Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ત્રેવીસમું પદ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૧
૧૦૯ |
સંસારી જીવો આઠે કર્મનું વેદન કરે છે. તેમાંથી જે જીવ સ્વપુરુષાર્થથી કર્મનો ક્ષય કરે, તે જીવોને તે તે કર્મનું વેદન અટકી જાય છે.
જે જીવના ઘાતકર્મોનો ક્ષય થયો નથી, તે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનું વેદન કરે છે, જે જીવે મોહનીય કર્મનો ઉપશમ કે ક્ષય કર્યો હોય તેવા અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્તી છાસ્થ વીતરાગી જીવો સાત કર્મોનું વેદન કરે છે અને જેણે ચારે ઘાતકર્મોનો ક્ષય કર્યો છે, તેવા કેવળજ્ઞાની જીવો ચાર અઘાતી કર્મોનું વેદન કરે છે. મનુષ્યને છોડી શેષ ૨૩ દંડકના જીવો ઘાતકર્મોનો ક્ષય કરવામાં સમર્થ ન હોવાથી તે આઠેય કર્મોનું વેદન કરે છે. મનુષ્યના એક દંડકમાં ચાર ઘાતકર્મનું વેદન વિકલ્પ થાય છે, તેથી મનુષ્યોમાં એકથી દશ ગુણસ્થાનવર્તી મનુષ્યો આઠ કર્મોનું વેદન કરે છે. અગિયારમા, બારમા ગુણસ્થાનવર્તી મનુષ્યો સાત કર્મોનું વેદન કરે છે. તેરમા-ચૌદમાં ગુણસ્થાનવર્તી મનુષ્યો ચાર અઘાતી કર્મોનું વેદન કરે છે. વેદનીય આદિ ચાર અઘાતી કર્મનો ઉદય ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે. તેથી અઘાતી કર્મોનું વેદન બધા જ મનુષ્યો કરે છે. સિદ્ધ જીવો એક પણ કર્મનું વેદન કરતા નથી. પાંચમું દ્વાર : અષ્ટ કર્મ વેદના પ્રકાર:
१३ णाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स पुट्ठस्स बद्ध-फासपुट्ठस्स संचियस्स चियस्स उवचियस्स आवागपत्तस्स विवागपत्तस्स फलपत्तस्स उदयपत्तस्स जीवेणं कडस्स, जीवेणं णिव्वत्तियस्स, जीवेणं परिणामियस्स, सयं वा उदिण्णस्स, परेण वा उदीरियस्स, तदुभएण वा उदीरिज्जमाणस्स, गई पप्प, ठिई पप्प, भवं पप्प, पोग्गलं पप्प, पोग्गलपरिणामं पप्प, कइविहे अणुभावे पण्णत्ते ?
गोयमा ! णाणावरणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणाम पप्प दसविहे अणुभावे पण्णत्ते, तं जहा- सोयावरणे, सोयविण्णाणावरणे, णेत्तावरणे, णेत्तविण्णाणावरणे, घाणावरणे, घाणविण्णाणावरणे, रसावरणे, रसविण्णाणावरणे, फासावरणे, फासविण्णाणावरणे । जं वेदेइ पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणाम वा वीससा वा पोग्गलाण परिणाम, तेसि वा उदएण जाणियव्व ण जाणइ,जाणिउकामे वि ण जाणइ, जाणित्ता वि ण जाणइ, उच्छण्णणाणी यावि भवइ णाणावरणिज्जस्स कम्मस्स उदएणं । एस णं गोयमा ! णाणावरणिज्जे कम्मे । एस णं गोयमा ! णाणावरणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प दसविहे अणुभावे પાણ7 I. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જીવ દ્વારા બદ્ધ, સ્પષ્ટ, બદ્ધ-સ્પષ્ટ, સંચિત, ચિત અને ઉપચિત, કિંચિત્ વિપાકને પ્રાપ્ત, વિશિષ્ટવિપાકને પ્રાપ્ત, ફળને પ્રાપ્ત તથા ઉદય પ્રાપ્ત, જીવ દ્વારા કૃત, જીવ દ્વારા નિષ્પાદિત, જીવ દ્વારા પરિણામિત, સ્વયં દ્વારા ઉદીર્ણ(ઉદયને પ્રાપ્ત) બીજા દ્વારા ઉદયને પ્રાપ્ત અથવા સ્વ પર બંને દ્વારા(જ્ઞાનાવરણીયાદિ કર્મના) ઉદયને પ્રાપ્ત કરીને, ગતિને પ્રાપ્ત કરીને, સ્થિતિને પ્રાપ્ત કરીને, ભવને, પુગલને તથા પુગલ પરિણામને પ્રાપ્ત કરીને જ્ઞાનાવરણીય કર્મનો કેટલા પ્રકારનો અનુભાવ-વિપાક હોય છે?