Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ ઉદ્દેશક-૧
[ ૧૨૧ |
સ્વર- કર્કશ સ્વર, (૧૨) અકાંત સ્વર- અનિચ્છિત સ્વર, (૧૩) અપ્રિયસ્વર, (૧૪) અમનોજ્ઞ સ્વરબીજાને વારંવાર સાંભળવાની ઇચ્છા ન થાય, તેવો સ્વર. આ ચૌદ અશુભ નામકર્મનું સ્વરૂપ ઉપર વર્ણિત શુભ નામકર્મના સ્વરૂપથી વિપરીત છે.
આ રીતે નામકર્મ શરીર સંબંધિત છે. રૂપવાન, તેજસ્વી આકર્ષક શરીરની પ્રાપ્તિ થવી તે શુભ નામકર્મનું ફળ છે અને કદરૂપું, નિસ્તેજ, કાંતિદીન શરીરની પ્રાપ્તિ થવી, તે અશુભ નામકર્મનું ફળ છે. ગોત્ર કર્મનો વિપાક :- ગોત્રકર્મના મુખ્ય બે ભેદ છે– (૧) ઉચ્ચગોત્ર કર્મ. (૨) નીચગોત્ર કર્મ. જાતિ આદિ આઠ પ્રકારની વિશિષ્ટતાનો અનુભવ કરાવે, તે ઊંચગોત્ર કર્મનો વિપાક છે અને તે આઠ પ્રકારે હીનતાનો અનુભવ કરાવે તે નીચગોત્રનો વિપાક છે. ઊંચ ગોત્ર કર્મનો આઠ પ્રકારે વિપાક- (૧) જાતિ વિશિષ્ટતા- શ્રેષ્ઠ જાતિમાં જન્મ થવો અથવા નિમ્ન જાતિમાં જન્મથવા છતાં રાજા વગેરે વિશિષ્ટ પુરુષ તેનો સ્વીકાર કરીને ઊંચ પદે સ્થાપિત કરે, તો તે જાતિવિશિષ્ટતા કહેવાય છે. (૨) કુળ વિશિષ્ટતા- શ્રેષ્ઠ કુળમાં જન્મ થવો અથવા શ્રેષ્ઠ કુળમાં સન્માનિત થવું. (૩) બળ વિશિષ્ટતા- મલ્લ આદિની જેમ વિશિષ્ટ શારીરિક શક્તિથી સંપન્ન હોવું. (૪) રૂપ વિશિષ્ટતા- ઉત્તમ વસ્ત્ર-અલંકારાદિથી સંપન્ન. (૫) તપ વિશિષ્ટતા- ઉત્તમ કોટિના તપનું આચરણ કરવું. બાર ભેદે તપ કરવાની વિશિષ્ટ ક્ષમતાની પ્રાપ્તિ થવી. (૬) શ્રત વિશિષ્ટતા- વિશિષ્ટ જ્ઞાન અને અભુત જ્ઞાનની પ્રાપ્તિ થવી. (૭) લાભ વિશિષ્ટતા- પોત-પોતાની જાતિમાં સર્વ શ્રેષ્ઠ પદાર્થને રત્ન કહે છે, જેમ કે મનુષ્યોમાં ચક્રવર્તી શ્રેષ્ઠ છે, તેથી તેને નરરત્ન, એકેન્દ્રિયોમાં ચક્ર આદિ સાત ચક્રવર્તીના રત્નો, તિર્યંચ પંચેન્દ્રિયમાં અશ્વરત્ન, ગજરત્ન વગેરે. આ રીતે પોત-પોતાની જાતિમાં શ્રેષ્ઠતમ અવસ્થાનો લાભ થવો તેમજ બહુમુલ્યવાન ઉત્તમ કોટિના રત્ન વગરેની પ્રાપ્તિ થવી. (૮) ઐશ્વર્ય વિશિષ્ટતા- ધન, સુવર્ણ આદિ પદાર્થો તથા સન્માન પ્રતિષ્ઠા લોકમાં ઐશ્વર્યજનક છે, તેનાથી સંપન્ન થવું. નીચ ગોત્ર કર્મનો આઠ પ્રકારનો વિપાક - જાતિ આદિની આઠ પ્રકારે હીનતા પ્રાપ્ત થવી, તે નીચગોત્રનું ફળ છે. (૧) જાતિ હીનતા- નીચ જાતિમાં જન્મ થવો. (૨) કુળ હીનતા- નીચ કુળમાં જન્મ થવો. તેમજ તુચ્છ કે નિંદનીય નીચ કુળ યોગ્ય આચરણ કરવું. તે કુળ હીનતા છે. (૩) શારીરિક બળની હીનતા. (૪) રૂપાહીનતા (૫) તપીનતા- શ્રેષ્ઠ તપ સાધનાનું આચરણ ન કરવું. (૪) શ્રુત હીનતાવિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ ન થવી. (૭) લાભ હીનતા– કોઈ પણ શ્રેષ્ઠ પદાર્થોનો લાભ ન થવો, દેશ-કાળને અયોગ્ય વ્યાપાર કરવાથી લાભહીનતા થવી. (૮) ઐશ્વર્યા હીનતા- બાહ્ય ઋદ્ધિ ધન સંપત્તિ આદિ અને આત્યંતર ઋદ્ધિ, બુદ્ધિ સંપન્નતા આદિ ગુણોની પ્રાપ્તિ ન થવી.
સંક્ષેપમાં ઊંચ ગોત્ર કર્મના ફળ સ્વરૂપે જીવને શ્રેષ્ઠ સ્થાન, શ્રેષ્ઠ પદ અને શ્રેષ્ઠ પદાર્થો તથા ઉત્તમ કોટિના લાભની પ્રાપ્તિ થાય છે અને નીચ ગોત્ર કર્મના ફળ સ્વરૂપે શ્રેષ્ઠ સ્થાનાદિ તથા ઉત્તમ કોટિના લાભની પ્રાપ્તિ થતી નથી.
ગોત્ર કર્મનો ઉદય ક્યારેક પુગલ અને પુગલ પરિણામથી થાય છે. જેવી રીતે શક્તિવર્ધક ઔષધિના નિરંતર સેવનથી બળની વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે અને ક્યારેક ગોત્ર કર્મના સ્વતઃ ઉદયથી જ જાતિ આદિની વિશિષ્ટતા કે હીનતા પ્રાપ્ત થાય છે. અંતરાયકર્મનો વિપાક:- અંતરાયકર્મની પાંચ પ્રકૃતિ છે અને તે પાંચ પ્રકારે જ પોતાનું ફળ આપે છે.