________________
૧૦
લહેરો ઉછળવા લાગે છે. એ લહેરાનાં મોજથી પાપના વૃક્ષના મૂળ ઉખડી જઈને જમીનદોસ્ત બની જાય છે.
આધુનિક દુઃષમ આરામાં જ્યારે ધર્મ અવનતિના પંથે પડી ચુક્યા છે, પાપ નિરંતર પુષ્પિત અને ફલાન્વિત થઈ રહ્યાં છે, અને લેાક-માનસ ક્ષુદ્ર સ્વાર્થોથી દૂષિત થઈ રહ્યું છે, તેવા આ જમાનામાં ધર્માચાર્યોનો ઉદ્દેશ ધર્મને પ્રત્યેક વ્યકિતના હૃદયમાં સ્થાપિત કરવાનું રહે છે તેઓ આ હેતુથી વ્યાખ્યાન આદિ દ્વારા ઉપદેશ આપીને અને સ્તુતિ, સ્તોત્ર, ભજન આદિ રચીને જન સમુદાયની આગળ રજુ કરે છે. આ સ્તુતિ, સ્તોત્ર, ભજન વગેરે અલંકારિક ભાષામાં હોવાના કારણે તથા ગાઈ શકાય એવી રીતે ગ્રથિત થયેલાં હોવાને લીધે જનતા તેમને અપનાવી લે છે. તે સ્તુતિ, સ્તોત્ર, ભજન વગેરેમાં ભગવાનની ગુણવલિ હોય છે ભગવાનના નામ તથા ગુણોથી ગુંથાયલા હોવાને કારણે તેમનામાં અપાર શકિત હોય છે તેનું શ્રદ્ધાપૂર્વક નિત્ય પઠનસનન કરવાવાળા મનુષ્ય આ લોક અને પરલોકની સુખસંપત્તિના ભાગીદાર બને છે. ભગવાનના નામ તથા ચારિત્રની