________________
Jain Education International 2010_03
*
નમસ્કાર-માહાન્ય
પ્રથમ પ્રકાશ
જે ત્રણ જગતના ગુરુ છે, જગતના કામિત પૂરણ માટે જે કલ્પવૃક્ષ સમાન છે અને જે મુક્તિરૂપી
મહિલાને જ ઈચ્છનારા છે તે શ્રી ઋષભદેવ સ્વામીને નમસ્કાર થાઓ. ૧. જે તપ અને જ્ઞાનરૂપી ભાવધનથી કુબેરભંડારી જેવા છે, જેમના ચરણમાં દેવેન્દ્રો પણ પ્રણામ કરે છે અને જે સિદ્ધસેન (ગ્રંથકર્તા) ના અનુપમ નાથ છે, તે શ્રી શાન્તિનાથ-સ્વામીને નમસ્કાર થાઓ. ૨. શ્રીમુનિસુવ્રતસ્વામીને, શ્રી અનંતનાથસ્વામીને, શ્રી અરિષ્ટનેમિપ્રભુને, શ્રીમાન્ પાર્શ્વનાથ સ્વામીને, શ્રી મહાવીર સ્વામીને અને ત્રણે કાળના સર્વ અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. ૩. ધર્મનિષ્ઠ આત્માઓને માતાની જેમ સહાય કરનારી
અચ્છુપ્તા, અમ્બિકા, બ્રાહ્મી (સરસ્વતી), પદ્માવતી અને અંગિરા વગેરે દેવીઓ મને પુરુષાર્થની પરંપરાને આપો. ૪. જે માતાની જેમ પુણ્યરૂપી શરીરને ઉત્પન્ન કરે છે, પાલનપોષણ કરે છે, પવિત્ર રાખે છે અને જીવરૂપી હંસને વિશ્રામ લેવા માટે કમલની શોભાને ધારણ કરે છે, તે પંચપરમેષ્ઠિનમસ્કૃતિ હંમેશાં જયવંતી રહો. ૫. જન્મ અને મરણ આપવાવાળો હોવાથી કડવો એવો પણ આ સંસાર મારે મન કડવો નથી પણ ) માનનીય છે, કારણ કે એ સંસારના આશ્રયથી જ મને જૈનશાસનની પ્રાપ્તિ થઈ છે. અર્થાત્ જે સંસારમાં જૈનશાસનની પ્રાપ્તિ ન થઈ હોય તે જ કડવો છે, પણ બીજો નહિ. ૬. શ્રી જૈનશાસનરૂપી મનુષ્યક્ષેત્રને વિષે પાંચ મેરુ પર્વત સમાન
શ્રીસિદ્ધસેનાચાર્યવિરચિત શ્રીનમસ્કારમાહાત્મ્ય સંક્ષિપ્ત ભાવાનુવાદ.
3
*
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. ૭. જે ભવ્ય જીવો ભાવપૂર્વક “નમો અરિહંતાણં, નમો સિદ્ધાળું, નમો આયરિયાળું, નમો ઉવન્નાયાળું, અને નમો તો! સવ્વસાદૂર્વાં’’ એ પાંચ પદનું સ્મરણ કરે છે, તેમને ભવભ્રમણ ક્યાંથી હોય ? અર્થાત્ ન જ હોય. ૮-૯. મૂર્તિમાન તીર્થંકરની વાણીના પાંત્રીસ અતિશયો જ જાણે ન હોય ! તેવા આ પંચપરમેષ્ઠિ નમસ્કારના પાંત્રીસ અક્ષરો તમામ
પંચપરમેષ્ઠિના અક્ષરોની ‘ત્રણ લોકને પવિત્ર કરનારા શ્લોકો દ્વારા ‘સ્તુતિ કરવા વડે સિદ્ધસેનની (કર્તાની) વાણી પોતાના આત્માની શુદ્ધિને કરે છે. ૧૧.
નરનાથો-રાજાઓ પણ તેઓને વશ થાય છે, દેવેન્દ્રો પણ તેઓને પ્રણામ કરે છે અને સર્પો
નાગકુમારો)થી પણ તેઓ ભય પામતા નથી કે જેઓ ભાવપૂર્વક અરિહંત પરમાત્માને શરણ તરીકે સ્વીકારે
છે. ૧૨.
મોહ તેના ઉપર રોષાયમાન થતો નથી, તે હંમેશાં આનંદમાં રહે છે અને તે અલ્પકાળમાં જ મોક્ષ પામે છે, કે જે ભવ્ય પુરુષ અરિહંત પરમાત્માને ભાવપૂર્વક પૂજે છે. ૧૩.
ઞનન્ત ગુણસ્વરૂપ જે અરિહંત પરમાત્માને કેવલજ્ઞાનીઓ પણ પ્રદક્ષિણા કરવા દ્વારા પૂજે છે, તેમના પ્રભાવને કોણ જાણી શકે ? અર્થાત્ કોઈ વીરલા જ જાણી શકે. ૧૪.
પુઓની (શત્રુઓની) જેમ દુઃખ આપનારા રાગદ્વેષ આદિ ભાવશત્રુઓ કે જેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ આદિ, જે સામાન્ય જનસમૂહમાં દેવો
For Private & Personal Use Only
www.jainelibrary.org