________________
સુમતિસાધુસૂવિવાહલો.
(પૃષ્ઠ ૪૧-૪૮)
પ્રસિદ્ધ કવિવર લાવણ્યમય ગણિને રચેલે આ વિવાહ છે. આ વિવાહલો રચાને સંવત્ અને સ્થાન કવિએ બતાવ્યું નથી. તેમ જે પ્રતિ ઉપરથી સંશોધિત કરવામાં આવે છે, તે પ્રતિમાં લખ્યા સંવત્ પણ નથી.
વિવાહલો સાર–મેવાડ દેશના જાઉર નગરમાં અનેક
૧ જાઉરને અત્યારે જાવર કહે છે. આ ગામ ઉદેપુરથી કેશરીયાજી જતાં રસ્તામાં ટીડી ગામ આવે છે, ત્યાંથી ઉત્તરમાં લગભગ ૬ માઈલ પહાડોની વચમાં છે. અત્યારે આ ગામ બિલકુલ ઉજડ થઇ ગયું છે. (માત્ર છુટા છવાયાં છ–સાત ઘર છે, પરંતુ પ્રાચીન ખંડેરે ઘણાં છે. જેમાં કેટલાંક મંદિરનાં પણ છે. કહેવાય છે કે પહેલાં અહિં સાત ધાતુની ખાણ હતી. આ વાત પ્રસ્તુત વિવાહલામાં પણ લખી છે –
સાત ધાતુની આગરૂ પુરૂષારયણનું એ સાગર”
વળી મુનિરાજશ્રી શીતવિજયજીએ, સં. ૧૭૪૬ માં બનાવેલી તીર્થમાલામાં પણ આ વાત આ પ્રમાણે ઉલ્લેખી છે –
સાત ધાતતણું અહિઠાણ”
અત્યારે પણ આ ખંડેરેની તપાસ કરતાં માલૂમ પડે છે કે જે મૂસોથી પહેલાં ચાંદી ગાળવામાં આવતી હતી, તે મૂસેથી બનાવેલી મકાનોની ભીતિ હજુ પણ મૌજૂદ છે. જો કે મકાને પડી ગયેલાં છે, છતાં ભીતે ઉભી છે,એજ
[ ૨૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org