Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
થતાં સામાન્ય બોધનું આવરણ કરનાર કર્મ. (૯) કેવળદર્શનાવરણ- એક જ સમયમાં લોકાલોકના ભાવો જોનાર આત્માના કેવળદર્શન ગુણનું આવરણ કરનાર કર્મ.
-
જ્ઞાનાવરણીય કર્મની જેમ જ સ્વયં ઉદયને પ્રાપ્ત અથવા બીજા દ્વારા ઉદીરિત થતાં દર્શનાવરણીયકર્મ દ્વારા દર્શન ગુણ આવરિત થાય છે.
- વેર્ ોનાં... :- જીવ અન્ય નિમિત્તથી અથવા સ્વાભાવિક રીતે તથાપ્રકારના એક કે અનેક પુદ્ગલોને અથવા પુદ્ગલ પરિણામને ભોગવે છે. તે પુદ્ગલોને ભોગવતાં-ભોગવતાં તેની દર્શન શક્તિ ક્ષીણ થાય છે, જેમ કે કોમળ શય્યા આદિ સાધનો, ગરિષ્ટ પદાર્થ યુક્ત ભોજનનું પરિણમન, અત્યંત શ્રમ પછી એકાંત શાંત સ્થાન વગેરે નિમિત્તો પ્રાપ્ત થતાં જીવનિદ્રાધીન બની જાય, પાંચ પ્રકારની નિદ્રાવસ્થા દર્શનગુણની સર્વ થાતી પકૃતિ છે. નિદ્રાવસ્થામાં ચક્ષુ કે ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો દ્વારા બૌધ થતો નથી. આ રીતે નિદ્રાવસ્થા દર્શનગુણ પર સંપૂર્ણપણે આવરણ કરે છે તેથી તેનો સમાવેશ દર્શનાવરણીયકર્મના વિપાકમાં થાય છે.
આ રીતે પાંચ પ્રકારની નિદ્રાવસ્થા અને ચક્ષુ આદિ ચાર પ્રકારના દર્શનનું આવરણ થાય તે દર્શનાવરણીય કર્મનો વિષાક-ફળ છે.
વેદનીયકર્મનો વિપાક :– વેદનીય કર્મના બે ભેદ છે– શાતાવેદનીય અને અશાતાવેદનીય, બંને પ્રકારના વેદનીય કર્મોનો આઠ-આઠ પ્રકારનો વિપાક છે.
શાતાવેદનીય કર્મનો આઠ પ્રકારનો વિપાક ઃ– શાતાવેદનીયકર્મ પોતાનું ફળ આઠ પ્રકારે આપે છે– (૧) મનોજ્ઞ(મનગમતા) વેણુ, વીલ્લા આદિના શબ્દોની પ્રાપ્તિ (૨) મનોજ્ઞરૂપની પ્રાપ્તિ (૩) અત્તર, ચંદન, ફૂલ આદિ મનોજ્ઞ ગંધની પ્રાપ્તિ (૪) શેરડી આદિ મનોજ્ઞ સુસ્વાદુ રસની પ્રાપ્તિ (૫) મનોજ્ઞ સ્પર્શની પ્રાપ્તિ (૬) મનનું સુખ (૭) વચનનું સુખ, વચનો સાંભળવા માત્રથી કાનમાં અને મનમાં આહ્લાદ ઉત્પન્ન થાય તે (૮) કાયાનું સુખ.
ઉપરોક્ત આઠે પ્રકારના વિપાકમાં પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયોની પ્રાપ્તિ થવી. બીજાના અનુકૂળ શબ્દાદિનું શ્રવણ થાય, અનુકૂળ રૂપ, ગંધ, રસ અને સ્પર્શની પ્રાપ્તિ થાય, તે શાતાવેદનીયકર્મના ઉદયનું ફળ છે. ક્યારેક અન્ય કોઈ પણ નિમિત્ત વિના મનમાં સહજ રીતે પ્રસન્નતાનો અનુભવ થાય, તે મનસૌખ્ય છે, તે રીતે વચન અને કાયાનું પણ શુભ અનુકૂળ પ્રવર્તન થવું તે વચનસૌખ્ય અને કાય સૌખ્ય છે. સંક્ષેપમાં અનુકૂળ પુદ્ગલોની, અનુકૂળ સંધોગોની, અનુકૂળ વાતાવરણની પ્રાપ્તિ થવી તે શાતાવેદનીય કર્મનું ફળ છે, અશાતાવેદનીયક્રર્મનો આઠ પ્રકારનો વિપાક :- શાતાવેદનીયકર્મથી વિપરીત આઠ પ્રકારનો અશાતાવેદનીયકર્મનો વિપાક-ફળ છે.
(૧) અમનોજ્ઞ શબ્દ– મનને અપ્રિય લાગે તેવા કાગડા, ગધેડા આદિના કર્કશ શબ્દોની પ્રાપ્તિ થવી. (૨) અમનોજ્ઞ રૂપ– મનને અપ્રિય લાગે તેવા કદરૂપા પદાર્થોનો સંયોગ થવો. (૩) અમનોજ્ઞ ગંધ– મૃત કલેવર આદિ દુગંધી પદાર્થોનો સંયોગ થવો. (૪) અમનોજ્ઞ રસ– મનને પ્રતિકૂળ સ્વાદવાળા પદાર્થો પ્રાપ્ત થવા. (૫) અમનોજ્ઞ સ્પર્શ– કર્કશાદિ પ્રતિકૂળ સ્પર્શની પ્રાપ્તિ થવી. (૬) મનનું દુઃખ- તથા પ્રકારના સંયોગથી મનની અપ્રસન્નતા, શોક, નારાજગી વગેરે. (૭) વચનનું દુ:ખ— અન્યની કર્કશ, કઠોર આદિ અપ્રિય વાણી સાંભળવા મળવી. (૮) કાયાનું દુઃખ- તથા પ્રકારના સંયોગથી શારીરિક દુઃખ, પ્રતિકૂળતા પ્રાપ્ત થવી.