Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
એકવીસમું પદઃ અવગાહના સંસ્થાન
[ ૪૭ |
નારકીના તૈજસ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના નીચે સાતમી નરક પૃથ્વીથી તિરછી દિશામાં સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત અને ઊર્ધ્વદિશામાં પંડગવનની વાવડી પર્યત છે. સાતમી નરકનો નારકી મારીને તે તે સ્થાનમાં જલચર રૂપે ઉત્પન્ન થાય, તો તેના તૈજસ શરીરની અવગાહના તેટલી થાય છે. તિર્યંચ પંચેન્દ્રિયના તૈજસ શરીરની અવગાહનાઃ-તિર્યંચ પંચેન્દ્રિયો પણ લોકાંતે હોતા નથી, મધ્યલોકમાં હોય છે અને ત્યાંથી કોઈ પણ દિશા કે વિદિશામાં લોકાંતે એકેન્દ્રિયપણે ઉત્પન્ન થઈ શકે છે, તેથી તેના તૈજસ શરીરની ઉત્કૃષ્ટ અવગાહના વિક્લેન્દ્રિય જીવોની જેમ મારણાંતિક સમુદઘાતની અપેક્ષાએ તિરછા લોકથી લોકાંત સુધીની હોય છે. મનુષ્યના તૈજસ શરીરની અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. જો તે મનુષ્ય પોતાના અત્યંત નિકટતમ સ્થાનમાં ઉત્પન્ન થાય, તો તેના તૈજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની થાય છે અને ઉત્કૃષ્ટ અવગાહના સમયક્ષેત્રથી લોકાંત સુધીની હોય છે. મનુષ્યોનું સ્વસ્થાન સમયક્ષેત્રઅઢીદ્વીપક્ષેત્ર છે. મનુષ્યો મૃત્યુ પામીને ઊર્ધ્વ, અધો કે તિરછા લોકાંતે એકેન્દ્રિયપણે ઉત્પન્ન થઈ શકે છે તેથી તેની ઉત્કૃષ્ટ અવગાહના સમયક્ષેત્રથી કોઈ પણ દિશા કે વિદિશામાં લોકાંત સુધીની થાય છે. ભવનપતિથી બીજા દેવલોક સુધીના દેવોના તૈજસ શરીરની અવગાહના - જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ભવનપતિ આદિ દેવો મરીને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે. તે દેવો પોતાના જ આભૂષણોમાં પૃથ્વી રૂપે ઉત્પન્ન થાય, તો મારણાંતિક સમુઘાતની અપેક્ષાએ તેના તૈજસ શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની થાય છે.
ભવનપતિ આદિ દેવો કોઈ પણ પ્રયોજનવશ ત્રીજી નરકમૃથ્વીના નીચેના ચરમાંત સુધી ગયા હોય અને ત્યાં જ તેનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અને તે દેવો મરીને સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકાના અંત ભાગમાં કે ઈષ~ાભારા પૃથ્વીના અંત ભાગમાં; બાદર પૃથ્વીપણે ઉત્પન્ન થાય, તો તેની ઉત્કૃષ્ટ અવગાહના ત્રીજી નરકમૃથ્વીથી તિરછી સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકાના અંત ભાગ સુધી અને ઊર્ધ્વ દિશામાં ઈષ~ાભારા પૃથ્વી સુધી થાય છે. ઈષત્ પ્રાભારા પૃથ્વીથી ઉપર દેવોને યોગ્ય બાદર પૃથ્વી આદિના સ્થાન ન હોવાથી તે દેવોની ઉત્કૃષ્ટ અવગાહના ઈષત્ પ્રાશ્મારા પૃથ્વી સુધીની જ થાય છે. ત્રીજાથી આઠમા દેવલોકના દેવોના તૈજસ શરીરની અવગાહના :- જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. ત્રીજાથી આઠમા દેવલોકના દેવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તે દેવો મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે. તે દેવો મેરુપર્વતની વાવડી આદિમાં ક્રીડા માટે ગયા હોય, ત્યાં જ તેનું આયુષ્ય પૂર્ણ થઈ જાય અને તે જ વાવડીમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, તો તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની થાય છે.
જો તે દેવ અન્ય દેવની નેશ્રાએ બારમા અય્યત દેવલોકમાં ગયા હોય, ત્યાં તેનું આયુષ્ય પૂર્ણ થાય અને તે દેવ મરીને નીચે પાતાળ કળશના બીજા ત્રિભાગમાં અથવા તિરછા સ્વયંભૂરમણ સમુદ્રમાં તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, તો તેની ઉત્કૃષ્ટ અવગાહના ઊંચે બારમા દેવલોકથી લઈને નીચે પાતાળ કળશના બીજા ત્રિભાગ સુધી અને તિરછી સ્વયંભૂરમણ સમુદ્ર સુધી થાય છે. નવમાથી બારમા દેવલોકના દેવોના તૈજસ શરીરની અવગાહના - જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની છે. તે દેવ અવધિજ્ઞાનથી પોતાના આગામી ભવને જાણી પોતાના જન્મસ્થાન રૂપ સ્ત્રીની યોની ક્ષેત્રની શુદ્ધિ માટે પ્રવૃત્ત હોય અને તે સમયે જ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરીને તે ગર્ભમાં મનુષ્ય રૂપે ઉત્પન્ન