Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 373
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ જ્ઞાનને લઈને વૈરાગ્ય જાગ્યો છે. જેઓ આમ શુદ્ધિ વડે સંપૂર્ણ ચંદ્રકલા જેવી ત નિર્મલ ધ્યાનધારાએ ચડયા છે અને સેંકડો ગણું પુણ્ય કમે કરી અહત ભગવાનને યોગ્ય લક્ષમી પ્રાપ્ત કરી મુકિતને પામ્યા છે. ખરેખર આવા વિતરાગ પરમાત્માને ધન્ય છે. જેમ મભૂતિ અને કમઠ બંને સગાભાઈઓ હતા પણ મરુભૂતિ ક્ષમાં અને સમતાદિ અનેક ગુણના સાધક હતા પરિણામે ક્ષમાગુણને ધારણ કરી સમતાગુણમાં લીન બની દશ ભવમાં ગુણ સોપાને ચઢીને અનેક ગુણો વિકસાવ્યા, જયારે કમઠ એ કર્મઠ જ બ. કષાય અને વૈરાગ્નિમાં ડૂબેલા હજી સંસારમાં જ રખડે છે. જ્યારે મરુભૂતિ દશમે ભવે પાર્શ્વનાથ બની મેક્ષે સીધાવ્યા. કારણ ગુણ પ્રકર્ષ. માટે જ સ્તુતિ કરતાં કહ્યું કે આવા વીતરાગ પરમાત્માને ધન્ય છે. જીવ પણ આ ગુણોત્કર્ષ જેઈ હર્ષાયમાન થઈ અનંતી નિર્ભર કરે છે. उत्तम गुणाणुराओ निवसइ हियय मि जस्स पुरिसरस आतित्थयर पयाओ, न दुल्लहा तस्स रिद्धिमा ગુણાનુરાગ કુલકમાં જિન હર્ષગણિજી જણાવે કે જેના હૃદયમાં મહાપુરુષ પ્રત્યે ગુણાનુરાગ હોય તે ભાગ્યશાળીને તીર્થકર પદવી સુધીની સિદ્ધિ પ્રાપ્ત થવી દુર્લભ નથી. ખરેખર તીર્થકર બનવા પણ પ્રથમ ગુણનો અનુરાગ જરૂરી છે. ગુણાનુરાગ તે જ પ્રમેઢ ભાવના છે. જે ઉત્તમ પુરુષને જોઈને હૃદયમાં ગુણાનુરાગ પ્રગટે તે સમજવું કે આપણામાં પ્રમોદ ભાવના પરિણમી છે. ते धन्ना ते पुन्ना तेसु पणाभा हविज्ज महनिच्च जेसि गुणाणुराओ अकित्तिमा हाइ अप्पवरयम પ્રમાદ ભાવના ભાવ આમા કેવી ભાષા ઉચ્ચારે તેને અત્રે જણાવતાં લખ્યું છે કે ખરેખર તેઓ ધન્ય છે, તેઓ પુણ્યશાળી છે તેમને જ મારા સતત નમસ્કાર થાઓ. “જેમનામાં ગુણાનુરાગ પડેલો છે.” જેમનામાં બીજાના ગુણે પ્રત્યેને રાગ-અહુમાન છે, તેમના ગુણો પ્રત્યે આપણને

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402