Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 395
________________ ૩૮૬ અભિનવ ઉપદેશ પ્રાસાદ શું કરવું? માટે હે વિનય જે તારે સુખને અનુભવ કર હોય તે ઉદાર એવી ઉદાસીનતા [માધ્યસ્થતા]નું સેવન કર. જગત જીવ હે કરમાધીના એક પંક્તિ બરાબર સ્મરણમાં રહી તે પછી કેાઈ પ્રત્યે રાગ-દ્વેષની પરિણતી રહેશે નહીં. પંચતંત્રમાં સુધરી અને વાનરની એક કથા પ્રસિદ્ધ છે. જે માધ્યસ્થ ભાવના કેળવવાની જરૂર પર એગ્ય બેધ આપે છે. સુઘરી સુંદરતમ માળે બાંધી શકતું પક્ષી છે. તે માળામાં બચા સાથે સુરક્ષિત રહી શકે તે માળો હોય છે. એક વખત ચોમાસામાં વરસતા વરસાદમાં થરથર એક વાની ઝાડની ડાળીએ આવીને બેઠા. અતિ વાચાળ સુઘરી કહે કેમ વાનર ભાઈ! પહેલાંથી માળા-ઘર બાંધી રાખ્યું હોત તે કેટલું સારું હતું ? અરે ભાઈ વાનર! તું તે માનવ જેવી આકૃતિવાળે અને ડાહ્યો છે તે પણ તે પહેલાંથી ઘર બનાવી રાખ્યું નહી? વાંદરા ખીજાયે, ચુપચાપ પડી રહે. હવે કંઈ બોલતી નહીં. ઠંડી તે કદાચ હું સહન કરી લઈશ પણ તારા આ શબ્દો માશથી સહન નહી થાય. ફરી ઠંડા પવનથી વાનરને ધ્રુજારી આવી, દાંતની કડકડાટી બેલી એટલે સુઘરીએ ફરી ઉપદેશ આપ્યો. વાનર! આખો ઉનાળો તે આળસમાં ગુમાવ્યા, ખાલી ફર્યા કર્યું, તેના કરતાં ઘર બાંધ્યું હતું તે આજે તારે આમ ઠરવાને વારે આવ્યા ન હોત! - વાંદરો ફરી ખીજાય. સુઘરીને બે-ચાર ચોપડાવી દીધી. છતાં સુઘરીથી રહેવાયું નહીં. ફરી શીખામણ આપી કે હવે આ રીતે આળસમાં કુદાકુદ કરી સમય ન બગાડ. માળો બાંધી લેજે જેથી પલળવાને વખત ન આવે સમો . - હવે વાનરથી ન સહેવાયું તે વીફર્યો. આટલી વાર કહ્યું કે બોલ બેલ ન કર તેાય તું સમજતી નથી. માળ તોડી ફેડીને વાનરે ફેંકી દીધે. સુઘરી અને તેના બચ્ચા પાણીમાં પલળતા ધ્રુજવા લાગ્યા. જે માધ્યસ્થ ભાવ રાખ્યો હોત તો ? આ સ્થિતિ આવત ખરી? આવા પ્રસંગે માધ્યસ્થ ભાવના ભાવવી અતિ આવશ્યક છે. જેમ ધૂમ તાપ અને અસહ્ય ગરમીમાં વરસાદ કે ઠંડી હવાની જેટલી જરૂર છે, અકસ્માત પ્રસંગે ગાડીમાં પ્રેકની જેટલી જરૂર છે, તેના કરતાં

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402