Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એકવીસમું પદ : અવગાહના સંસ્થાન
संखेज्जइभागं, उक्कोसेणं जोयणसयसहस्सं । एवं जाव थणियकुमाराणं । एवं ओहियाणं वाणमंतराणं । एवं ओहिया जोइसियाण वि ।
૩૩
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરકુમારદેવ પંચેંદ્રિય વૈક્રિય શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરહે ગૌતમ ! અસુરકુમાર દેવ પંચદ્રિય વૈક્રિય શરીરની અવગાહના બે પ્રકાર છે, જેમકે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. તેમાંથી ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાત હાથ છે. ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ એક લાખ યોજન છે.
આ જ રીતે યાવત્ સ્તનિતકુમાર સુધીના દેવોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય બંને પ્રકારના શરીરની જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના જાણવી જોઈએ. આ જ રીતે સમુચ્ચય વાણવ્યંતરદેવોની અવગાહના પણ જાણવી જોઈએ. આ જ રીતે સમુચ્ચય જ્યોતિષ્ઠદેવોની પણ અવગાહના જાણવી જોઈએ.
|७७ सोहम्मीसाणगदेवाणं एवं चेव उत्तरवेडव्विया जाव अच्चुओ कप्पो । णवरंसणंकुमारे भवधारणिज्जा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं छ रयणीओ, एवं माहिंदे वि, बंभलोयलंतगेसु पंच रयणीओ, महासुक्क सहस्सारेसु चत्तारि रयणीओ, आणय-पाणय-आरण-अच्चुएसु तिण्णि रयणीओ ।
ભાવાર્થ :સૌધર્મ-ઈશાનકલ્પના દેવોથી અચ્યુતકલ્પના દેવો સુધીની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય અવગાહના પૂર્વવત્ જાણવી જોઈએ. વિશેષતા માત્ર એ છે કે સનત્કુમાર કલ્પના દેવોની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ છ હાથ, માહેન્દ્રકલ્પવાસી દેવોની પણ છ હાથ, બ્રહ્મલોક-લાંતક કલ્પના દેવોની પાંચ હાથ, મહાશુક્ર-સહસ્રાર કલ્પના દેવોની ચાર હાથ અને આણતપ્રાણત, આરણ-અચ્યુત કલ્પના દેવોની અવગાહના ત્રણ હાથ છે.
७८ गेवेज्जग- कप्पातीत वेमाणिय- देवपंचेंदिय-वेडव्वियसरीरस्स णं भंते ! केमहालिया सरीरोगाहणा पण्णत्ता ? गोयमा ! गेवेज्जगदेवाणं एगा भवधारणिज्जा सरीरोगाहणा पण्णत्ता, सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं दो रयणीओ । एवं अणुत्तरोववाइयदेवाण वि, णवरं - एक्का रयणी ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ત્રૈવેયક કલ્પાતીત વૈમાનિકદેવ પંચેંદ્રિય વૈક્રિયશરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રૈવેયકદેવોની એકમાત્ર ભવધારણીય શરીરાવગાહના હોય છે, તે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ બે હાથની છે.
આ જ રીતે અનુત્તરોપપાતિકદેવોની ભવધારણીય શરીરાવગાહના પણ જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તેઓની ઉત્કૃષ્ટ શરીર અવગાહના એક હાથની છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વૈક્રિયશરીરી જીવોના ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાની પ્રરૂપણા કરવામાં આવી છે. તેનું કોષ્ટક આ પ્રમાણે છે—