Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 449
________________ | છત્રીસમું પદઃ સમુઘાત [ ૩૮૧ ] બહાર કાઢે છે તે પુગલોથી કેટલું ક્ષેત્ર વ્યાપ્ત થાય છે અને કેટલું ક્ષેત્ર સ્પષ્ટ થાય છે? ઉત્તર– હે ગૌતમ ! પહોળાઈ અને જાડાઈથી શરીર પ્રમાણ અને લંબાઈમાં જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું તથા ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન જેટલું ક્ષેત્ર એક દિશામાં અથવા વિદિશામાં વ્યાપ્ત થાય છે અને સ્પષ્ટ થાય છે. ७५ से णं भंते ! खेत्ते केवइकालस्स अफुण्णे, केवइकालस्स फुडे ? गोयमा ! एगसमइएण वा, दुसमइएण वा, तिसमइएण वा विग्गहेण एवइकालस्स अफुण्णे एवइकालस्स फुडे । सेस तं चेव जाव पंचकिरिया वि । ભાવાર્થ:- પન્ન- હે ભગવન્! પૂર્વોક્ત ક્ષેત્ર કેટલા કાળમાં વ્યાપ્ત થાય છે અને કેટલા કાળમાં સ્પષ્ટ થાય છે? ઉત્તર- હે ગૌતમ! એક સમય, બે સમય કે ત્રણ સમયના વિગ્રહથી તે ક્ષેત્ર વ્યાપ્ત થાય છે અને સ્પષ્ટ થાય છે. શેષ સમસ્ત વર્ણન પૂર્વવત્ જાણવું યાવત પાંચ ક્રિયાઓ લાગે છે, ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. ७६ एवं णेरइए वि, णवरं- आयामेणं जहण्णेणं अंगुलस्स संखेज्जइभागं, उक्कोसेणं संखेज्जाइ जोयणाई एगदिसिं, एवइए खेत्ते अफुण्णे एवइए खेत्ते फुडे । केवइकालस्स अफुण्णे, तं चेव जहा जीवपए । एवं जहा णेरइयस्स तहा असुरकुमारस्स, णवरं- एगदिसि विदिसिं वा । एवं जाव थणियकुमारस्स । वाउक्काइयस्स जहा जीवपए, णवरं- एगदिसिं । पंचेंदियतिरिक्खजोणियस्स णिरवसेसं जहा रइयस्स । मणूस-वाणमंतर-जोइसिय-वेमाणियस्स णिरवसेसं जहा असुरकुमारस्स । ભાવાર્થ :- આ રીતે નૈરયિકોના વૈક્રિય સમુદ્યાતની વક્તવ્યતા પણ કહેવી જોઈએ. વિશેષતા એ છે કે નૈરયિકોના વૈક્રિય સમુઘાત દ્વારા લંબાઈમાં અંગુલના સંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કૃષ્ટ સંખ્યાત યોજન જેટલું ક્ષેત્ર એક દિશામાં વ્યાપ્ત થાય અને સ્પષ્ટ થાય છે. આ ક્ષેત્ર કેટલા કાળમાં વ્યાપ્ત થાય વગેરે સમસ્ત વર્ણન સમુચ્ચય જીવ પદની સમાન જાણવું જોઈએ. જેવી રીતે નૈરયિકોનું કથન છે, તેવી જ રીતે અસુરકુમાર દેવોના વૈક્રિય સમુઘાતનું કથન પણ જાણવું. વિશેષતા એ છે કે દેવોના વૈક્રિય સમુઘાતજન્ય ફુગલો એકદિશા કે વિદિશામાં પણ વ્યાપ્ત થાય છે. આ પ્રમાણે વાવ સ્વનિતકુમાર દેવો સુધીનું વર્ણન જાણવું જોઈએ. વાયુકાયિક જીવોના વૈક્રિય સમુઘાતનું કથન જીવપદની સમાન કહેવું, વિશેષતા એ છે કે વાયુકાયના વૈક્રિય સમુદ્ઘાતજન્ય પુદ્ગલો માત્ર એક દિશામાં જ વ્યાપ્ત થાય છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના વૈક્રિય સમુઠ્ઠાતનું સમગ્ર કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકના વૈક્રિય સમુઘાતનું સંપૂર્ણ કથન અસુરકુમાર દેવોની સમાન જાણવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486