________________
આદિ વચન - કાલચક્રના પરિવર્તનની સાથે સાથે ધર્મની ઉન્નતિ અને અવનતિ થતી રહે છે. જ્યારે ધમની વૃદ્ધિ થાય છે ત્યારે સર્વ મનુષ્ય સામાન્ય રીતે સ્વભાવથી જ ધર્મપરાયણ બને છે. સર્વ કેઈ ધમ કાર્યને માટે ઉત્સુક રહે છે અને સર્વ મનુષ્યનાં માનસ ધર્મમાં આસકત રહે છે. આવા સમયમાં ધર્માચાર્યોના અ૯પ પ્રયત્ન વડે પણ ધર્મનું સામ્રાજ્ય સુવ્યવસિથત રહ્યાં કરે છે. પરંતુ જ્યારે ધર્મનું અવનતિ તરફ પ્રયાણ થાય છે ત્યારે મનુષ્યની માનસિક સ્થિતિમાં પરિવર્તન થાય છે ધર્મ ઉપરથી તેમનું મન ઊડી જાય છે, તેઓ ધમને અવ્યવહારિક માનવા લાગે છે અને ધર્મ થી ઉમુખ થવા લાગે છે આવી પરિસ્થિતિમાં ધર્માચાર્યોનું એ કર્તવ્ય હોય છે કે કઈ પણ પ્રકારે લેા ક મોનસ ઉપર તેઓ ધર્મ અને આરૂઢ કરે, રમને ધમ લેકેના હૃદયમાં માન સાથે બિરાજે કારણ કે તેઓ જાણે છે કે- અધામિક હૃદય વડે સંચાલિત માનવનું કાર્યસમૂહ અવ્યવસ્થિત બની જાય છે.