Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૧s |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
કર્મોદયના ઉપરોક્ત નિમિત્તમાંથી ગતિ, સ્થિતિ અને ભવનું નિમિત્ત સ્વનિમિત્ત છે અને એક કે અનેક પૌદ્ગલિક પદાર્થો કે પદાર્થનું પરિણમન પર નિમિત્ત છે. કર્મનો ઉદય ક્યારેક સ્વનિમિત્તક હોય, ક્યારેક પરનિમિત્તક હોય અને ક્યારેક સ્વ–પર ઉભય નિમિત્તક હોય છે. આ રીતે પ્રત્યેક કર્મોનો વિપાક ગતિ, સ્થિતિ આદિ નિમિત્તને પ્રાપ્ત કરીને પુદ્ગલના માધ્યમથી થાય છે. શાનાવરણીય કર્મનો વિપાક - જ્ઞાનાવરણીય કર્મનો વિપાક દશ પ્રકારે અનુભવાય છે. જ્ઞાનાવરણીય કર્મનું ફળ દશ પ્રકારે ભોગવાય છે. પાંચ ઇન્દ્રિયનું આવરણ અને તેના વિજ્ઞાનનું આવરણ. આ રીતે તેના દશ પ્રકાર થાય છે. તેના મુખ્ય પ્રકાર બે છે– (૧) ઇન્દ્રિયાવરણ- શબ્દાદિ વિષયો ગ્રહણ કરવાની ક્ષમતા ન હોવી, તે ઇન્દ્રિયાવરણ છે. (૨) ઈન્દ્રિય-વિજ્ઞાનાવરણ– વિષયો ગ્રહણ થયા પછી તેનું વિશેષ જ્ઞાન ન થવું અથવા તેની સ્મૃતિ કે ધારણા ન થવી, તે વિજ્ઞાનાવરણ છે. આ રીતે પાંચ ઇન્દ્રિય અને તેના વિજ્ઞાનનું આવરણ સમજી શકાય છે.
પાંચ પ્રકારની દ્રવ્યેન્દ્રિયની પ્રાપ્તિ અંગોપાંગનામકર્મજન્ય છે પરંતુ પાંચ પ્રકારની ભાવેન્દ્રિયની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. ભાવેન્દ્રિયના બે ભેદ છે– લબ્ધિ અને ઉપયોગ. કાન, આંખ આદિદ્રવ્યેન્દ્રિયોની પ્રાપ્તિ થવા છતાં ઇન્દ્રિયાવરણથી તે-તે ઇન્દ્રિયની લબ્ધિ-ભાવેન્દ્રિય પર આવરણ થાય છે. તેથી તે ઇન્દ્રિયની પોતાના વિષયને ગ્રહણ કરવાની ક્ષમતા રહેતી નથી અને ઇન્દ્રિય વિજ્ઞાનાવરણથી તે-તે ઇન્દ્રિય-ભાવેન્દ્રિય(ઉપયોગ) પર આવરણ થાય છે, તેથી વિષય ગ્રહણ થવા છતાં તે તે વિષયનું વિશેષ જ્ઞાન થતું નથી. દસ પ્રકારનો વિપાક આ પ્રમાણે છે(૧) શ્રોત્રાવરણ– શ્રોત્ર-શ્રોતેંદ્રિય વિષયક લબ્ધિ–ક્ષયોપશમ પર આવરણ થવું. એકેન્દ્રિયાદિ જીવોને કાન ન મળવા અથવા પંચેન્દ્રિય જીવોને કાન મળવા છતાં કાનમાં શબ્દ ગ્રહણ કરવાની શક્તિ ન હોય અર્થાત્ બહેરાપણું હોય, તે શ્રોત્રાવરણ છે. (૨) શ્રોત્ર વિજ્ઞાનાવરણ– શ્રોતેન્દ્રિયના ઉપયોગ પર આવરણ થવું. અર્થાત્ શબ્દ સાંભળવા છતાં તેનો વિશેષ અર્થ ન સમજવો. અબુધ બાળક શબ્દ સાંભળે છે, છતાં તેનો ભાવ સમજી શકતા નથી. (૩) નેત્રાવરણ- એકેન્દ્રિયયાદિ જીવોને આંખ ન મળવી તેમજ ચૌરેન્દ્રિયાદિ જીવોને આંખ મળવા છતાં જોવાની ક્ષમતા ન હોવી અર્થાત્ જન્માંધતા, મોતિબંદુ કે ચશ્માના નંબર આવવા તે નેત્રાવરણ છે. (૪) નેત્ર વિજ્ઞાનાવરણ– દેખાવા છતાં તેનું વિશેષ જ્ઞાન ન થવું. મૂર્ખ વ્યક્તિ સામે ઊભેલી અન્ય વ્યક્તિને જોઈ શકે છે, પરંતુ તેના હાવભાવ વગેરે ઓળખી શકતી નથી. (૫) ઘાણાવરણ- એકેન્દ્રિયાદિ જીવોને નાક ન મળવા તેમજ તેઇન્દ્રિયાદિ જીવોને નાક મળવા છતાં ગંધના પુગલોને ગ્રહણ કરવાની ક્ષમતા ન હોવી. (૬) ઘ્રાણવિજ્ઞાનાવરણ- ગંધ આવવા છતાં તેની વિશેષ પરખ ન હોવી. (૭) રસેન્દ્રિયાવરણ– એકેન્દ્રિય જીવોને જીભ ન મળવી તેમજ બેઇન્દ્રિયાદિ જીવોને જીભ હોવા છતાં સ્વાદના પુગલોને ગ્રહણ કરવાની ક્ષમતા ન હોવી. (૮) રસેન્દ્રિય વિજ્ઞાનાવરણ– સ્વાદ આવવા છતાં તેની વિશેષ પરખ ન હોવી. (૯) સ્પર્શેન્દ્રિયાવરણ સ્પર્શેન્દ્રિય હોવા છતાં સ્પર્શની શક્તિ ન હોવી. સ્પર્શનો અનુભવ ન થવો. શરીરના જે ભાગમાં લકવાની અસર હોય, ત્યાં સ્પર્શનો અનુભવ થતો નથી.