Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Sanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 13
________________ બુત સેવાનો સત્કાર મૃતાધાર (મુખ્યદાતા) કુમાર કુશાન ગિરીશભાઈ જોષી, ઉ.વિધિ ગિરીશભાઈ જોષી શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોષી અહંના અંધકારમાં અટવાયેલા અગિયાર – અગિયાર બ્રાહ્મણ પંડિતોના જીવનમાં પરમાત્મા મહાવીરનો પ્રવેશ પ્રભાત પ્રગટાવનારો બન્યો. અગિયારે બ્રાહ્મણો પરમાત્મા મહાવીરના જ્ઞાનપ્રકાશ દ્વારા ધબકતા - ચમકતા આત્મતત્વને પામી ગણધર પદથી અલંકૃત બન્યા. નિરાશા, હતાશાના, શોક – સંતાપના અંધકારમાં અટવાઈ ગયેલા, નિપ્રાણ બની ગયેલા શ્રી ગિરીશભાઈ અને નીલાબેનના જીવનમાં પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. નો પ્રવેશ આત્મચેતનાને ઝંકૃત કરનારો બન્યો. આ બ્રાહ્મણ દંપતીનું ગૃહસ્થ જીવનરૂપી વૃક્ષ ઈ.સ. ૧૯૭૭ માં કુમાર કુશાનના અને ૧૯૯૧માં કુ. વિધિના જન્મ પલ્લવિત, પુષિત, પ્રફુલ્લિત બની ગયું. લીલુછમ, હર્યુંભર્યું આ વૃક્ષ કાળની થપાટે સુકાઈને શુષ્ક બની ગયું. અચાનક જ ઈ. સ. ૧૯૯૧ માં સુપુત્રી વિધિ અને ઈ. સ. ૨૦૦૧ માં કુશાને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી અને આ દંપતિ પર વજધાત થયો. પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના પોઝીટીવ વાઈબ્રેશને તેઓના સતત હૃદયને શીતલતાનો અનુભવ કરાવ્યો, સંવેદનહીન તેઓને સંવેદનશીલ બનાવ્યા, જડ જેવા બની ગયેલા તેમના જીવનમાં ચેતના પ્રગટાવી, હૃદયના શૂન્યાવકાશમાં પ્રાણ પૂરાયો અને તેમનું જીવન જ નહીં જીવ બદલાઈ ગયો. ગુરુદેવે ભ્રમ અને ભ્રમણામાંથી બહાર કાઢી જીવનની સત્યતાના, વાસ્તવિક્તાના દર્શન કરાવ્યા. અનંત – અનંત ઉપકારી ગુરુદેવના ૩૯ મા જન્મદિને પરમાત્માના જ્ઞાનદીપને પ્રજવલિત રાખવા સવાયા જૈન બની આગમ પ્રકાશનના મૃતાધાર બની ધન્યભાગી બન્યા છો. તમારી શ્રુતભક્તિને લાખો – લાખો ધન્યવાદ છે. ગરપ્રાણ પ્રકાશન PARASDHAM

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 151