Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૪
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
–સત્તાવીસમું પદ: કર્મવેદ-વેદકPE/PPE/PPPPPE// જ્ઞાનાવરણીયાદિ કર્મ વેદનમાં અન્ય કર્મ વેદન:| ફ ાં તે ! માડીનો પારો ? જોયા ! સટ્ટા તું કહणाणावरणिज्ज जाव अंतराइयं । एवं रइयाणं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કર્મપ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! આઠ છે, જેમ કેજ્ઞાનાવરણીય યાવત અંતરાયકર્મ. આ જ રીતે નારકીથી લઈને વૈમાનિક સુધી ૨૪ દંડકના જીવોને આઠ કર્મપ્રકૃતિઓ હોય છે. | २ जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं वेदेमाणे कइ कम्मपगडीओ वेदेइ ?
गोयमा! सत्तविहवेदए वा अट्ठविहवेदए वा । एवं मणूसे वि । अवसेसा एगत्तेण वि पुहत्तेण वि णियमा अट्ठविहकम्मपगडीओ वेदेति जाव वेमाणिया । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતો એક જીવ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે સાત કે આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે.
આ રીતે મનુષ્યના વિષયમાં પણ જાણવું જોઈએ. મનુષ્ય સિવાય શેષ સર્વ દંડકના એક કે અનેક જીવો નિયમા આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. | ३ जीवा णं भंते ! णाणावरणिज्ज कम्मं वेदेमाणा कइ कम्मपगडीओ वेदेति?
गोयमा ! सव्वे वि ताव होज्जा अट्ठविहवेदगा, अहवा अट्ठविहवेदगा य सत्तविहवेदगे य, अहवा अट्ठविहवेदगा य सत्तविहवेदगा य । एवं मणूसा वि ।
दरिसणावरणिज्ज अंतराइयं च एवं चेव भाणियव्वं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક જીવો જ્ઞાનાવરણીયકર્મનું વેદન કરતા કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે?
ઉત્તર– હે ગૌતમ! (૧) સર્વ જીવો આઠ કર્મ વેદક હોય છે અથવા (૨) અનેક જીવો આઠ કર્મ વેદક હોય છે અને એક જીવ સાત કર્મ વેદક હોય છે અથવા (૩) અનેક જીવો આઠ કર્મ વેદક અને અનેક જીવો સાત કર્મ વેદક હોય છે. આ જ રીતે મનુષ્યોમાં પણ આ ત્રણ ભંગ થાય છે.
દર્શનાવરણીય અને અંતરાય કર્મના વેદનમાં અન્ય કર્મોના વેદન સંબંધી કથન જ્ઞાનાવરણીય કર્મની સમાન જાણવું જોઈએ. | ४ वेयणिज्ज-आउय-णाम-गोयाइं वेदेमाणे कइ कम्मपगडीओ वेदेइ ? गोयमा! जहा बंधगवेदगस्स वेयणिज्जं तहा भाणियव्वं ।