Book Title: Agam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Author(s): Vanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
વિષયોનું વિસ્તૃત વિવેચન ગ્રંથોના આધારે આપ્યું છે.
પચ્ચીસમા સમવાયમાં પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાનું નિરૂપણ છે. આચારાંગ સૂત્ર, પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પણ ૨૫ ભાવનાનું કથન છે પરંતુ તેના નામ અને ક્રમમાં ભિન્નતા પ્રતિત થાય છે. પ્રસ્તુત સંસ્કરણમાં ૨૫ ભાવનાનું કથન ત્રણે આગમોની અપેક્ષાએ કોષ્ટકરૂપે આપ્યું છે. જેથી પાઠકો સહજ રીતે તુલનાત્મક અધ્યયન કરી શકે છે. તે જ રીતે બ્રહ્મચર્યની નવ ગુપ્તિનું કથન પણ ઉત્તરાધ્યયન સૂત્ર, ઠાણાંગ સૂત્ર અને સમવાયાંગ સૂત્રના આધારે કોષ્ટકરૂપે આપ્યું છે.
અનેક સમવાયમાં જંબૂઢીપ આદિ દ્વીપ, સમુદ્રો, પર્વત, નદી, આદિ સ્થાનોની સંખ્યા તથા તેના પ્રમાણોનું નિરૂપણ છે. તેનું સ્પષ્ટીકરણ જંબૂદ્વીપ પ્રજ્ઞાપ્તિ સૂત્ર તથા જીવાજીવાભિગમ સૂત્રના સંદર્ભથી કર્યું છે.
બારમાં સમવાય સૂત્ર ૪ માં વેરૂયા મૂત્રે સુવાસત્ન નોયડું વિદ્યુમેvi પUUત્તા / વેદિકા મૂળમાં બાર યોજન પહોળી છે, તેવો સૂત્રપાઠ છે પરંતુ જંબૂઢીપ પ્રજ્ઞાપ્તિ સૂત્ર વક્ષસ્કાર – ૧ પ્રમાણે જગતી મૂળમાં ૧૨ યોજન પહોળી છે તેથીના પાકને સ્વીકૃત કરી વેરૂયા પાઠને કૌંસમાં રાખ્યો છે.
ઓગણ્યાએંસીમાં સમવાયમાં છઠ્ઠી નરકના મધ્યભાગથી છઠ્ઠા ઘનોદધિના નીચેના તલનું અંતર ઓગણ્યાએંસી હજાર યોજનાનું કહ્યું છે પણ, જીવાજીવાભિગમ સૂત્રોનુસાર પાંચમી નરકના મધ્યભાગથી પાંચમા ઘનોદધિના નીચેના તલનું અંતર ૭૦૦૦૦યોજન થાય છે માટે પંચમ પાઠને માન્ય રાખી છઠ્ઠસૂત્ર પાઠને કૌંસમાં મૂક્યો છે.
ચોર્યાસીમા સમવાયમાં નિવાસ-સ્મય વાસિયા નીવા ધનુપિટ્ટા चउरासीइं जोयणसहस्साइं सोलस जोयणाई चत्तारि य भाग जोयणस्स પરિફ્લેવે પછાતા | પાઠ છે. હરિવર્ષ - રમેકવર્ષની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ ૮૪૦૦૦ યોજન અને યોજનાના ચારભાગની છે... જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૮૪૦૦૦ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગમાંથી ચાર ભાગ
પ્રમાણે તે પ્રસિદ્ધ છે. જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રાનુસાર અહીં મૂMવીસમા - " સૂત્રપાઠનો કૌંસમાં સ્વીકાર કર્યો છે. આ સૂત્રપાઠોનું વિશેષ સ્પષ્ટીકરણ