Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ ઉદ્દેશક-૧
૧૧૫ ]
કર્મબદ્ધ જીવ જ નવા કર્મોને બાંધે છે. કર્મથી સર્વથા મુક્ત થયેલા સિદ્ધ જીવો કર્મ બાંધતા નથી, તેથી “શુદ્ધ જીવ દ્વારા કરાયેલા નહીં પરંતુ કર્મબદ્ધ જીવ દ્વારા કરાયેલા” એ અર્થ સમીચીન છે. જીવન વિજ્ઞાન :- જીવ દ્વારા નિષ્પાદિત. કર્મબંધ સમયે જીવ કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. કાર્મ વર્ગણામાં જ્ઞાનાવરણીયાદિ કર્મપ્રકતિઓના ભેદ હોતા નથી. જીવ ગ્રહણ કરે ત્યારે તુરંત જ જીવના વીર્ય પરાક્રમથી તેમાં કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ નિશ્ચિત થાય છે. જે રીતે એક જ આહારના પુલો સહજ રીતે શરીરમાં પરિણમન પામીને સાત ધાતુમાં પરિણત થાય, તે જ રીતે કાર્પણ વર્ગણાના પુદ્ગલો જ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિરૂપે પરિણત થાય છે, તેને કર્મનું નિષ્પાદન-નિર્વર્તન કહે છે. આ પ્રક્રિયા જીવના અનાભોગ વીર્યથી જ થાય છે, તેથી સૂત્રકારે જીવ દ્વારા નિષ્પાદિત કહ્યું છે. ની પરિમિક્સ :- જીવ દ્વારા પરિણામિત. કર્મબંધ સમયે જીવના પરિણામો જેવા હોય તે પ્રમાણે કર્મપ્રકૃતિ નિશ્ચિત થાય છે. જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનો ઉપર પ્રàષ કરતા કર્મ બંધ થતો હોય, તો તે કર્મ જ્ઞાન પર આવરણ કરશે. આ રીતે પ્રત્યેક કર્મબંધના કારણો પ્રમાણે ઉત્તરોત્તર કર્મ પરિણામને પ્રાપ્ત થયેલા. સર્વ વ ૩કિસ્સ:- સ્વયં ઉદીરણાને પ્રાપ્ત થયેલા. અન્ય કોઈ પણ નિમિત્ત વિના પોતાની ગતિ,જાતિ અનુસાર કર્મ ઉદયમાં આવે. જેમ કે– મનુષ્યાયુષ્ય સાથે પંચેન્દ્રિય જાતિ નામ કર્મ સ્વયં ઉદયમાં આવે છે, તે સ્વયં ઉદીરિત કહેવાય છે. રે વ ીરિયલ્સ:- અનિમિત્તથી ઉદીરણાને પ્રાપ્ત થયેલા. જેમ કે અન્યના કટુ વચન શ્રવણથી અરતિ મોહનીયનો ઉદય થાય, તો તે પર દ્વારા ઉદીરિત કર્મ કહેવાય. તમM વા ૩ીરિઝમક્સિ :- સ્વ અને પર બંનેના નિમિત્તથી ઉદયમાં આવેલા. જેમ કે નરકગતિમાં પરમાધામીકૃત વેદનામાં પોતાના કર્મનો ઉદય અને અન્યનું નિમિત્ત બંને હોય છે.
પણ :- ગતિને પ્રાપ્ત કરીને. કોઈ કર્મનો વિપાક ગતિના નિમિત્તથી થાય છે. તે કર્મ ચોક્કસ ગતિને પામીને તીવ્ર વિપાકયુક્ત થઈ જાય છે, જેમ કે- અશાતાવેદનીયકર્મ નરકગતિને પ્રાપ્ત કરીને તીવ્ર વિપાકવાળું થઈ જાય છે. અશાતાવેદનીય કર્મનો તીવ્ર ઉદય નારકીઓને હોય છે તેવો તિર્યંચ આદિ અન્ય ગતિના જીવોને હોતો નથી. UિM:- સ્થિતિને પામીને. અહીં સ્થિતિ શબ્દથી સર્વોત્કૃષ્ટસ્થિતિનું ગ્રહણ થાય છે. કોઈ કર્મ સર્વોત્કૃષ્ટ સ્થિતિને પામીને તીવ્ર વિપાકવાળું થાય છે. આવું પણ ભવને પ્રાપ્ત કરીને, કોઈ કર્મ ભવના નિમિત્તથી પોતાનોવિપાક બતાવવા સમર્થ હોય છે, જેમ કે– મનુષ્યભવ અને તિર્યંચભવને પામી નિદ્રારૂપદર્શનાવરણીય કર્મ પોતાનો વિશિષ્ટ વિપાક પ્રગટ કરે છે. જોગાનં પણ કાષ્ઠ, ઢેકું અને તલવાર વગેરે બાહ્ય પુલનું નિમિત્ત પામીને કર્મનો ઉદય થાય છે, જેમ કે-બીજાએ ફેંકેલ કાષ્ઠ, ઢેકું અને તલવાર વગેરે પુગલને પામી અશાતાવેદનીય કર્મ અને ક્રોધાદિ કષાય મોહનીય કર્મનો ઉદય થાય છે. પતિ પરિણામે પુખ :- પુદ્ગલ પરિણામને પામીને. કોઈ કર્મ પુદ્ગલના પરિણામને પામીને વિપાકને પ્રાપ્ત થાય છે, જેમ કે– આહારના અજીર્ણ પરિણામથી અશાતાવેદનીય કર્મ અને મદિરાપાનથી જ્ઞાનાવરણીયકર્મ વિપાકને પ્રાપ્ત થાય છે.