Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
સાકારોપયોગ । – જ્ઞાનના માધ્યમે જીવ વસ્તુના બોધ માટે પ્રવૃત્તિ કરે તે સાકારોપયોગ છે તેમાં જીવ વિવિધ વિચારણા સહિત જાણે છે. સાકારોપયોગ જ્ઞાનરૂપ છે. તેના આઠ ભેદ છે– પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન.
૨૦
સમ્યગ્દષ્ટના બોધને જ્ઞાન અને મિથ્યાત્વીના બોધને અજ્ઞાન કહે છે. જીવના મતિ, શ્રુત અને અવધિરૂપ બોધ જ તેના મિથ્યાત્વ પરિણામના કારણે ક્રમશઃ મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભગજ્ઞાન કહેવાય છે. મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન સમકિતીને જ થાય છે તેથી તે જ્ઞાનરૂપ જ છે, અજ્ઞાનરૂપ નથી. અનાકારોપયોગ– ચક્ષુ આદિ દર્શનોના માધ્યમે જીવ વસ્તુના બોધ માટે પ્રવૃત્તિ કરે તેને અનાકારોપયોગ કહે છે. તેમાં જીવ વસ્તુને વિશેષ વિચારણા રહિત સામાન્યપણે જાણે—જુએ છે. અનાકારોપયોગ દર્શનરૂપ છે. તેના ચાર ભેદ છે– (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન. અનાકારોપયોગ સામાન્ય દર્શન રૂપ । હોવાથી તેમાં સમિકતી અને મિથ્યાત્વીના દર્શનમાં કોઈ તફાવત નથી. ૨૪ દંડકના જીવોમાં ઉપયોગઃ
४ णेरइयाणं भंते ! कइविहे उवओगे पण्णत्ते ? गोयमा ! दुविहे उवओगे पण्णत्ते, तं जहा- सागारोवओगे य अणागारोवओगे य ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નૈયિકોના ઉપયોગના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! બે પ્રકાર છે, જેમ કે– સાકારોપયોગ અને અનાકારોપયોગ.
५ णेरइयाणं भंते ! सागारोवओगे कइविहे पण्णत्ते ?
गोयमा ! छव्विहे पण्णत्ते, तं जहा- मइणाणसागारोवओगे, सुयणाणसागारोवओगे, ओहिणाणसागरोवओगे, मइअण्णाणसागारोवओगे, सुयअण्णाणसागारोवओगे, विभंगणाणसागारोवओगे ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નૈરિયકોના સાકારોપયોગના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! છ પ્રકાર છે, જેમ કે – (૧) મતિજ્ઞાન સાકારોપયોગ (૨) શ્રુતજ્ઞાન સાકારોપયોગ (૩) અવધિજ્ઞાન સાકારોપયોગ (૪) મતિ અજ્ઞાન સાકારોપયોગ (૫) શ્રુત-અજ્ઞાન સાકારોપયોગ અને (૬) વિભંગજ્ઞાન સાકારોપયોગ.
६ णेरइयाणं भंते ! अणागारोवओगे कइविहे पण्णत्ते ?
નોયમા ! તિવિષે પળત્તે, તું ના- ચવધુ્રવસળગળા નોવોને, અવનવુ दंसणअणागारोवओगे, ओहिदंसणअणागारोवओगे य । एवं जाव थणियकुमाराणं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નૈયિકોના અનાકારોપયોગના કેટલા પ્રકાર છે ?
ઉત્તર– હે ગૌતમ ! ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) ચક્ષુદર્શન અનાકારોપયોગ (૨) અચક્ષુદર્શન અનાકારોપયોગ અને (૩) અવધિદર્શન અનાકારોપયોગ. આ જ રીતે અસુરકુમારથી લઈને સ્તનિતકુમાર સુધી (સાકારોપયોગ અને અનાકારોપયોગનું કથન કરવું જોઈએ.)
૭ પુષિવાડ્યાળ મંતે ! પુચ્છા ? નોયમા ! તુવિષે વોને વળત્તે, तं जहा - सागारोवओगे य अणागारोवओगे य ।