________________
અંગત જીવ હે કરમાધીના
૩૮૭ હજાર ગણું આવશ્યક્તા એક આરાધક સાધકને માટે પ્રસંગે માધ્યસ્થ ભાવનાની છે. શાંત સુધારસમાં વિનય વિજયજી જણાવે છે.
योऽपि न सहते हितमुपदेश, तदुपरि मा कुरु कोपं रे निष्फलया किं परजनतप्त्या, कुरुषे निज सुख लोपं रे જે કઈ જીવને હિતેપદેશ આપવામાં આવે અને તેમ છતાં પણ તેને ન ગમતો હોય, તે જીવ જે સહન પણ ન કરી શકતો હોય તે હે ચેતન! તેના પર કોધ કરીશ નહીં. પર વ્યક્તિ સંબંધિ નિરર્થક નકામી ચિંતા કરીને તું શા માટે તારા પિતાના સુખશાંતિને નાશ કરે છે, આપણી સુખ શાંતિને સમાધિ વધુ જરૂરી છે, જે બીજે કોઈ ન સમજે કે ન માને તે તું તારા તરફથી કષાય કરીને તારી સમતા ન ગુમાવી બેસતો.
એક સ્વામીજી ગંગા સ્નાન કરીને મંત્ર જાપ કરી વારાણસીમાં પિતાના મઠમાં પધારી રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક વેશ્યાએ ઉપરથી પાનની પીચકારી મારી. સ્વામીજીના શરીર પર પડી તેના કપડાં બગડુચા. પણ મન ન બગયું.
બીજી વખત ગંગા સ્નાન કર્યું. બીજી વખત વેશ્યા એ ફરી પાનની પીચકારી મારી, ઠંડી હોવા છતાં સ્વામીજીએ ત્રીજી વખત સ્નાન કર્યું.
આ આખું નાટક જોઈ રહેલા રસ્તાના લકે એ સ્વામીજીને પૂછયું. સ્વામીજી તમે કેટલી વખત સ્નાન કરશે? એક વખત આંખ લાલ કરીને તમે વેશ્યાને શ્રાપ આપી દે. હમણું પેલી વેશ્યા સીધીર થઈ જશે.
સ્વામીજી કહે અરે ભાગ્યવાન્ ! શા માટે મારે એમ કરવું જોઈએ. દુર્જન માનવી પિતાને સ્વભાવ છોડતો નથી. મને તે વેશ્યાની દયા આવે છે કે તે મારે માથે થુંકવા માટે આમને આમ કેટલાં પાન બગાડશે? કેટલાં પિસા બગાડશે ?
મારે તે ગંગા સ્નાન કરી પુણ્ય કમાવાનું છે તે માટે મારે એક પણ પૈસા ખર્ચવાને નથી.