Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| છત્રીસમું પદઃ સમુદ્યાત
૩૭૯ ]
गोयमा ! एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं एवइकालस्स अफुण्णे एवइकालस्स फुडे । सेसं तं चेव जाव पंचकिरिया। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તે ક્ષેત્ર કેટલા કાળમાં પુદગલોથી વ્યાપ્ત અને કેટલા કાળમાં સ્પષ્ટ થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે એક સમય, બે સમય, ત્રણ સમય અને ચાર સમયમાં વિગ્રહગતિમાં જેટલો કાળ લાગે છે એટલા કાળમાં તે નીકળેલા પુલોથી વ્યાપ્ત થાય છે અને સ્પષ્ટ થાય છે.
શેષ સમગ્ર વક્તવ્યતા વેદના સમુદ્દઘાતની સમાન જાણવી યાવત કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર અને કદાચિત્ પાંચ ક્રિયાઓ લાગે છે, અહીં સુધીનું કથન કરવું જોઈએ. ७२ एवं णेरइए वि, णवरं- आयामेणं-जहण्णेणं साइरेगं जोयणसहस्सं उक्कोसेणं असंखेज्जाई जोयणाई एगदिसिं एवइए खेत्ते अफुण्णे एवइए खेत्ते फुडे; विग्गहेणं एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा, णवर चउसमइएण ण भण्णइ । सेसं तं चेव जाव पंचकिरिया वि । ભાવાર્થ :- સમુચ્ચય જીવની જેમ નૈરયિકની મારણાંતિક સમુદ્રઘાત સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે લંબાઈમાં જઘન્ય સાધિક હજાર યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજનનું ક્ષેત્ર એક જ દિશામાં ઉક્ત યુગલોથી વ્યાપ્ત થાય છે અને એટલું જ ક્ષેત્ર સ્પષ્ટ થાય છે તથા એક સમય, બે સમય કે ત્રણ સમયના વિગ્રહથી તે ક્ષેત્ર વ્યાપ્ત અને સ્પષ્ટ થાય છે. તેમાં ચાર સમયના વિગ્રહનું કથન ન કરવું જોઈએ. શેષ સમગ્ર વક્તવ્યતા પૂર્વવત્ યાવત પાંચ ક્રિયાઓ લાગે છે, ત્યાં સુધી કથન કરવું જોઈએ. |७३ असुरकुमारस्स जहा जीवपए, णवरं-विग्गहो तिसमइओ जहा णेरइयस्स। सेसं तं चेव । जहा असुरकुमारे एवं जाव वेमाणिए, णवरं एगिदिए जहा जीवे णिरवसेस । ભાવાર્થ - અસુરકુમારની વક્તવ્યતા પણ સમુચ્ચય જીવ પદના મારણાંતિક સમુદ્યાત સંબંધી વક્તવ્યતા અનુસાર જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમારનો વિગ્રહ નારકીના વિગ્રહની સમાન ત્રણ સમયનો કહેવો જોઈએ. શેષ સમગ્ર કથન પૂર્વવત્ જાણવું.
જે પ્રમાણે અસુરકમારના વિષયમાં કહ્યું તે જ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ વિશેષતા એ છે કે એકેન્દ્રિયનું સમગ્ર કથન સમુચ્ચય જીવની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં મારણાંતિક સમુદ્યાતથી વ્યાપ્ત થતું ક્ષેત્ર તથા તેના કાલનું નિરૂપણ છે. સમુચ્ચય જીવ- મારણાંતિક સમુદ્યાત દ્વારા જીવ જે પુગલોને પોતાના આત્મપ્રદેશોથી બહાર કાઢે છે તે પગલોથી પહોળાઈ અને જાડાઈમાં શરીર પ્રમાણ, લંબાઈમાં પોતાના શરીરની બહાર જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગના તથા ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન સુધીના ક્ષેત્રને એક દિશામાં વ્યાપ્ત કરે છે અને એટલા જ ક્ષેત્રને સ્પષ્ટ કરે છે. મારણાંતિક સમુદ્યાત સમયે આત્મ પ્રદેશોની કે પુદ્ગલોની વિદિશામાં