Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 474
________________ [ ૪૦૬ ] શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩ જવું, તેને કર્મબંધ કહે છે. (૨) ઉત્કર્ષણ(ઉદ્વર્તના) -સ્થિત્યનુમાયોતિ સર્ષi [ોન્મદીર] બંધાયેલા કર્મની સ્થિતિ અને અનુભાગમાં વૃદ્ધિ થવી, તેને ઉત્કર્ષણ અથવા ઉદ્દવર્તના કહે છે. ઉદયાવલિકા પ્રવેશ થઈ ગયો હોય, તે કર્મની સ્થિતિમાં ઉત્કર્ષણ થતું નથી. ઉદયાવલિની બહારની બધી જ સ્થિતિના કર્મોનું ઉત્કર્ષણ થઈ શકે છે. (૩) અપકર્ષણ(અપવર્તના):-સ્થિત્યનુમાયોનિરપર્વ [ોમટસIR]સ્થિતિ અને અનુભાગની હાનિ એટલે કે પહેલા જે સ્થિતિ અને અનુભાગો બાંધેલા હતા, તેમાં ઘટાડો થવો, તે અપકર્ષણ અથવા અપવર્તના છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર કે તપની આરાધનાથી સાધક પૂર્વોપાર્જિત કર્મોની સ્થિતિને ઘટાડે છે અથવા સ્થિતિનો ઘાત કરે છે તેને અપકર્ષણ કહે છે. અપકર્ષણ અને ઉદ્વર્તન પુણ્ય-પાપ બંને પ્રકૃતિઓનું થાય છે. (૪) સંક્રમણ - પરyતનપાનન [મદસાર] બંધાયેલી પ્રકૃતિઓનું અન્ય સજાતીય પ્રકૃતિઓમાં પરિણમન થવું, તેને સંક્રમણ કહે છે. જ્યારે આત્માના પ્રયત્ન વિશેષથી એક પ્રકૃતિનું અન્ય સજાતીય પ્રવૃતિઓમાં પરિણમન થાય છે તેને સંક્રમણકરણ કહે છે. સંક્રમણને વિપરિણમન પણ કહે છે. સંક્રમણ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ ચારે પ્રકારના બંધમાં થાય છે. તિબુક સંક્રમણ- ગતિ, જાતિ આદિ પિંડ પ્રકૃતિઓમાંથી વિવક્ષિત એક પ્રકૃતિના ઉદયમાં અનૂદિત શેષ સજાતીય અને તુલ્ય સ્થિતિવાળી પ્રકૃતિઓનું સંક્રમિત થઈ જવું; તેને તિબુકસંક્રમણ કહે છે. દા.ત. એકેન્દ્રિય જીવોના ઉદય પ્રાપ્ત એકેન્દ્રિય નામકર્મમાં અનુદિત બેઇન્દ્રિય જાતિ આદિનું સંક્રમણ થઈને ઉદયમાં આવવું. (૫) ઉદીરણાઃ-મુંગરાનો ૩૦ લીરબાપ પાવન પci (પંચસંગ્રહ) કર્મોના ફળ ભોગવવાના કાળને ઉદય કહે છે અને અપક્વ કર્મોના પાચનને ઉદીરણા કહે છે. ઉદયકાળને અયોગ્ય કર્મોનું આત્માના પ્રયત્ન વિશેષથી નિયત સમયની પૂર્વે ઉદય માટે ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થવું, ઉદયમાં ન આવેલા કર્મોને પ્રયત્ન વિશેષથી ઉદયમાં લાવવા, તેને ઉદીરણા કહે છે. () સત્તા - કર્મોનું આત્મામાં સ્થિત થવું, ટકી રહેવું, તેને સત્તા કહે છે. કર્મો બાંધ્યા પછી પોતાનું ફળ આપીને આત્માથી પૃથકન થાય ત્યાં સુધી તે આત્મા સાથે સંબંધિત રહે છે. તે કાલમર્યાદાને સત્તા કહે છે. (૭) ઉદય:- વ્યાવિ નિમિત્તવશાત્ કર્મા પત્તપ્રતિસવ: (સર્વાર્થ સિદ્ધિ) દ્રવ્ય, ક્ષેત્ર આદિના નિમિત્તે પૂર્વકૃત શુભાશુભ કર્મોનું પરિપક્વ થઈ ફળરૂપે અનુભવમાં આવવું તેને ઉદય કહે છે. કર્મ ક્યારે ય ફળ આપ્યા વિના ખરી જતા નથી. ઉદયના બે પ્રકાર છે– પ્રદેશોદય અને વિપાકોદય. બંધાયેલા કર્મોનો અન્યરૂપે અનુભવ થવો અર્થાત્ જે કર્મોના દલિકો બાંધ્યા છે તેનો રસ, અનુભવાતી(ઉદયમાં આવેલી) અન્ય સજાતીય પ્રકૃતિઓ સાથે ભોગવાય જાય તો તે કર્મોદયને પ્રદેશોદય કહે છે અને બદ્ધ પ્રકૃતિ સ્વયં પોતાનો વિપાક તે જ રૂપે પ્રગટ કરે, તેવા કર્મોદયને વિપાકોદય કહે છે. (૮) ઉપશમ - ઢાંકવું. જે રીતે મલિન પાણીમાં ફટકડી નાંખતા પાણીની મલિનતા નીચે બેસી જાય છે ઉપરથી પાણી નિર્મળ દેખાય છે, તે રીતે કર્મોનો વિપાક અમુક સમય માટે દબાઈ જાય તો તેને ઉપશમ કહે છે. ઉપશમભાવ વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ ટકી રહે છે. ત્યારપછી તેની અવધિ સમાપ્ત થતાં જ તે કર્મ પુનઃ ઉદયમાં આવે છે. (૯) નિધન :- જે કર્મોની ઉદીરણા કે અન્ય પ્રકૃતિ રૂપે સંક્રમણ થતું નથી અર્થાત જે કર્મોના ઉદયમાં ઉદવર્તના–અપવર્તના સિવાયના અન્ય કરણ અસર કરતા નથી એવા કર્મોના બંધને નિધત્ત કહે છે.

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486