Book Title: Aetihasik Ras Sangraha Part 1 Author(s): Vijaydharmsuri Publisher: Abhaychandra Bhagwandas Gandhi View full book textPage 8
________________ એક બારમાસ છે) આ રાસાઓને સંશોધન (એડિટ) કરવામાં એક માત્ર ઐતિહાસિક દૃષ્ટિજ રાખેલી છે. ગચ્છ કે મતની ભેદદષ્ટિ રાખવામાં આવી નથી, “રસરત્ન રાસ જે ખાસ પાયચંદ્રગચ્છને લગતો રાસ જેવાથી વાચકને આ વાતની ખાતરી થશે.. આ રાસાઓ, પ્રતિઓની અંદર હેવી સ્થિતિમાં લખાએલા હતા, હેવી જ સ્થિતિમાં આપવામાં આવ્યા છે. એટલે કે અંગને બદલે અંધ, કલિયુગને બદલે લગ, “છાયા ને બદલે “સાયા, “પછી? ને બદલે પસી” અને “જડી” ને બદલે “ઝડી વિગેરે દેખીતે શબ્દોષ, કેટલેક સ્થળે લખાએલાં નકામાં મીડાં, વધારાની ‘ઈ’ અને હૃસ્વ ને બદલે દીર્ઘ અને દીઘને બદલે હૃ; આ બધું સુધારવાની આવશ્યક્તા હતી, પરંતુ તે વખતના લહિયાઓનું જ્ઞાન, લેકચ્ચારણનું વલણ, લખવાની પદ્ધતિ અને વાચકેનું સામાન્ય જ્ઞાન; આ બધી બાબતોને વાચકોને બરાબર પરિચય થાય, અને પ્રાચીન પ્રતિય સંબંધી વાંચનારને ખરેખર ખ્યાલ આવે, એમ સમજીને બધું જહેમનું હેમ રહેવા દીધું છે. વળી પ્રત્યેક રાસના કર્તા, હેની અંદર આવતાં બીજાં આચાર્યોનાં નામે, ગૃહસ્થોનાં નામ અને ગામે વિગેરેના સંબંધમાં બનતી શોધખોળ કરી પ્રત્યેક રાસસારની નેટમાં પરિચય આપવામાં આવ્યો છે, એટલે પ્રસ્તાવનામાં તે સંબંધી કંઈ લખવાની જરૂર રહેતી નથી. - આ રાસંગ્રહના પ્રથમ ભાગને સંશોધન કરવામાં, ગમે તે સ્થિતિમાં રહેલો વાચક આનો લાભ ઉઠાવી શકે, એ વાત ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. એટલે, પ્રાચીન ગુજરાતી ભાષાના અભ્યાસીઓ અને જાણનારાઓને માટે મૂળરાસ ઉપગી થશે. રાસની ભાષાને એકાએક નહિં સમજી શકનારા, રાસમાં આવેલી તમામ હકીકત જાણી શકે તે માટે ખાસ કરીને કથારૂપે રાસસાર આપવામાં આવ્યો છે. કેઈપણું વાંચનાર મૂળરાસ વાંચતા પહેલાં તે રાસનો સાર વાંચીને પછી રાસ વાંચશે, તો રાસમાં આવતા અપરિચિત શબ સમજવાનું હેને સરળ થઈ પડશે. અને ઈતિહાસની સામગ્રી મેળવનારાઓને માટે સારની નીચે આપેલી ઐતિહાસિક ઘણી ઉપયોગી થશે. આ સિવાય પુસ્તકની અંતમાં આપેલ “કઠિણશાથ–સંગ્રહ” આ પુસ્તકમાં આવેલા કટિણ શબ્દોના અર્થ સમજવાને જહેમ ઉપયોગી છે, તેમ કોઈપણ પ્રાચીન રાસમાં આવતા કઠિણ શબ્દો સમજવાને પણ તે ઉપયોગી નીવડશે. [૩] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 156