________________
દિલમાં ઊંડી તમન્ના હતી. પરિણામે એકની એક વાત ફરી ફરીને કહેતાં, એક જ તત્વને ભિન્ન ભિન્ન સ્વરૂપમાં રજૂ કરતાં, તેઓ કદી થાકતા નહોતા. ધર્મકથામાં પુનરુક્તિ એ દોષ નથી એમ તેઓ માનતા. સામાન્ય જનતા ટૂંકામાં ન જ સમજે એ તેમને અનુભવ હતે. પરિણામે તેમની લેખનશૈલી સાદી, સરલ, જાતજાતના ટુચકાઓથી ભરેલી અને પ્રસ્તુત વિષયને સાધારણ રીતે વિસ્તારથી આલેખવા તરફ સદા ઢળતી રહેતી. જેને ધર્મસાહિત્ય સાથે કરશે સંબંધ નહિ એવાં-ન્યુરોપનાં સંસ્મરણે, વ્યવહારકૌશલ્ય, વ્યાપારકૌશલ્ય, સાધ્યને માર્ગો જેવાં–પુસ્તક પણ તેમણે લખ્યાં છે, પણ પ્રમાણમાં તે બહુ જૂજ.
આમ જ્ઞાન અને કમગ-બને દિશાએ અનેક પ્રવૃત્તિઓથી ખીચો ખીચ ભરેલું, સેવામાગે વિચરતા સૌ કોઈને અનુકરણ ગ્ય, વ્યવહાર અને આદર્શને સુન્દર સમન્વય રજૂ કરતું લાંબું જીવન વટાવીને તેઓ આજે અન્ય લોક પ્રતિ સિધાવ્યા છે અને ચિર
સ્મરણીય સુવાસ મૂકતા ગયા છે. સામાન્ય સગોમાંથી એકસરખી ધર્મનિષ્ઠાપૂર્વક આગળ વધતે વધતે એક માનવી જીવનના અને સંચિત સેવાકાર્યોને કેવડો માટે સરવાળો મૂકી જઈ શકે છે તેને શ્રી. મોતીચંદભાઈના જીવન ઉપર નજર નાખતાં ખ્યાલ આવે છે અને તેમાંથી આપણને અનેક પ્રેરણા મળે છે.
તેમના ગુણને વિચાર કરીએ છીએ તે સૌથી મટે ગુણ તેમને અપ્રતિમ આશાવાદ આપણી આંખ સામે તરી આવે છે. તેમને આશાવાદ અતિરેક તરફ તો નથી ઢળી જતે, એમ મને ઘણી વાર પ્રશ્ન થતા, પણ તેમના સર્વપુરુષાર્થનું ઊગમસ્થાન તેમને એ અસાધારણ આશાવાદ જ હતો એમાં કોઈ શક જ નથી. જ્યારે કોઈ પણ પ્રસંગ કે પરિસ્થિતિને અંગે અન્ય સર્વ અત્યન્ત નિરાશ બની બેઠા હોય, ત્યારે તેમની નજર તેમાંથી પણ કઈ નાનું સરખું આશાપ્રેરક કિરણ પાડતી અને પિતાનું નાવ પૂરા ઉત્સાહપૂર્વક તેઓ હંકારી મૂકતા. બીજા જ્યારે પ્રતિકૂળ સંગોને જ સરવાળે કર્યા કરે ત્યારે તેઓ અનુકુળ સગો ઉપર જ ખૂબ ભાર મૂકે અને જે છે તેમાં પૂર આનંદ, ઉલાસ અનુભવે અને તેમાંથી આગળ ને આગળ ચાલતા રહેવાની પ્રેરણા મેળવે.
તેમનો બીજો એક વિશિષ્ટ ગુણ તેમની પ્રકૃતિને વરેલું ઉમદા પ્રકારનું સૌહાર્દ હતું. મરતાને પણ મર ન કહેવું એ તેમનો સ્વભાવ હતે. નાના-મોટા સૌ કોઈને દિલના ઉમળકાથી બોલાવે, કોઈનું પણ કામ કરી છૂટવામાં આનંદ માને, સમાજહિતકારી સર્વ કઈ પ્રવૃત્તિઓ વિષે હાર્દિક સહાનુભૂતિ ધરાવે, અને જ્યાં જેટલો પિતાને હાથ લંબાવી શકાય ત્યાં તેટલે લંબાવવામાં જરા પણ પાછી પાની ન કરે. જૈન ધર્મ પ્રત્યે અપ્રતિમ અનુરાગ તથા શ્રદ્ધા હોવા છતાં અન્ય ધર્મ કે સંપ્રદાય પ્રત્યે લેશ પણ અનાદર ન ચિન્ત–આ તેમનામાં રહેલાં અખૂટ સૌહાર્દનાં જ વ્યક્ત સ્વરૂપે હતાં. આગન્તુક મિત્રે, સ્વજને, સ્નેહીઓ તેમ જ સહધર્મીઓનું આતિથ્ય કરવામાં તેમની ઉદારતાને કઈ સીમા નહતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org