Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
'અહાવીસ પદ: આહાર: ઉદ્દેશક-ર
|
૨૪૭ |
|३३ मणपज्जवणाणी जीवा मणूसा य एगत्तेण वि पुहत्तेण वि आहारगा, णो अणाहारगा। ભાવાર્થ-મન પર્યવજ્ઞાની સમુચ્ચય જીવ અને મનુષ્ય એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારક હોય છે, અનાહારક નથી. ३४ केवलणाणी जहा णोसण्णी णोअसण्णी । ભાવાર્થ :- કેવળજ્ઞાનીનું કથન નોસંજ્ઞી નોઅસંજ્ઞીના કથનની જેમ જાણવું જોઈએ. ३५ अण्णाणी मइअण्णाणी सुयअण्णाणी जीवेगिंदियवज्जो तियभंगो । ભાવાર્થ :- અજ્ઞાની, મતિ અજ્ઞાની અને શ્રત અજ્ઞાનીમાં સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ ૨૩ દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. સમુચ્ચય અનેક જીવ અને એકેન્દ્રિય અજ્ઞાનીમાં એક ભંગ(અભંગક) થાય છે. |३६ विभंगणाणी पंचेंदियतिरिक्खजोणिया मणूसा य आहारगा, णो अणाहारगा अवसेसेसु जीवादीओ तियभंगो । ભાવાર્થ:- વિર્ભાગજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યો આહારક હોય છે, અનાહારક હોતા નથી. શેષ જીવાદિમાં જેને વિર્ભાગજ્ઞાન છે તેમાં ત્રણ ભંગ થાય છે. વિવેચન :સમુચ્ચયજ્ઞાની :- સમ્યગુદષ્ટિ જીવોના બોધને જ જ્ઞાન કહેવાય છે તેથી સમુચ્ચય જ્ઞાનીમાં સૂત્રકારે સમ્યગુદષ્ટિનો અતિદેશ કર્યો છે. એકેન્દ્રિય મિથ્યાદષ્ટિ હોવાથી તે સિવાયના ઓગણીસ દંડકના પ્રત્યેક જીવ તથા સમુચ્ચય જીવ એકવચનની અપેક્ષાએ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. બહુવચનની અપેક્ષાએ સમુચ્ચય જ્ઞાની જીવો, નારકી, ભવનપતિ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાણવ્યંતર,
જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. સિદ્ધ જ્ઞાની અનાહારક જ હોય છે. સમ્યગદષ્ટિ વિક્વેદ્રિયોમાં છ ભંગ :- વિક્લેન્દ્રિયોમાં કેટલાક જીવોને અપર્યાપ્તાવસ્થામાં અત્યંત અલ્પકાલ માટે જ સાસ્વાદન સમકિત હોય છે તેથી તેમાં જ્ઞાની અવસ્થા પણ અલ્પ સંખ્યક જીવોને અલ્પકાલીન હોય છે. તેમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે. આભિનિબોવિકલ્લાની તથા શ્રુતજ્ઞાની :- બંને જ્ઞાન સમુચ્ચય જ્ઞાનીની જેમ સર્વ જીવોમાં જાણવા. એકેન્દ્રિયોમાં જ્ઞાનનો જ અભાવ હોવાથી તેની પૃચ્છા કરી નથી. અવધિજ્ઞાની :- પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, નારકી અને દેવોને અવધિજ્ઞાન હોય છે, શેષ જીવોમાં તેનો અભાવ છે અર્થાત્ એકેન્દ્રિય તથા ત્રણ વિકસેન્દ્રિય તે આઠ દંડકના જીવોમાં અવધિજ્ઞાન નથી. તિર્યંચ પંચેન્દ્રિય પૂર્વ ભવમાંથી અવધિજ્ઞાન સહિત જન્મ ધારણ કરતા નથી, તેથી તેને અપર્યાપ્તાવસ્થામાં કે વિગ્રહગતિમાં અવધિજ્ઞાન હોતું નથી, પર્યાપ્તાવસ્થામાં જ કોઈને અવધિજ્ઞાન હોવાથી તે આહારક જ હોય છે. અવધિજ્ઞાની સમુચ્ચય જીવો, મનુષ્યો, નૈરયિકો તથા સર્વ દેવોમાં ત્રણ-ત્રણ ભંગ હોય છે.