Book Title: Adhyatma kalpadrum
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 8
________________ સાથે મળીને સન ૧૯૧૬ની સાલમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના કરી. આ સંસ્થાના પ્રારંભથી જ તેઓ મંત્રી હતા, તે ગયા વર્ષે જ, પોતાની બગડેલી શારીરિક સ્થિતિના કારણે, રાજીનામું આપીને તે જવાબદારીથી તેઓ મુક્ત થયા. શ્રી મહાવીર જૈન વિદ્યાલયને તેઓ માત્ર મંત્રી જ નહોતા, પણ એક પ્રાણપૂરક આત્મા હતા. એ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ તેમ વ્યવસ્થાનું વહીવટી કાર્ય ઉત્તરોત્તર વધારે ને વધારે જટિલ થતું ગયું. બીજી બાજુ આ સંસ્થાના ચાલુ સંચાલન માટે દ્રવ્યની અપેક્ષાને કોઈ છેડો જ નહતો. અણઘડ શ્રીમાને પાસેથી પૈસા મેળવવા એ કપરામાં કપરું કામ હતું. માન-અપમાનને જેને સવાલ ન હોય તેનાથી જ આ કામ થઈ શકે. ધક્કા ખાવાનો જેને કંટાળો હોય તે આવા કામ માટે નાલાયક ગણાય. પ્રારંભનાં વર્ષોમાં સદ્દગત શેઠ દેવકરણ મૂળજી, શેઠ મોતીલાલ મૂળજી વગેરે સાથીઓને સાથે લઈને સંસ્થાના ફંડ માટે તેઓ ઘેર ઘેર ભટકથા છે; અનેકનાં અપમાન અને જાકારે તેમણે સહન કર્યા છે; તે કામમાં તેમણે નથી જોયો દિવસ કે નથી જોઈ રાત શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ તેમની વીશે કલાકની ચિંતાનો વિષય હતે. આ સંસ્થા માંથી આજ સુધીમાં સંખ્યાબંધ વિદ્યાથીઓ પસાર થયા છે અને સાંસારિક જીવનમાં સારાં સારાં સ્થાન ઉપર ગોઠવાયા છે. સંસ્થા પણ આજે ખૂબ વિકાસ પામી છે અને તેની અનેક શાખા-પ્રશાખાઓ નિર્માણ થઈ ચૂકી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ તેમની ૩૪ વર્ષની અખંડ તપસ્યાનું એક મૂર્તિમન ચિરંજીવી સ્મારક છે. આવી જ રીતે શ્રી જૈન . મૂ. કેન્ફરન્સને અનેક પ્રતિકૂળ ત વચ્ચે જીવતી અને વેગવી રાખવા માટે તેમણે પારવિનાનો પ્રયાસ કર્યો છે, અને તે ખાતર પણ સમાજના સ્થિતિચુસ્ત વર્ગને અવારનવાર સામનો કર્યો છે. તેમના દિલમાં કોન્ફરન્સ માટે ભારે ઊંડી લાગણી હતી. જૈન સમાજને ટકવા માટે કોન્ફરન્સ સિવાય બીજો કેઈ આરે નથી એમ તેઓ માનતા હતા અને જૈન સમાજના મોટા વર્ગની આ બાબતને લગતી ઉદાસીનતા તેમને ખૂબ ડંખતી હતી. કેન્ફરન્સના પ્રારંભથી તે ચારેક વર્ષ પહેલાં મુંબઈમાં કોન્ફરન્સનું અધિવેશન ભરાયું ત્યાં સુધી એ સંસ્થાનું તેઓ અગ્રસ્થાને રહીને કાર્ય કરી રહ્યા હતા, સમયના પરિવર્તન સાથે તેમના વિચારે અને વલણમાં પણ ઉત્તરોત્તર પરિવર્તન થયે જ જતું હતું અને એક વખત, આટલી બધી અંગ્રેજી કેળવણી છતાં, અપ્રતિમ શ્રદ્ધાળુ જૈન તરીકેની જેમણે ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવેલી, તેમની ધર્મશ્રદ્ધા તે જીવનના અન્ત સુધી એટલી જ જળવાઈ રહેવા છતાં અનેક સામાજિક તેમ જ ધાર્મિક પ્રશ્નો પર તેમનાં બદલાતાં જતાં વલણેને અંગે સ્થિતિચુસ્ત વર્ગની યાદીમાંથી તેમનું નામ લગભગ રદ થવા પામ્યું હતું. આમ વિચારક્ષેત્રમાં વ્યાપક અવલોકન અને અનુભવના અંગે ચાલુ પરિવર્તન થતુ રહેવા છતાં સામાજિક કાર્યોમાં તેમનું વલણ અને કાર્યપદ્ધતિ હંમેશાં સમાધાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 474