Book Title: Adhyatma kalpadrum Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Mahavir Jain VidyalayPage 10
________________ તેમનાં લખાણેને માટે ભાગ જાણીતા જૈનાચાર્યોની વિશિષ્ટ કૃતિઓનાં સવિસ્તર વિવેચનમાં રોકાયેલ છે. અધ્યાત્મ અને વૈરાગ્યપ્રેરક સાહિત્ય તરફ તેઓ મૂળથી જ ઢળેલા હતા. એટલે વિવેચન માટે પસંદગી પણ તેઓ આ ઢબના સાહિત્યની જ કરતા. સૌથી પ્રથમ શ્રી મુનિસુન્દરસૂરિએ રચેલ “અધ્યાત્મકલ્પદ્રુમ” ઉપરનું તેમનું વિવેચન સન ૧૯૦૯ માં પ્રગટ થયું અને એ અત્યન્ત લોકપ્રિય બન્યું. ત્યાર પછી “આનંદઘન પદ્ય રત્નાવલિ'ને પહેલો ભાગ બહાર પડયો. આ દળદાર ગ્રંથમાં શ્રી આનંદઘનજીનાં પચાસ પદનું સવિસ્તર વિવેચન કરવામાં આવ્યું છે. જૈન મુનિ સિદ્ધર્ષિગણિએ રચેલ ઉપમિતિભવપ્રપંચા કથા સંસ્કૃત ભાષાસાહિત્યને એક ભવ્ય ગ્રંથ છે. તેને આઘન્ત અનુવાદ ત્રણ ભાગમાં તેમણે બહાર પાડશે. તેમાંના એક ભાગમાં સિદ્ધર્ષિના જીવન અને સાહિત્યની અતિ વિસ્તૃત અને અિતિહાસિક સમાલોચના કરવામાં આવી છે. શાન્ત સુધારસ નામના વૈરાગ્યરસપ્રધાન ગેય મહાકાવ્યનું તેમણે ઉલ્લાસભર્યું વિવેચન પ્રગટ કર્યું. ડે. બુલરે લખેલા શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યના જીવનચરિત્રને તેમણે અનુવાદ કર્યો. આ ઉપરાંત જૈન દષ્ટિએ યાગ, નવયુગને જૈન, યશધરચરિત્ર, મોતીશા શેઠનું ચરિત્ર, બહોત ગઈ ઘેડી રહી આવાં તેમણે લખેલાં અનેક નાનાં-મોટાં પુસ્તકે આજ સુધીમાં પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૪૮ના ઓગસ્ટ માસ દરમિયાન તેમની ઉપર માંદગીનો માટે હુમલે આવ્યા અને તેમાંથી ઊગર્યા તો ખરા, પણ એ માંદગીએ તેમનાં સર્વ ગાત્રો શિથિલ કરી નાખ્યાં. અને બહારની પ્રવૃત્તિઓ ચલાવવાની તાકાત તેઓ ગુમાવી બેઠા. પરિણામે ધંધાદારી તેમ જ જાહેર જીવન-ઉભયમાંથી તેમણે નિવૃત્તિ સ્વીકારી લીધી. પણ તેમની લેખનપ્રવૃત્તિ તે જીવનના અન્ત ભાગ સુધી અખંડ ચાલુ જ રહી. ત્યારથી અવસાન સુધીના અઢી વર્ષના ગાળા દરમિયાન “પ્રશમરતિ” નામના જાણીતા ધર્મગ્રંથ ઉપર તેમણે સવિસ્તર વિવેચન લખ્યું. શ્રી આનંદઘનનાં બાકીનાં પદ અને વીશી ઉપર આનંદઘન પદ્યરત્નાવલીના ધોરણે વિવેચન લખી આનંદઘનને લગતું પિતાનું કાર્ય પૂરું કર્યું. છેલ્લા છ આઠ મહિના પહેલાં મહાવીર સ્વામીનું સવિસ્તર ચરિત્ર લખવાની તેમણે યેજના વિચારી. આ યોજના મુજબ તેમની ઈચ્છા મહાવીર સ્વામી વિષે જે કાંઈ કાવ્ય, સ્તવને, ભજનો રચાયાં હોય તે સર્વને એક ગ્રંથાવલિમાં સંગ્રહીત કરવાની હતી. આ ગ્રંથાવલિની યોજનાને તેમણે પચીસ ભાગમાં વહેંચી નાંખી હતી. તેમાંથી મહાવીર સ્વામીના પૂર્વભવને લગતે પહેલે વિભાગ તેમણે પૂરો કર્યો હતો અને બીજો વિભાગ અવસાન પૂર્વે ચેડા સમય પહેલાં શરૂ કર્યો હતે. આમ તેમનું અપ્રગટ સાહિત્ય ડાબંધ પડેલું છે અને પ્રગટ સાહિત્યમાંના ઘણા ખરા ગ્રંથે આજે ઉપલબ્ધ નથી. - તેમના લેખનસાહિત્યને સમગ્રપણે વિચાર કરતાં માલૂમ પડે છે કે તેઓ આમજનતાના માનવી હતા અને તેમની આંખ સામે પણ ઓછું ભણેલી અને કમ-સમજણવાળી ભદ્ર જનતા હતી, તેમને ધર્મમાગે, અધ્યાત્મના પંથે, વૈરાગ્યના રસ્તે વાળવાની તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 474