Book Title: Aetihasik Ras Sangraha Part 3 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 9
________________ માલવદેશના આજણાઠ નગરમાં સાલકી કુળના પારાય નામે રાજા હતા. હેને પચીસ રાણીએ હતી. હેમાં સીતાદે પટ્ટરાણી હતી. ઘણાં ગામામાં પદ્મરાયની આણા વર્તાતી હતી. આ રાજાને ધનરાજ નામના એક પુત્ર હતા. એક દિવસ પટરાણીને સાલ ઘડી રાત્રી જતાં એક સ્વપ્ન આવ્યું. આ વખતે તે કંઇક જાગતી અને ક ઇક ઉંધતી અવસ્થામાં હતી. લ્હેણીએ સ્વપ્નમાં જોયુ કે “જાણે સાગર ગંભીર ગાજી રહ્યા છે, રત્નાના ભંડાર ભરેલા છે, અને જલચર જીવા પ્રફુલ્લ :થઇ રહ્યાં છે. ” આ સ્વપ્નથી રાણીને સ્વાભાવિક આનદ થયા. તે મંદગતિએ ચાલતી પેાતાના પતિ પાસે ગઇ. અને આવેલું સ્વપ્ન કહી સભળાવ્યુ. પતિએ કહ્યું કે-“ સ્વપ્ન ઘણું સારૂં આવ્યું છે. આ સ્વપ્નના ફળરૂપે કુલદીપક પુત્ર થશે, અને તે રત્નના ભડાર જેવા વિદ્યાનિધિ થશે. તેમ ચદ્રના જેવા શાન્ત શીતલ થઈ ગણુધાર થશે. ” તે પછી નવ માસ પૂરા થયે સ. ૧૫૬૮ ના માશી` સુદિ ૧૫ ને ગુરૂવારના દિવસે શત્રીના એ પહેાર ગયા પછી ઉચ્ચ ગ્રહમાં રાણીએ પુત્રને જન્મ આપ્યા. હેતુ નામ બ્રહ્મકુંવર પાડ્યું. વધામણી કહેવા જનાર દાસીને રાજાએ દાનથી સંતુષ્ટ કરી, અને પુત્રના જન્મ નિમિત્તે દશ દિવસના ઉત્સવ આર લ્યે. બધીવાનાના બંધ અને દંડિત થયેલાઓના દંડ પણ રાજાએ છેાડી દીધા. વળી આ નિમિત્તે વિવિધ પ્રકારના ખેલ અને ગીતગાન પણ થવા લાગ્યાં. અધીજના યશ ગાવા લાગ્યા, અને રાજા સને દાનથી સતુષ્ટ કરવા લાગ્યા. ધીરે ધીરે કુંવર વધવા લાગ્યા અને રૂપ–ગુણથી સર્વનાં મન રંજિત પણ કરવા લાગ્યા. ઝ્હારેતે પાંચ વર્ષના થયા, ત્હારે માતા પિતાએ શુભ મુહૂર્ત જોવરાવી ન્હેને નિશાળે મૂકવાની તૈયારી કરી. પંડિતને પેાતાને ઘરે મેલાવી મુહૂત્ત` જોવરાવ્યુ. અને તે બદલ પંડિતને સારી દક્ષિણા પણ આપી. તે પછી સર્વ સ્થળે કાતરીએ માકલી અને સગાં—સંબધીઓને તેડાવ્યાં, નગર શણગાર્યું. ઘેર ઘેર આનંદ ઉત્સવ થઇ રહ્યો. કુંવરને વસ્ત્રાભૂષણાથી શણગારી (૨) Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 236