Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 379
________________ ૩૭૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ પ્રફુલિત થઈ દીપી રહે છે. એટલું જ નહીં પણ તેના ગુણે વિશુદ્ધ થઈ ઝળહળી ઉઠે છે. પાક્કાના ગુણેથી પ્રમોદ પામવાનું કે રાજી થવાનું આવું ઉત્તમ ફળ છે. માટે તમે પણ કેળવો. ગુણને અનુરાગ નેમિનાથ પરમાત્માએ મોકલેલા ચારણ મુનિથી પ્રતિબંધ પામેલા બળદેવજીએ દીક્ષા ગ્રહણ કરી છે. વૈરાગ્ય વાસીત થયેલા તેઓ ઉગ્ર તપ તપી રહ્યા છે. એક વખત માસક્ષમણને પારણે શુદ્ધ આહાર વડે કરીને કઈ રથકારે તેનું પારણું કરાવ્યું ત્યારે બળદેવ મુનિને પૂર્વભવને સ્નેહી મૃગ આગળ ઉભે ઉભો શુભ ભાવના ભાવી રહ્યો છે. અહીં આ મુનિ કે તપ તપી રહ્યા છે અને આ રથકાર પણ કેટલા ભાગ્યવાન છે. જેને આ ઉત્તમોત્તમ મુનિદાનને–સુપાત્રદાનને લાભ મળી રહ્યું છે. રથકાર પણ અત્યંત હર્ષિત થઈને વહોરાવી રહ્યો છે. તે સમયે રથકારે કાપતા કાપતા અડધી અધુરી મુકેલી વૃક્ષડાળ તુટી પડતા બળદેવ મુનિ, રથકાર અને મૃગ ત્રણે એક સાથે મરણ પામ્યા. ત્રણે પાંચમા દેવલોકે ગયા. ખરેખર રથકાર અને મૃગને ગુણના અનુરાગ રૂપ પ્રદ ભાવનાએ કેટલું ઉત્તમ ફળ આપ્યું. તમે પણ પ્રમોદ ભાવના ભાવતા ગુણાનુરાગપણે કેળવી નિજ આત્માના વિશુદ્ધ ગુણોને પ્રગટાવનારા થાઓ.

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402