Book Title: Aetihasik Ras Sangraha Part 1
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi

View full book text
Previous | Next

Page 7
________________ આ પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ. સ્મરણમાં રાખવું જોઈએ કે જે ચરિતાનુયોગની ઉપયોગિતા ઉપર બતાવામાં આવી છે, તેજ ચરિતાનુયોગનું અંગ રાસાઓ છે. આજ સુધી આવા રાસાઓ, આવી નોંધ પ્રસિદ્ધિમાં આવવા ન પામી, એનું કારણ એટલું જ છે કે–પ્રજાકીય ઈતિહાસના મહત્ત્વને નહિ સમજનારા વિદ્વાનોને આ વસ્તુઓ કચરા જેવી લાગતી હતી. આવી અવસ્થામાં હારે હારે વિદ્વાન ભંડારે તપાસતા, ત્યહારે હારે તેઓ સૈદ્ધાતિક કે ન્યાય-વ્યાકરણદિના ગ્રંથ ઉપર દૃષ્ટિ આપતા, અને આવા રાસાઓ વિગેરેની ગણતરી રદ્દીમાં કરી નાખતા. (હજૂ પણ આ પ્રવૃત્તિ સર્વથા નષ્ટ થઈ નથી) આવું ઘણે સ્થળે જોવામાં આવ્યું છે. આ રીતે, આપણુજ દુર્લક્ષથી આવી અત્યુપયેગી ઇતિહાસની સામગ્રી નષ્ટ થઈ ગઈ છે અને હજૂ પણ જે બચેલા ભાગને ક્રમશઃ ઉદ્ધાર કરવામાં ન આવે તે, છે તે પણ ૫-૫૦ વર્ષે કાળના મેંઢામાં જઈ પડશે. બીજું, જો કે વિદ્વાનોએ આને નમાલું ગણ્યું ખરું, પરંતુ માલવાળું શું ? અને કહાંથી મેળવવું? એને તેઓએ ખુલાસો કર્યો નથી. વળી આપણા દેશને અને ખાસ કરીને જેનેનો ઈતિહાસ હજૂ સુધી જોઈએ હેવી રીતે લખાયો નથી. એવું અનેકવાર કહેવામાં આવ્યું છે. અને આવે છે. પરંતુ ખરે ઈતિહાસ લખવાનાં સાધને ક્યાં છે ? તે બતાવવાની અને પૂરી પાડવાની કાળજી ઘણાજ થોડા માસો કરે છે. આવાં સાધનોને (રાસાઓ વિગેરેને) કરે કહેનારા જરા ધ્યાન પહોંચાડીને જૂએ તે મોટા મોટા ગ્રંથમાંથી જહે મળવું અશક્ય છે, તે આમાંથી આસાનીથી મળી આવે છે. અમુક સમયની લોકસ્થિતિ વિગેરે જાણવાને આવાજ સાધને વધારે ઉપયોગી થઈ પડે છે. માટે એ ભૂલવું ન જોઈએ કે ઈતિહાસનાં આવાં આવાં જે જે અંગે અંધારામાં વિખરાઈ રહ્યાં છે, અને જે કાળના પગ નીચે કચરાઈ કચરાઇને નષ્ટ થઈ જાય છે, હેને બહાર લાવવામાં આવશે, ત્યહારેજ સુસંગત ઇતિહાસ તૈયાર થઈ શકશે.”—–છૂટા છૂટા અં કૌડા તરફ દુર્લક્ષ કરવાથી આખી સાંકળ કદાપિ તૈયાર થઈ શકશે નહિ” આ ઉદ્દેશ સ્મરણમાં રાખી મહે આ દિશા તરફ પ્રયત્ન કર્યો છે, અને પ્રથમ પ્રયાસે આ પ્રથમ ભાગ, ઈતિહાસ પ્રેમિઓના સમક્ષ મૂકવા ભાગ્યશાળી નિવડ્યો છું. આ રાસસંગ્રહના પ્રથમ ભાગમાં છ રાસ આપવામાં આવ્યા છે. તેમાં [૨] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 156