Book Title: Adhyatma kalpadrum Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 7
________________ परोपकाराय सतां विभूतयः । સૌહાર્દ મૂતિ સદ્ગત શ્રી માતીચંદ્રભાઈ [સ્વર્ગસ્થ શ્રી મેાતીચંદ ગિરધરલાલ કાપડિયાની ઉજ્જવળ જીવન-કારકીદીને સંક્ષેપમાં રજૂ કરતા, તા. ૧-૪-૫૧ના ‘ પ્રમુદ્ધ જૈન માં પ્રસિદ્ધ થયેલા શ્રી પરમાનંદ કુ ંવરજી કાપડિયાને લેખ નીચે સાભાર ઉદ્ધૃત કરવામાં આવે છે. પ્રકાશક ] જન્મકાળથી માંડીને આજ સુધી જેના તરફથી અખંડ સ્નેહ-વાત્સલ્યનું હું અનુપાન કરતા આવ્યા છું, જેના મારી ઉપર અતિ ઉપકારી છે, તેવા એક અતિ નિકટવર્તી સ્વજનનું પરલેાકગમન અંગત રીતે કોઈ કાળે પણુ ન પુરાય એવી ખાટ પેદા કરે જ છે; પણ સાથે સાથે તટસ્થ દૃષ્ટિએ વિચાર કરુ છું ત્યારે પણ શ્રી માતીચંદભાઈના જવાથી સમાજને પડેલી ખેાટ કાંઈ નાનીસૂની નથી, એમ લાગ્યા વિના રહેતું નથી. શ્રી માતીચંદભાઈ ના જન્મ તા. ૭-૧૨-૧૮૭૯માં ભાવનગર ખાતે થયેલા અને બી. એ. થતાં સુધી તેમણે ભાવનગરમાં જ જીવન પસાર કરેલુ. એલ.એલ.ખી. ના અભ્યાસ માટે તેઓ મુખઈ આવ્યા અને ૧૯૧૦માં તેમણે સેલિસિટરની પરીક્ષા પસાર કરી; અને તેમના મિત્ર શ્રી દેવીદાસ જેકિસનદાસ દેસાઈ પણ એ જ અરસામાં સેાલિસિટર થયેલા, તેમની સાથે મળીને મેસસ માતીચંદ્ર એન્ડ દેવીદાસ એ નામની સેાલિસિટરની પેઢીની સ્થાપના કરી. તેમના પિતા એક ધનિષ્ઠ કુશળ વ્યાપારી હતા. તેમના કાકા એટલે મારા પિતા, જે જૈન સમાજની બહુ જાણીતી વ્યક્તિ હતા, તેમના ખાળામાં જ તે ઊછરેલા અને તેમની પાસેથી જ તેમણે ઊંડા ધાર્મિક સંસ્કારો અને ધર્મ સાહિત્યમાં ઊડી અભિરુચિ પ્રાપ્ત કરેલી. સોલિસિટરની કારકીર્દિ શરૂ કર્યાને આજે ચાલીશ વર્ષ પૂરાં થવા આવ્યાં. આ ચાલીશ વર્ષ દરમિયાન તેમણે એક ધધાદારી સેાલિસિટર તરીકે તા સારી નામના મેળવી, પણ એ ઉપરાંત જાહેર જીવનનાં અનેક ક્ષેત્રમાં તેમણે પ્રવેશ કર્યો અને દરેક ક્ષેત્રને અનેકવિધ સેવાઓ વડે તેમણે શે।ભાળ્યુ. જૈન સમાજની તે એક પણ એવી પ્રવૃત્તિ નથી કે જેને તેમણે જીવન સમપ્પુ ન હોય અને જેમાં તેમણે મહત્ત્વના ફાળા આપ્યા ન હાય, જૈન સમાજમાં પણ જૈન શ્વેતાંખર મૂર્તિપૂજક વિભાગ એ તેમની સેવાનું વિશિષ્ટ ક્ષેત્ર હતુ. આ વિભાગની એ મુખ્ય પ્રવૃત્તિઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને જૈન શ્વે. મૂ. કાર્ન્સ સાથે તા તેમનું નામ સદાને માટે જોડાયેલુ રહેશે. મુ ખઈમાં કાલેજમાં ભણતા વે. મૂ. વિભાગના વિદ્યાથી એને રહેવા-ખાવાની કાઈ સગવડ નહાતી. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી તેમણે અને તેમના બીજા કેટલાએક સહ-કાર્ય કર્તાઓએ અ. ક. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 474