________________
ST
'til
);
kht
-
એમાહહલચાનો રાસ.
( પૃષ્ઠ ૬૫-૭૫) - મહમ્મદ બેગડાના વખતમાં પડેલા દુષ્કાળ સમયે, હડાળાના ખેમા શેઠે એક વર્ષ સુધી મફત અન્ન પૂરું પાડીને વાણિઓની શાહ પદવીને કાયમ રાખી હતી, એજ આ રાસનો વિષય છે, સં. ૧૭૪૧ ના માગશર સુદિ ૧૫ ગુરૂવારે ઉનાઉ (ઉનાવા) નગરમાં પં. હીરરત્નના શિષ્ય શ્રીલક્ષ્મીરને કવિએ આ રાસ રચ્યો છે, અને તેની સં. ૧૮૯૮ માં લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કર્યો છે.
રાસસાર–ગુજરાત દેશમાં પાવાગઢની તળેટીમાં વસેલા ચાંપાનેર શહેરમાં એક વખતે અઢારે વર્ણના લોકો વસતા હતા.
(૧) મીરાતે સીકંદરીના પૃ. ૪૭૯ માં “મહમદબેગડા”ને સમય ઈ. સ૧૪૪૫ થી ૧૫૧૧ (વિ. સં. ૧૫૨ થી ૧૫૬૮) સુધીને જ બતાવવામાં આવ્યો છે. આ બેગડે તે જ, કે જહેણે ચાંપાનેરને કિલ્લે તે શો હતો.
(૨) ચાંપાનેર એ ગુજરાતના ઐતિહાસિક સ્થાને પૈકીનું એક સ્થાન છે. ચૌહાણ રાજા હમ્મીરના દેહાત પછી થયેલ રામદેવે, ચાંપાનેરને પિતાની રાજધાની બનાવ્યું હતું. વિ. સં. ૧૫૪૧ માં સુલતાન મહમ્મદબેગડાએ ચાંપાનેરના કિલ્લા ઉપર ચઢાઈ કરી હતી. આની હામે તે જયસિંહદેવે લડાઈ કરી હતી, કે જે જયસિંહદેવ ( પતાઈ રાવલ' ના નામથી પ્રસિદ્ધ હતો, અને જે આચાર્ય સેમદેવસૂરિના વચનને માન આપતો હતો. છેવટે જયસિંહદેવા પિતાના પ્રધાન ડુંગરસી સહિત માર્યો ગયો હતો. (જૂઓ, ટંડરાજસ્થાન, ૫૦ ગૌરીશંકર હીરાચંદ ઝા સંપાદિત, પૃ. ૪૦૬)
[૩૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org