીવ નોસંયત નોઅસંયત નોસંયતાસંયત છે, તેઓ અનાહારક જ હોય છે. (૯) કષાય દ્વાર :२८ सकसाई णं भंते ! जीवे किं आहारए अणाहारए ?
गोयमा ! सिय आहारए सिय अणाहारए । एवं जाव वेमाणिए । पुहत्तेणं जीवेगिंदियवज्जो तियभंगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સકષાયી જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કદાચિત આહારક હોય અને કદાચિતુ અનાહારક હોય છે. આ જ રીતે નારકીથી લઈને વૈમાનિક સુધી જાણવું જોઈએ. બહુવચનની અપેક્ષાએ સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને સકષાયી નારકી આદિ ૧૯ દંડકમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે.
२९ कोहकसाईसु जीवाइएसु एवं चेव, णवरं देवेसु छब्भंगा । माणकसाईसु मायाकसाईसु य एवं चेव । णवरं देव-णेरइएसु छब्भंगा। अवसेसाणं जीवेगिदियवज्जो तियभंगो। ___ लोभकसाईएसु णेरइएसु छब्भंगा । अवसेसेसु जीवेगिदियवज्जो तियभंगो। अकसाई जहा पोसण्णी णोअसण्णी । ભાવાર્થ - ક્રોધકષાયી આદિમાં પણ આ જ રીતે ત્રણ ભંગ કહેવા જોઈએ. વિશેષતા એ છે કે ક્રોધ કષાયી દેવોમાં છ ભંગ થાય છે.
માનકષાયી અને માયાકષાયમાં આ જ રીતે ત્રણ-ત્રણ ભંગ કહેવા જોઈએ. વિશેષતા એ છે કે દેવો અને નારકીઓમાં છ ભંગ પ્રાપ્ત થાય છે. સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડીને શેષ જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે.
લોભકષાયી નૈરયિકોમાં છ ભંગ હોય છે. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ ૧૯ દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ હોય છે. અકષાયીની વક્તવ્યતા નોસંજ્ઞી નોઅસંજ્ઞીની સમાન જાણવી જોઈએ. વિવેચન :સકષાયી - ક્રોધાદિ કોઈપણ કષાય સહિતના જીવોને સકષાયી કહે છે. એકથી દશ ગુણસ્થાનવર્તી જીવો સકષાયી છે. સમુચ્ચય જીવો તથા ૨૪ દંડકના જીવો સકષાયી હોય છે. તેમાં એક માત્ર વળાંકવાળી વિગ્રહગતિની અપેક્ષાએ જીવ અનાહારક હોય છે.
એક જીવમાં આહારક અથવા અનાહારક કોઈપણ એક અવસ્થા હોય છે. અનેક જીવોની અપેક્ષાએ સકષાયી સમુચ્ચય જીવો તથા સકષાયી પાંચ સ્થાવર જીવોમાં ઘણા જીવો આહારક અને ઘણા જીવો અનાહારક હોય છે. તેમાં અન્ય ભંગ થતા નથી તેથી તે અભંગક છે. શેષ ૧૯ દંડકના સકષાયી અનેક જીવોમાં ત્રણ ભંગ થાય છે.