________________
સ્તુતિના પ્રભાવજ એવો છે. આવા દયથી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ૧૦૦૮ શ્રીઘાસીલાલજી મહારાજ સાહેબ વખતે વખત સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં તથા લોકભાષામાં સ્તુતિ, સ્તોત્ર, ભજન વગેરેનું નિર્માણ કરતા રહે છે, તેમાં આ રચનામાં તો આચાર્યશ્રીએ શાસ્ત્રોનું રહસ્ય ભરી દીધું. છે તેનું પ્રત્યેક પદ ભગવાનના નામ અને ગુણાનું વાચક છે આચાર્ય શ્રી દ્વારા રચાયેલાં આ સ્તુતિ, સ્તોત્ર ભજન વગેરે પ્રાસાદિક ગુણેથી યુક્ત હોવાના કારણે અત્યંત મનોહર છે, પાઠકના મનને ભગવાનની તરફ આકર્ષિત કરવાવાળાં છે, વાચક ભગવાનના અપરિમિત ગુણોના ચિંતવનથી ચિત્તની સમાધી મેળવશે આવી રીતે વાચકોનાં હદય શાંત-નિર્મળ, બની જશે. એ દ્વારા સર્વ સમયમાં સામાન્યતઃ ધર્મને અનુકૂળ જ કાર્યો થશે તે -સ્વાર્થ વૃત્તિઓથી—કે જેના કારણે મનુષ્ય રાક્ષસરૂપ બની રહ્યો છે–તેનાથી સર્વથા દૂર રહેશે.. વેર અને પ્રતિવેરની માત્રા નિરંતર ઘટતી રહેશે. અધમની અવનતિ થવાની શરૂ થશે અને ધમ વૃદ્ધિ પામવા માંડશે..