Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આ છે ૨૩
-
જ્યારે-જ્યારે પઠન કરવાનું ટાણું મળે છે ત્યારે મન તેમાં ઓતપ્રોત થઈ જાય છે. હાથમાંથી શાસ્ત્ર મૂકયા પછી પણ મન ભગવતી સૂત્રના અટપટા પ્રશ્નોમાં ખોવાયેલું રહે છે. ઘણી વખત તો સ્વપ્નમાં પણ ભગવતી સૂત્રના પ્રશ્નો સંબંધી કેટલાક ખુલાસાઓ જ્ઞાની ગુરુઓના મુખથી સાંભળવામાં આવે છે.
ભગવતી સૂત્રનું બીજું નામ “વિવાહ પ્રજ્ઞપ્તિ” છે. તે પણ કેટલું બધું સાર્થક નામ છે. સામાન્ય વ્યવહારમાં “વિવાહ” શબ્દ વર-કન્યાના લગ્ન વિષે વપરાય છે. પરંતુ અહીં તેવા અર્થમાં ન વપરાયો હોય તે સ્વાભાવિક છે. “વિ” એટલે વિશેષ પ્રકારે અને “વાહ” એટલે વહન થઈ રહ્યા છે, ભગવંતની સુક્ષ્મ વાણીના ભાવો જેમાં વિશેષ પ્રકારે પ્રવાહિત થઈ રહ્યા છે, ભગવાનની અમૃતવાણી જેમાં છે તે “જ્ઞપ્તિ” નહીં, પણ “પ્રજ્ઞપ્તિ” જ હોઈ શકે.
અહીં “જ્ઞપ્તિ” શબ્દનો જો દાર્શનિક ભાવ પ્રગટ કરવાનું સાહસ કરશું તો “જ્ઞાતા, જ્ઞાન, જ્ઞપ્તિ, શેય” આ ચારે અંગો ઉપર વિશદ વ્યાખ્યા કરી “પ્રમાતા, પ્રમાણ, પ્રમિતિ અને પ્રમેય” ત્યાં સુધીનો સંબંધ પ્રદર્શિત કરવો પડે. “જ્ઞપ્તિ” “પ્ર” ઉપસર્ગ લાગવાથી “પ્રજ્ઞપ્તિ” બનીને સાચા અર્થમાં “પ્રમિતિ” બની છે.
ટૂંકમાં અમારે કહેવાનો આશય એટલો જ છે કે વિશેષ પ્રકાર, જોરદાર પ્રવાહ જે શાસ્ત્રમાં વહી રહ્યો છે અને જેના કારણે “જ્ઞપ્તિના હજારો દ્વાર ખુલી જાય છે, તે છે- વિવાહ પ્રજ્ઞપ્તિ”. તેને લગ્નના અર્થમાં લેવા ધારો તો “આત્માનું પરમાત્મા સાથે મિલન” અર્થાત્ લગ્ન થઈ જાય છે. જીવ પરમાત્મા સાથે સંલગ્ન થઈ જાય છે તે છે “વિવાહ પ્રજ્ઞપ્તિ.” નિરાળી શૈલી - સામાન્યરૂપે જે પ્રશ્નો પૂછાય છે; તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળને લગતા સ્કૂલ પ્રશ્નો હોય છે અને તેના ઉત્તર પણ સામાન્ય ભાવે આપવામાં આવે છે. જેમ કે કોઈ પૂછે– “જીવના પ્રકાર કેટલા?” ઉત્તર મળે કે- બે, ચાર, છ ઇત્યાદિ; સિદ્ધ અને સંસારી એ બે; નારકી, તિર્યચ, દેવ, મનુષ્ય, એ ચાર; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, ત્રસ એ છ ભેદઃ ઇત્યાદિ. આ છે– પદાર્થોનો સામાન્ય પ્રકાશ, પરંતુ આ પ્રશ્નો જ્યારે વિશિષ્ટ શૈલીનો અથવા નિરાળી શૈલીનો સ્પર્શ કરે ત્યારે ગંભીર બની વિશિષ્ટરૂપે પદાર્થનો ઘટસ્ફોટ કરે છે અને આ ઘટસ્ફોટ કરવા માટે જ્યાં-જ્યાં ગૌતમ સ્વામી પૂછે છે–સે પણ મતે ! પર્વ ગુખ્ય ?... ભગવાનના ઉત્તર ઉપર આ નિરાળો પ્રશ્ન કરવામાં આવે છે. સાચું પૂછો તો આ પ્રશ્નમાં ઉત્તરની પરીક્ષા, તુલના, સમીક્ષા અને સંતુલન કરવામાં આવે છે, જેમાં કાર્ય-કારણનો ઊંડો સંબંધ પ્રકાશિત થાય છે.
અત્યારે ચતુર્થભાગ પ્રકાશનની કિનારી ઉપર પહોંચ્યો છે, જેથી તે બાબતનો