Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 375
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ ભાવનારૂપ ગુણે પ્રત્યેને સહેજ પણ અનુરાગ-ન હોય તે તે સર્વે નિષ્ફળ સમજવા-પારકા ના ગુણે પ્રત્યેનો અનુરાગ જ આરાધનાને સફળ અને સાર્થક બનાવે છે. निज सुकृताप्त वरेषु परेषु, परिहर दुरं मत्सर दोपं विनय विभावय गुण परितोष જેઓ પિતાના સુકૃત્યથી આપ્ત પુરુષની પંક્તિમાં બિરાજે છે. અથવા પોતાના સુકૃત્યથી વર પામ્યા છે. તેવા અન્ય મહાભાગી પુરુષ પ્રત્યેને મત્સર–ઈર્ષ્યા દોષ દૂર કર. તેઓના ગુણને રાગી થા–તેઓના ગુણથી આનંદ પામ. | મામા પરમાનંદ એક સાચા સમાજ સુધારક થઈ ગયા. તેમની પ્રતિષ્ઠા માત્ર મુંબઈ શહેર પૂરતી જ સિમિત ન રહેતા છેક ગુજરાત રાજ્ય ના સીમાડાઓને આંબી ગઈ હતી. તેઓએ પોતાની આખી જંદગી જનસેવા પાછળ ખરચી નાખી હતી. આવા મામા પરમાનંદ જ્યારે વૃદ્ધ થયાં ત્યારે ગંભીર માંદગીને ભેગ બન્યા. ધનને ગૌણ કરી જનસેવામાં જ પિતાના જીવનને પૂર્ણ કરનાર આ સમાજ સેવક પાસે એક પૈસે પણ બચત રહી હોય તે સંભવ નથી. તેમની આર્થિક સ્થિતિ અતિ કંગાળ હતી. છતાં તેનો તેમને જરા પણ વસવસો ન હતે. મહારાજા સયાજીરાવને કાને આ વાત પહોંચી. સયાજીરાવ એટલે કલાકારના સેવક, સમાજ સેવકની કદર કરવાવાળા. તેમને થયું કે મામા પરમાનંદ જેવા સમાજ સેવકને મારે મદદ કરવી જ રહી. તેણે પેન્શન બાંધી આપ્યું. પહેલા હપ્તાની રકમ મેકલી આપી. મામા પરમાનંદે તે રકમ માનભેર મહારાજા સયાજીરાવને પરત મોકલી આપીને લખ્યું કે આપની ભલી લાગણીને ખૂબ ખૂબ આભાર. હજી મારે પેન્શન લેવું પડે તેટલી હદે મારી આર્થિક સ્થિતિ બગડી નથી. આ વર્ષાસનની રકમ હું સ્વીકારી શકતા નથી તે મને આપ માફ કરશે. મારી આ સાથે એક વિનંતી છે કે મારા કરતા વધુ સમાજ સેવા કરનાર તિબા ફૂલે છે, તેઓ હાલ પક્ષઘાતથી પીડાઈ રહ્યા છે. તેઓ મહારાષ્ટ્રના મહાન મેટા સમાજ સેવક છે. જો કે મારે અને

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402