Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
બાવસીસ પદ:ક્રિયા
.
[૫૯]
બાવીસમું પદ | પરિચય ક ક ક ક છ છ ક ક ક ક ક ક ક ક ક
આ પદનું નામ ક્રિયાપદ છે. આ પદમાંવિવિધદષ્ટિકોણથી ક્રિયાઓનું ગંભીર ચિંતન પ્રગટ કરવામાં આવ્યું છે. ક્રિયા – કષાય અને યોગજન્ય પ્રવૃત્તિને ક્રિયા કહે છે, ક્રિયાથી કર્મબંધ અને કર્મબંધથી સંસાર પરિભ્રમણ થાય છે. આ રીતે જીવના ભવભ્રમણમાં ક્રિયા મુખ્ય કારણ હોવાથી અધ્યાત્મ સાધનામાં ક્રિયા વિષયક જ્ઞાન તથા તેનો ત્યાગ અત્યંત જરૂરી છે, તેથી જ અનેક આગમોમાંક્રિયા સંબંધી અનેક પ્રકારે વર્ણન પ્રાપ્ત થાય છે.
શ્રી સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાનમાં બે-બેના કથન પૂર્વક ૨૪ ક્રિયાઓનું સંકલન છે. પાંચમા સ્થાનમાં પાંચ-પાંચના કથન પૂર્વક ૨૫ ક્રિયાઓનો ઉલ્લેખ છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં ૧૩ ક્રિયાઓનું કથન છે. શ્રી ભગવતી સૂત્રમાં સાંપરાયિક અને ઈરિયાપથિક, આ બે ક્રિયાનું વર્ણન છે. પ્રસ્તુત પદમાં સૂત્રકારે બે પ્રકારે પાંચ-પાંચ ક્રિયાનું અર્થાત્ દશ ક્રિયાનું વર્ણન કર્યું છે. કાયિકી આદિ પાંચ કિયા - જીવ હિંસાની અપેક્ષાએ ક્રિયાના પાંચ પ્રકાર છે– (૧) શરીરજન્ય ક્રિયા તે કાયિકી ક્રિયા (૨) પાપકારી સાધનજન્ય ક્રિયા તે અધિકરણિકી ક્રિયા (૩) કષાયજન્ય ક્રિયા તે પ્રાષિકી ક્રિયા (૪) પર પીડાજન્ય ક્રિયા તે પારિતાપનિકી ક્રિયા અને (૫) જીવ હિંસાજન્ય ક્રિયા તે પ્રાણાતિપાતિકી ક્રિયા.
આ પાંચે કિયાઓમાંથી પ્રથમની ત્રણ કિયા ૨૪ દંડકમાં પ્રત્યેક સરાગી જીવોને નિરંતર લાગે છે. અંતિમ બે ક્રિયા તદર્થક પ્રવૃત્તિ થાય ત્યારે લાગે છે. સરાગી જીવોને ઓછામાં ઓછી ત્રણ, ક્યારેક ચાર અને ક્યારેક પાંચ ક્રિયા હોય છે. વીતરાગ અવસ્થામાં જીવ અક્રિય હોય છે.
ક્રિયાની પરંપરા ભૂતકાલીન પણ હોય છે. પૂર્વજન્મના શરીરને વોસિરાવ્યા ન હોય અને તે શરીર કે શરીરના કોઈ પણ વિભાગ દ્વારા પાપ પ્રવૃત્તિ થતી રહે, તો વર્તમાનભવમાં પણ જીવને તત્સંબંધી ક્રિયા લાગે છે. સૂત્રકારે ૨૪દંડકના જીવને પરસ્પર ૨૪ દંડકના જીવોથી લાગતી આ પાંચ ક્રિયાઓનુંવિસ્તૃત વર્ણન કર્યું છે. કિયા નિમિત્તક પાપ અને તેનો વિષય :- અઢાર પાપસ્થાનના પરિણામથી ક્રિયા થાય છે. છકાયના
જીવો,પ્રાણાતિપાતનો વિષય છે. લોક-અલોકગત સમસ્ત દ્રવ્યો અને પર્યાયો, મૃષાવાદનો વિષય છે. ગ્રહણ–ધારણ કરવા યોગ્ય પદાર્થો, અદત્તાદાનનો વિષય છે. રૂ૫ અને રૂ૫ સહગત પદાર્થો તથા સ્ત્રીઓ, મૈથુનનો વિષય છે અને સર્વ દ્રવ્ય-પર્યાયો, પરિગ્રહનો વિષય છે. કિયાનું સાહચર્ય - કાયિકી આદિ ત્રણ ક્રિયાને પરસ્પર અવિનાભાવ સંબંધ છે. એક ક્રિયા હોય, ત્યાં ત્રણ ક્રિયા અવશ્ય હોય છે. પારિતાપનિકી ક્રિયા હોય, ત્યાં ચાર ક્રિયા અવશ્ય હોય અને પાંચમી પ્રાણાતિપાત ક્રિયા વિકલ્પ હોય છે. પ્રાણાતિપાત કિયા હોય ત્યાં પૂર્વની ચારે ક્રિયાઓ અવશ્ય હોય છે.
આ પાંચે ક્રિયા જીવને સંસારમાં જોડનારી હોવાથી તેને આયોજિતા ક્રિયા પણ કહે છે. કિયાથી કર્મબંધઃ- પ્રત્યેક જીવ અઢાર પાપસ્થાનજન્ય પાંચ ક્રિયા કરતાં સાત અથવા આઠ કર્મનો બંધ કરે છે. અનેક જીવોની અપેક્ષાએ પાંચ સ્થાવર જીવોમાં એક ભંગ–અનેક જીવો સાત કર્મોને બાંધે છે અને અનેક