________________
શીખો કંઈક કાચબા પાસે
૧૫૫
--
ખાઈમાં કુદી પડવાની... હાથ કોઈને મારવા કે કંઈક ચારવા માટે ઉદ્યત થવા માંડે ત્યારે તરત સંલીનતા તપને યાદ કરીને હાથની પ્રવૃત્તિ નહીં રોકે તે બન્ને તરફ દ્વેષ ઉત્પન્ન થશે. પગ કેઈને ઠેકર મારવા કે કચડી નાખવા માટે તૈયાર થવા માંડે ત્યારે કાચબાને યાદ કરી લે, તુરંત દ્રવ્ય સંલીનતા યાદ આવી જશે અને પગ સંકેચાઈ જશે.
આ રીતે ઈદ્રિયોની સં લીનતાપૂર્વક તપ કરી ઈદ્રિયે પી વિજય મેળવવો જોઈએ તમા ઘન્દ્રિય પ્રામને વન ઘટત્તમ
પ્રશમરતિમાં ઉમાસ્વાતિ મહારાજે પણ કહ્યું કે- “તેથી પાંચ ઈન્દ્રિયોને શાન કરવામાં પ્રયત્ન કરવો જોઈએ.”
અનશન ઉદરી કરતાં પણ આ તપને મુકેલ કહ્યો છે. અરે ! સત્યાગમાં માત્ર રસના ઈનિદ્રય ને જ અંકુશમાં રાખવાની છે જ્યારે અહીં પાંચ ઇન્દ્રિયની પ્રવૃત્તિને સંકેચી દેવાની.
જોગીદાસ ખુમાણના જીવનની આ વાત ૧૮૧૬થી ૧૮૧૯ના ગાળાની છે. લોકો તેના વિશે એક વાત કરતા “આપાને મન નેશાની ભેખડીયું કે જીવતી અગ્ની બે ચ સખા” બહારવટે ચડેલા જોગીદાસ તેના સાથી સાથે બાબરીયા ધાર આવી રહ્યા હતા. જેવી નવલખાના
ડામાં ઘડી ઉતારી ત્યાં પાણીના પ્રવાહમાં પીડી પી ડી સુધી પગ બોળીને એક જુવાનડી ઉભેલી, અઢારેક વર્ષની હશે. શી વાત કરવી એના રૂપની જાણે હમણાં એનું રૂપ ઓગાળીને પાણીના પ્રવાહમાં હાલ્યુ જશે. સામે નજર નેંધીએ તે પણ પાપે ભાઈએ તેવું રૂપ, છતાં જોગીદાસે નજર સરખી નાખી નહીં.
જવાનડીએ ઘડીની વાઘ ઝાલી લીધી. ઘેડીએ ઝબકીને મોઢાની ઝટ દીધી, જોરાવર આદમીનું કાંડુ છુટી જાય તેવા જેશથી સાંકળ ઉલાળી. પણ જુવાનડી જડાની જેમ ચોંટી ગઈ. આપા ખુમાણને અચરજને પાર નથી. બે હાં હાં બાપ! મેલ્ય મેલ્ય નીકર ઘડી વગાડી દે છે.
બાઈ એક જ રટ લઈ બેઠી છે. હવે ન મેલું જોગીદાસ. તારા શુરાતન પર ઓળધોળ થઈ ભટકુ છું. જોગીદાસે ઘણું સમજાવ્યું. તારા બાપ પાસે પૈસો ન હોય તો હું પરણાવી દઉં. મારે મન મારી દીકરી કમરભાઈ કે તું બંને સરખા, છતાં તે સ્વરૂપવાન બાઈ ન માની