________________
શાહ રહેતે હતે. અને હેને રૂપવતી અંબૂ નામની પત્ની હતી. આ અંબૂની કુક્ષિથી રાસનાયક ભીમ (ભીમાશાહ)ને જન્મ થયે હતું. આ ભીમ છત્રીસ રાજકુલમાં સુપ્રસિદ્ધ ચહુઆણુકુલમાં ઉત્પન્ન થયેલ ઠાકોર અમરસિંઘને પ્રધાન હતું. ભીમને સિંઘ નામને એક ભાઈ હતું. બન્ને બંધુઓ એક સરખા દાનશૂર હતા. વખતે વખત સંઘ કાઢતા, સ્વામિવાત્સલ્ય કરતા, દુખી-દરદીઓની સારવાર કરતા અને સાધુસંતોની સેવા પણ કરતા. ભીમ અને ઠાકોર, બનેની વચમાં બહુ પ્રેમ હતો. ઠાકરને અજબસિંઘ નામને કુંવર હતે.
એક વખત કપૂરકુલમંડણ ભીમે પોતાના ભાઈ સાથે વિચાર કર્યો કે- આપણે કંઈ વિશેષ ઉત્તમ કાર્ય કરવું જોઈએ.” પછી બન્ને ભાઈઓએ મળીને ઠરાવ કર્યો કે-આપણે ધુળેવ (કેશરી આજી)ને સંઘ કાઢીએ, અને દે દેકાર (આપ આપ) કરીએ. ત્યારપછી ચૈત્ર સુદિ ૫ ના દિવસે સંઘે પ્રસ્થાન કર્યું.
સારા શુકન પૂર્વક સંઘ રવાના થયે. પ્રથમ પ્રયાણે સંઘ સાબલા ગામમાં આવ્યું. ભીમે પ્રથમથી ગામેગામ કંકેતરીઓ મોકલાવી હતી, તેથી ઘણા લેકે સંઘમાં એકઠા થયા હતા. સંઘમાં વાજિત્રેના નાદ થવા લાગ્યા. કેઈ પાલખીમાં ચડતા, તે કઈ ઘેડેસ્વાર થતા. મ્હારે સમ્યત્વધારી ચતુર શ્રાવકે પગે ચાલતા. ખરેખર, આવી રીતે સંઘ કાઢીને જે પિતાની લક્ષ્મીને સદુપયોગ કરે છે, તેઓ અનેકશ: ધન્યવાદને પાત્ર છે. કવિ કહે છે –
“રણિ રાઉલિ સુરા સદા દેવી અંબાવિ પ્રમાણ
પરૂઆડ પરગટ્ટામલ મરણિ સૂંક માંણ.” ૪૧
અર્થાત-રણ અને રાજદરબારમાં હમેશાં શૂર અને અંબાદેવી જહેને પ્રમાણ છે (જોની કુલદેવી અંબાદેવી છે) એવા પરગટ્ટમલ્લ પિરવાડ મરણે પણ ટેક મૂકતા નથી. આવી જ રીતે ઓશવાલ જ્ઞાતિનું પણ અરડકમલ” એવું બિરૂદ છે.
[૩૪]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org