Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
-
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! બેઇન્દ્રિય ઔદારિક શરીરની અવગાહના કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ બાર યોજનની છે.
૧
અપર્યાપ્તા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય ઔદારિક શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગની જાણવી જોઈએ. પર્યાપ્તા બેઇન્દ્રિય ઔદારિક શરીરની અવગાહના સમુચ્ચય બેઇન્દ્રિયની જેમ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ બાર યોજનની છે.
આ રીતે સમુચ્ચય તેઇન્દ્રિય અને પર્યાપ્તા તેન્દ્રિય ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ
ગાઉની તથા ચૌરેન્દ્રિયોની ચાર ગાઉની છે.
३७ पंचिदियतिरिक्खजोणियाणं उक्कोसेणं जोयणसहस्सं, एवं सम्मुच्छिमाणं, गब्भ-वक्कंतियाण वि । एवं चेव णवओ भेदो भाणियव्वो । एवं जलयराण वि जोयणसहस्सं, णवओ भेओ ।
ભાવાર્થ :- સમુચ્ચય પંચેન્દ્રિય તિર્યંચોની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. સમુચ્ચય તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર તથા તેના પર્યાપ્તા અને અપર્યાપ્તા, આ ત્રણ આલાપક થાય છે. તે જ રીતે સંમૂર્ચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય શરીરના ત્રણ અને ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિય શરીરના ત્રણ, આ પ્રમાણે પંચેંદ્રિય તિર્યંચોની અવગાહનાના નવ આલાપક થાય છે. તેમાં દરેકના અપર્યાપ્તાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છેઅને સમુચ્ચય તથા પર્યાપ્તાતિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર(૧૦૦૦) યોજનની છે.
આ જ રીતે સમુચ્ચય અને સંમૂર્ચ્છિમ તથા ગર્ભજ પર્યાપ્તા જળચર ઔદારિકશરીરની અવગાહના ઉત્કૃષ્ટ એકહજાર યોજનની છે. જઘન્ય અવગાહના તથા અપર્યાપ્તાની જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. આ રીતે જળચરના પણ નવ આલાપક થાય છે.
३८ थलयराण वि णवओ भेदो उक्कोसेणं छग्गाउयाइं, पज्जत्ताणं वि एवं चेव । सम्मुच्छिमाणं पज्जत्ताण य उक्कोसेणं गाउयपुहुत्तं । गब्भवक्कंतियाणं उक्कोसेणं छग्गाउयाइं पज्जत्ताण य ।
ओहियचउप्पयपज्जत्तय-गब्भवक्कंतियपज्जत्तयाण य उक्कोसेणं छग्गाउयाई । सम्मुच्छिमाणं पज्जत्ताण य गाउयपुहुत्तं उक्कोसेणं ।
एवं उरपरिसप्पाण वि ओहिय- गब्भवक्कंतियपज्जत्तयाणं जोयणसहस्सं । सम्मुच्छिमाणं जोयणपुहुत्तं । भुयपरिसप्पाणं ओहियगब्भवक्कंतियाण य उक्कोसेणं गाउयपुहुत्तं । सम्मुच्छिमाणं धणुपुहुत्तं ।
ભાવાર્થ:- સ્થળચર પંચેંદ્રિય તિર્યંચ ઔદારિક શરીરની અવગાહના સંબંધી નવ આલાપક પૂર્વવત્ થાય