Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 464
________________ [ ૩૯૬] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ ૩qતેહપતેઃ- ઋજુશ્રેણીને પ્રાપ્ત થઈને. કર્મમુક્ત થયેલો જીવ જુશ્રેણી અર્થાત્ વળાંક રહિત સીધી શ્રેણીથી જ ગમન કરે છે. મુક્ત થયેલો જીવ એક સમયમાં જ લોકાગ્રે પહોંચી જાય છે. જો સીધી ગતિથી જાય, તો જ એક સમયમાં પહોંચી શકે; વળાંકવાળી ગતિમાં બે, ત્રણ સમય લાગે છે. આત્મા જે ક્ષેત્રથી સિદ્ધ થાય, તેની જ બરાબર ઉપર સિદ્ધ ક્ષેત્રમાં લોકાગ્રે પહોંચી જાય છે. આ રીતે મુક્ત થયેલા જીવનું ગંતવ્ય સ્થાન એકદમ સીધાઈમાં જ હોવાથી તેને વળાંક લેવાની જરૂર હોતી નથી, તેથી જ તે જીવ એક સમયની ઋજુગતિથી ત્યાં પહોંચી જાય છે. અલકાપા - અસ્પૃશ્યમાનગતિ (૧) સ્વાવગાઢ આકાશ પ્રદેશો સિવાયના બાકીના આકાશ પ્રદેશોનો સ્પર્શ કર્યા વિના જે ગતિ થાય, તે અસ્પૃશ્યમાનગતિ છે. (૨) મનુષ્ય ક્ષેત્રમાંથી સિદ્ધ ક્ષેત્ર સુધી જીવ એક સમયમાં લોકાગ્રે પહોંચી જાય છે. ખરેખર સિદ્ધ થયેલો જીવ જે સમયે કર્મોથી મુક્ત થાય છે, તે જ સમયે લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે, તેમાં તેને અન્ય સમય વ્યતીત થતો નથી. માર્ગમાં અન્ય સમય ન લાગવાની અપેક્ષાએ જ તે આકાશ પ્રદેશ અસ્પષ્ટ કહેવાય છે, કારણ કે માર્ગમાં તેનો કોઈ સમય હોતો નથી, તેથી મુક્ત જીવની અસ્પૃશ્યમાન ગતિ કહી છે. સરોવર લિફાફ - સાકારોપયોગે સિદ્ધ થાય છે. મુક્ત થયેલા જીવને કેવળજ્ઞાન અને કેવળદર્શન, આ બે ઉપયોગ હોય છે. તેમાં સિદ્ધ થવાના સમયે અવશ્ય સાકારોપયોગ- કેવળજ્ઞાનનો ઉપયોગ હોય છે, કારણ કે કોઈ પણ લબ્ધિ કે ઉપલબ્ધિ સાકારોપયોગમાં જ થાય છે. સિદ્ધોનું સ્વરૂપ નિરૂપણ:९५ ते णं तत्थ सिद्धा भवंति, असरीरा जीवघणा सण-णाणोवउत्ता णिट्ठियट्ठा णीरया णिरेयणा वितिमिरा विसुद्धा सासयमणागयद्धं कालं चिट्ठति । से केणटेणं भंते ! एवं वुच्चइ- ते णं तत्थ सिद्धा भवंति असरीरा जीवघणा सण-णाणोवउत्ता णिट्ठियट्ठा णीरया णिरेयणा वितिमिरा विसुद्धा सासयमणागयद्धं कालं चिट्ठति ? गोयमा ! से जहाणामए बीयाणं अग्गिदड्डाणं पुणरवि अंकुरुप्पत्ती ण हवइ, एवमेव सिद्धाण वि कम्मबीएसु दड्डेसु पुणरवि जम्मुप्पत्ती ण हवइ । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ ते णं तत्थ सिद्धा भवंति असरीरा जीवघणा सण-णाणोवउत्ता णिट्ठियट्ठा णीरया णिरेयणा वितिमिरा विसुद्धा सासयमणागयद्धं कालं चिट्ठति त्ति । णिच्छिण्णसव्वदुक्खा, जाइजरामरणबंधणविमुक्का । सासयमव्वाबाहं, चिटुंति सुही सुहं पत्ता ॥ ભાવાર્થ :- સિદ્ધો ત્યાં અશરીર, સઘન આત્મપ્રદેશોવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગ સહિત, કતાર્થ, કર્મરજથી રહિત, નિષ્કપ, અજ્ઞાનાંધકારથી રહિત અને પૂર્ણ શુદ્ધ હોય છે તથા શાશ્વત ભવિષ્યકાળ સુધી રહે છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે સિદ્ધો ત્યાં અશરીરી, સઘન આત્મપ્રદેશયુક્ત, કૃતાર્થ, દર્શનજ્ઞાનોપયુક્ત, કર્મરાજ રહિત, નિષ્કપ, વિતિમિર અને વિશુદ્ધ હોય છે તથા શાશ્વત ભવિષ્યકાળ સુધી તે જ સ્થિતિમાં રહે છે?

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486