Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 475
________________ | પરિશિષ્ટ-૨ઃ કર્મ પરિશીલન ૪૦૭ ] (૧) નિકાચિત :- જે કર્મોના ઉદય માટે ઉદીરણા, અપવર્તના, ઉદ્વર્તના, સંક્રમણ આદિ એક પણ કરણ સમર્થ બનતા નથી, જે રીતે કર્મબંધ થયો છે, તે જ રૂપે ઉદયમાં આવે છે, તેને નિકાચિત કર્મ કહે છે. નિર્જરા - પૂર્વ બાંધેલા કર્મોનું ખરી જવું, તે નિર્જરા છે. નિર્જરાના બે પ્રકાર છે– સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. યથાક્રમથી ઉદયમાં આવીને, શુભાશુભ ફળ આપીને કર્મોનું ખરી જવું, તે સવિપાક નિર્જરા છે અને કર્મોને તપ આદિ ક્રિયા વિશેષથી ઉદીરણા દ્વારા ઉદયાવલિમાં પ્રવિષ્ટ કરાવી ભોગવી લેવા અને આત્મપ્રદેશોથી ખેરવી નાંખવા, તેને અવિપાક નિર્જરા કહે છે. તે ઉપરાંત પ્રદેશોદયથી થતી નિર્જરા અવિપાક નિર્જરા છે અને વિપાકોદયથી થતી નિર્જરા સવિપાક નિર્જરા છે. અબાધાકાલ - બંધાયેલું કર્મ જ્યાં સુધી જીવને બાધા પહોંચાડે નહીં, પોતાનું ફળ આપે નહીં, સુષુપ્ત અવસ્થામાં પડ્યું રહે, તે કાલમર્યાદાને અબાધાકાલ કહે છે. અબાધાકાલમાં રહેલા કર્મોની ઉદીરણા થતી નથી. વિસયોજના – ઉપશમ કે ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનું અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા લોભરૂપે પરિણમન થવું, તેને વિસંયયોજના કહે છે. ઉકલન – અપૂર્વકરણ કે અનિવૃત્તિ કરણ એવા કોઈપણ કરણ કર્યા વિના સજાતીય પ્રવૃતિઓનું સજાતીય પ્રકૃતિમાં સંક્રમિત થવું, તેને ઉદ્ધલન કહે છે. અપૂર્વકરણ:- રા: રિબામા: ન પૂર્વ અપૂર્વ જે પરિણામોને પૂર્વે ધારણ ન કર્યા હોય, તેવા પરિણામોને અપૂર્વકરણ કહે છે. અનિવૃત્તિકરણ -નિવૃતિ વ્યાવૃતિ રવિદાસે નિવૃત્તિકા તેડનિવૃતવI (ધવલા) સમાન સમયવર્તી જીવોના પરિણામોના ભેદ રહિત વૃત્તિને અનિવૃત્તિ કહે છે. જે પરિણામોની નિવૃત્તિ થતી નથી એટલે કે છુટકારો થતો નથી તેને અનિવૃત્તિ કહે છે. અનિવૃત્તિકરણમાં પ્રત્યેક સમયે એક જ પરિણામ શક્ય છે. વેદન(વેદના) -વેવન વેદઃ જે વેદી શકાય, અનુભવી શકાય, તે વેદન છે. અનુભવને વેવના અનુભવ કરવાનું નામ વેદના છે. આ રીતે જીવના શુભાશુભ આત્મ પરિણામોથી કર્મોની સ્થિતિ પરિવર્તિત થયા કરે છે. જ્યારે જીવનો સમ્યક પુરુષાર્થ પ્રબળ બને, જીવ સ્વરૂપમાં સ્થિર થાય, ત્યારે કર્મોનો ક્ષય થતો જાય છે. સંપૂર્ણ કર્મોનો આત્યંતિક ક્ષય થાય, ત્યારે તે જીવ જન્મ-મરણના પરિભ્રમણથી સદાને માટે મુક્ત થાય છે. કર્મ સંબંધિત સાહિત્ય - અધ્યાત્મ સાધનામાં કર્મ સિદ્ધાંતની સ્પષ્ટતા અનિવાર્ય હોવાથી આગમ ગ્રંથોમાં અનેક સ્થાને કર્મ વિષયક વિચારણા છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર પદ–૨૩માં આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ, તેની સ્થિતિ, વિપાક આદિનું વિસ્તૃત વર્ણન છે. તે ઉપરાંત પદ–૨૪ થી ૨૭માં કર્મબંધ અને ઉદયનો પરસ્પર સંબંધ, એક કર્મબંધ સમયે થતો વિવિધ કર્મબંધ, વિવિધ કર્મનો ઉદય; એક કર્મના ઉદયમાં વિવિધ કર્મોનો બંધ અને ઉદય વગેરે વિષયોની વિચારણા છે. શ્રી ભગવતી સૂત્રમાં આઠે કર્મબંધના કારણોનું સ્પષ્ટીકરણ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કર્મપ્રકૃતિ' નામના તેત્રીસમા અધ્યયનમાં કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ, આ ચારે પ્રકારના બંધનું નિરૂપણ છે. ગોમટ્ટસાર અને પંચસંગ્રહ જેવા મહાન ગ્રંથોમાં કર્મ વિજ્ઞાનની ચોક્કસ માહિતીઓ ઉપલબ્ધ થાય છે. શ્રી દેવેન્દ્રસૂરિ રચિત છ કર્મગ્રંથોમાં કર્મ સંબંધી સૂક્ષ્મતમવિશ્લેષણ છે. તેમાં ગુણસ્થાનના આધારે કર્મોના બંધ, ઉદય, ઉદીરણા, સત્તા આદિનું વર્ણન છે. અહીં કર્મગ્રંથના અધારે કર્મોના બંધ, ઉદય, ઉદીરણા આદિના કોષ્ટકો આપ્યા છે.

Loading...

Page Navigation
1 ... 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486