Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| બાવસીયું પદઃ ક્રિયા
[ ૮૧]
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં આયોજિતા ક્રિયાઓના ભેદ તથા જીવ, સમય, દેશ, પ્રદેશની અપેક્ષાએ તેના પરસ્પર સહભાવનું સંક્ષિપ્ત કથન છે. આયોજિતાકિયા – આયોગ ની સંસાર ત્યાજિક જે ક્રિયાઓ જીવને સંસારમાં આયોજિત કરનારી એટલે જોડનારી છે, સંસાર પરિભ્રમણની કારણભૂત છે, તે આયોજિતા ક્રિયા કહેવાય છે. જોકે ક્રિયાઓ સાક્ષાત્ કર્મબંધનનું કારણ છે, છતાં તે પરંપરાએ સંસારનું કારણ બને છે. ક્રિયા દ્વારા જ જ્ઞાનાવરણીયાદિ કર્મબંધ થાય છે, તે સંસારનું સાક્ષાત્ કારણ છે, તેથી પરંપરાએ આ ક્રિયાઓ સંસારનું કારણ બને છે, તે સ્પષ્ટ થઈ જાય છે.
કાયિકી આદિ પાંચે ક્રિયાઓ જીવને સંસારમાં ભવભ્રમણ કરાવે છે, આયોજિત કરાવે છે, તેથી તે આયોજિતા ક્રિયા કહેવાય છે. તે ક્રિયાઓનો પરસ્પર સંબંધ વિષયક ચાર-ચાર આલાપક થાય છે. જીવમાં ક્રિયાઓની સ્પષ્ટતા-અસ્પષ્ટતા :५० जीवे णं भंते ! जं समयं काइयाए अहिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए पुढे ? पाणाइवायकिरियाए पुढे ? ___ गोयमा ! अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं काइयाए अहिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए पुढे, पाणाइवायकिरियाए पुढे । अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं काइयाए अहिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए पुढे पाणाइवायकिरियाए अपुढे ।
अत्थेगइए जीवे एगइयाओ जीवाओ जं समयं काइयाए अहिगरणियाए पाओसियाए किरियाए पुढे तं समयं पारियावणियाए किरियाए अपुढे पाणाइवायकिरियाए अपुढे, अत्थेगइए जीवे एगइओ जीवाओ जं समयं काइयाए अहिगरणियाए पाओसियाए किरियाए अपुढे त समय पारियावणियाए किरियाए अपुढे पाणाइवायकिरियाए अपुढे । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! જે સમયે જીવ કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાથી સ્પષ્ટ હોય છે, તે સમયે શું તે પારિતાપનિકી ક્રિયાથી પૃષ્ટ થાય છે અથવા પ્રાણાતિપાતિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) એક જીવની અપેક્ષાએ કોઈ જીવ જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે અને પ્રાણાતિપાતક્રિયાથી (પણ) સ્પષ્ટ થાય છે, (૨) કોઈ જીવ જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે પરંતુ પ્રાણાતિપાતક્રિયાથી સ્પષ્ટ થતો નથી, (૩) કોઈ જીવ, જે સમયે કાયિકી, અધિકરણિકી અને પ્રાàષિકી ક્રિયાથી સ્પષ્ટ થાય છે, તે સમયે પારિતાપનિકી ક્રિયાથી અસ્પૃષ્ટ હોય છે અને પ્રાણાતિપાતક્રિયાથી પણ અસ્પષ્ટ હોય છે તથા (૪) કોઈ જીવ, જે સમયે કાયિક,